Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Appleનો 16 વર્ષ જૂનો પુરાણો iPhone વેચાઈ રહ્યો છે કરોડો રૂપિયામાં, જાણો કારણ
એપલનો આઈફોન 15 પ્રો મેક્સ કિંમત મામલે સૌથી મોંઘો છે. પરંતુ તમે એક વાત જાણીને ચોંકી જશો કે એપલનો એક સાવ વર્ષો જૂનો આઈફોન કરોડો રૂપિયાની કિંમતે વેચાઈ રહ્યો છે. આ ફોન એટલો જૂનો છે કે સીધો માર્કેટમાંથી તેને કોઈ ખરીદી નથી રહ્યું, પણ તેની હરાજી થઈ રહી છે. ટેક માર્કેટમાં તો ચર્ચા પણ છે કે આ આઈફોન એટલો મોંઘો વેચવાનો છે કે તે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવશે. ચાલો જાણીએ કે કેમ આ આઈફોન કરોડોમાં વેચાઈ રહ્યા છો, અને તેની કિંમત શું છે?

એપલે આજથી 16 વર્ષ પહેલા સૌથી પહેલો આઈફોન લોન્ચ કર્યો હતો. એપલના આ પહેલા આઈફોન ટેક જગતમાં ક્રાંતિ લાવી દીધઈ હતી. હવે ફરી એકવાર આ પહેલો આઈફોન 2024માં પોતાની કિંમતને કારણે આખા વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યો છે. એપલનો 4 જીબી વાળો આઈફોન હાલ કરોડો રૂપિયાની કિંમતમાં મળી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે આ માત્ર એપલનો 16 વર્ષ જૂનો ફોન જ નથી, પણ આ ફોન એક ખાસ 4 જીબી વર્ઝન છે. જેને કંપનીએ 8 જીબી વાળું વર્ઝન લાવતા પહેલા લોચ કર્યો હતો. એટલે આ ફોન એક યુનિક અને ખાસ મોડેલ બની ગયો હતો. રસપ્રદ વાત તો એ છે કે લોકો આ આઈફોન ખરીદવા માટે કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર પણ થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષએ આ 4 જીબીના આઈફોનમાંથી એક આઈફોન 1,90,000 ડૉલર એટલે કે લગભગ 1,57,64,642 કરોડ રૂપિયામાં વેચાયો હતો. આ કિંમત આઈફોનના 8 જીબી મોડેલની કિંમત કરતા ત્રણ ગણી વધારે છે. 8 જીબી વાળો આઈફોન 63 હજાર જ઼લર એટલે કે 52,26,782 લાખ રૂપિયામાં વેચાયો હતો.
આ મોડેલ્સ બાદ પણ કંપનીએ જુદા જુદા જૂના આઈફોન વેચ્યા છે, જે મોટી મોટી લાખોની કિંમતમાં વેચાયા છે. જેમાં કટેલાક મોડેલ 1,33,000 ડૉલર્સ અને 87 હજાર ડૉલર્સમાં પણ કેટલાક આઈફોન વેચાયા છે.
હવે આવા જૂના આઈફોનની હરાજી ફરી એકવાર શરૂ થવાની છે. આ બ્લોકમાં આઈફોનની શરૂઆતની કિંમત 10 હજાર ડૉલર છે. પણ આની બોલી કેટલે પહોંચે છે, તેના પર આખી દુનિયાની નજર છે.
16 વર્ષ જૂના આઈફોનને ખાસ બનાવવા માટે તેનું પેકેજિંગ એક સીલબંધ કવરમાં કરવામાં આવ્યું છે. આ કવર એવું જ દેખાય છે, જે 2007માં વેચાતા આઈફોનનું હતું.
તમને જાણીને આશ્ચર્ય થશે કે આવું એટલા માટે છે કારણ કે 2007માં પેક કર્યા પછી, આ આઈફોન ક્યારેય ન તો વાપરવામાં આવ્યો છે, ન તો ખોલવામાં આવ્યો છે. એટલે આ આઈફોન એક રિયલ ટાઈમ કેપ્સ્યુલ બની ચૂક્યો છે. જે 2 લાખ ડૉલર કરતા વધુની કિંમતે વેચાત યેવી શક્યતા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications