Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp પર હવે નંબર સેવ કર્યા વગર થશે કોલ, મળશે આ નવી સુવિધા
હાલના સમયમાં વ્હોટ્સ એપ સૌથી વધુ વપરાતું મેસેજિંગ કે પછી ઈન્સ્ટન્ટ ચેટિંગ પ્લેટફોર્મ છે. સાતે જ દુનિયાભરના લોકો આ મેસેજિંગ એપનો ઉપયોગ મેસેજ કરવાની સાથે સાથે કોલ કરા માટે પણ કરે છે. ગળાકાપ હરિફાઈમાં ટકી રહેવા માટે અને પોતાની લોકપ્રિયતા જાળવી રાખવા માટે વ્હોટ્સએપ છેલ્લા ઘણા દિવસોથી નવા નવા ફીચર્સ એડ કરી રહી છે. હવે વ્હોટ્સ એપ ફરી એકવાર પોતાના યુઝર્સ માટે નવું ફીચર લઈને આવી છે. ચાલો જાણીએ કે વ્હોટ્સ એપનું આ નવું ફીચર કર્યું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.
વ્હોટ્સ એપ હાલ એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેમાં નંબર સેવ કર્યા વગર વ્હોટ્સ એપ કોલિંગ કરી શકાય છે. તાજેતરમાં જ સામે આવેલા રિપોર્ટ પ્રમાણે ગૂગલ પ્લે સ્ટોર પર એન્ડ્રોઈડ માટેના વ્હોટ્સ એપના લેટેસ્ટ બીટા વર્ઝન 2.24.9.28 માં વ્હોટ્સ એપની અંદર એક ઈન એપ ડાયલર ફીચર જોવા મળી રહ્યું છે.

આ ફીચરની મદદથી તમે સીધા જ એપની અંદરથી જ કોલ કરી શક્શો, એ પણ એકદમ સરળતાથી. વહ્ોટ્સ એપની અંદરથી કોલિંગ કરવા માટે તમારે કોઈનો ફોન નંબર સેવ કરવો જરૂરી નથી. વ્હોટ્સ એપ ટૂંક સમયમાં જ આ ફીચરને રોલઆઉટ કરવાનું આયોજન કરી રહ્યું છે, જેની મદદથી તમે કોઈ પણ જરૂરી કામ માટે સીધા જ એપની અંદરથી જ નંબર ડાયલ કરી સક્શો. આ જરૂરી કામ ઓફિસની માહિતી મેળવવી, બિઝનેસની વાત કરવી કે પછી અન્ય કોઈ પણ હોઈ શકે છે.
આમ કરવા માટે તમારે કોઈ પણ નંબરને ફોનમાં સેવ કરવાની જરૂર નથી, ન તો કોલ કરવા માટે અલગથી કોન્ટેક્ટ લિસ્ટ ઓપન કરવાનું છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી પરથી એ પણ ખ્યાલ આવ્યો છે કે વ્હોટ્સ એપનું આ નવું ફીચર કેવી રીતે કામ કરશે?
જ્યારે તમે ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરતા હશો, ત્યારે સીધા વ્હોટ્સ એપ દ્વારા જ કોલ કરી શક્શો. તેમાં કોલ કરવા માટે સામાન્ય મોબાઈલ નેટવર્ક જેટલો જ ડેટા વપરાશે. ખાસ કરીને ઈન્ટરનેશનલ કોલ ઈઝી અને સસ્તા પડશે. જો તમારી પાસે વાઈ ફાઈ છે અને તમે ઓછી કિંમત વાળો ડેટા પ્લાન લીધો છે, તો આ ફીચર દ્વારા તમને કોલિંગ એકદમ સસ્તું પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે વ્હોટ્સ એપ હજી આ નંબર સેવ કર્યા વગર કોલિંગ કરવાના ફીચર પર કામ કરી રહ્યું છે, અને ભવિષ્યમાં કોઈ મોટી અપડેટ સાથે આ ફીચર રોલઆઉટ થશે. જો કે વ્હોટ્સ એપે આ વિશે હજી માહિતી નથી આપી.
વ્હોટ્સ એપ આ ડાયલર ફીચર ઉપરાંત અન્ય કેટલાક અમેઝિંગ ફીચર્સ પર પણ કામ કરી રહ્યું છે, જે પણ ટૂંક સમયમાં યુઝર્સ માટે રોલઆઉટ થશે. વ્હોટ્સ એપના આ અપકમિંગ ફીચર્સમાં સ્ટેટસ પર ક્વિક રિસ્પોન્સ ફીચર, ઈવેન્ટ ક્રિએટ ફીચર, કોન્ટેક્ટ નોટ્સ ફીચર અને રિસન્ટ ઓનલાઈન યુઝર્સ લિસ્ટ સામેલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications