એપલ વર્ષ 2017 માં ત્રણ નવા આઇપેડ લોન્ચ કરી શકે છે.

By: anuj prajapati

એપલ વર્ષ 2016 માં ખુબ જ સારું કી પ્લેયર સાબિત થયું. તેમના ઘ્વારા લોન્ચ કરવામાં આવેલા આઈફોન 7 અને આઈફોન 7 પ્લસ સ્માર્ટફોન ખુબ જ ફેમસ થયા. આ ટેક જાયન્ટ વર્ષ 2017 માટે પણ કઈ નવો જ ટાર્ગેટ સેટ કરીને આવી છે. આ વખતે એપલ તેમની આઇપેડ પ્રોડક્ટ પર વધારે ધ્યાન આપી રહી છે. એપલ વર્ષ 2017 મધ્યમાં જ ત્રણ નવા આઇપેડ લોન્ચ કરવા જઈ રહી છે.

એપલ વર્ષ 2017 માં ત્રણ નવા આઇપેડ લોન્ચ કરી શકે છે.

જો યાદ કરવામાં આવે તો વર્ષ 2015 નવેમ્બર મહિનામાં એપલે તેમનો આઇપેડ અપડેટ કર્યો હતો. એપલ ઘ્વારા આઇપેડ પ્રો લોન્ચ કરવામાં આવ્યો હતો. જો અફવાહો સાચી હોય તો આ વર્ષે એપલ તેમનો જૂનો લોન્ચ કરવામાં આવેલો 12.9 ઇંચ આઇપેડ પ્રો વધારે સારા ચેન્જ સાથે માર્કેટમાં લોન્ચ કરશે.

એપલ નવો આઇપેડ પ્રો લોન્ચ કરવાનો પ્લાન કરી રહી છે. જેમાં 10 થી 10.5 ઇંચ ડિસ્પ્લે સ્ક્રીન સાથે નેરો બેઝલ પણ આપવામાં આવશે. એટલું જ નહીં પરંતુ એપલ તેની સાથે ઓછી કિંમત ધરાવતો 9.7 ઇંચ આઇપેડ પ્રો મોડલ પણ લોન્ચ કરવા જઈ રહી છે.

ઓઆઇએસ ફીચર, બેસ્ટ કેમેરા મોડ્યુલ ધરાવતા ટોપ સ્માર્ટફોન

નવો ડિઝાઇન કરેલો 10 ઇંચ ધરાવતો આઇપેડ પ્રો મોડલમાં આપણે એ10 ચિપસેટ જોવા મળી શકે છે. જેનો ઉપયોગ એપલ આઈફોન 7 માં કરવામાં આવ્યો હતો.

જયારે બજેટ કિંમત ધરાવતો 9.7 ઇંચ ડિસ્પ્લે ધરાવતો આઇપેડ પ્રો મોડલ એ9 ચિપસેટ સાથે આવશે. જેનો ઉપયોગ આઈફોન 6એસ મોડલમાં કરવામાં આવ્યો હતો. આ આઇપેડમાં જો ફીચરની વાત કરવામાં આવે તો તેમાં એપલ પેન્સિલ સપોર્ટ અને મેગ્નેટિક સ્માર્ટ કનેક્ટર આપવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ એપલ આઇપેડ વર્ષના બીજા કવાટરમાં ડેબ્યુ કરી શકે છે. પરંતુ એપ્રિલ અને જૂન મહિનાની અંદર તેનું શિપમેન્ટ શરુ કરવામાં આવી શકે છે. પરંતુ એપલ ઘ્વારા તેના વિશે કોઈ પણ ઓફિશ્યિલ માહિતી આપવામાં આવી નથી.

Read more about:
English summary
Apple to unveil three brand new iPads by April 2017.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot