iPhone 15 મળી રહ્યો છે સસ્તો, પહેલીવાર આટલું મોટું ડિસ્કાઉન્ટ આવ્યું

By Gizbot Bureau
|

જો તમે એપલની પ્રોડક્ટ્સ વાપરવાના ખાસ કરીને આઈફોન વાપરવાના શોખીન છો, તો તમને આ સમાચાર વાંચીને મજા પડી જવાની છે. iPhone 15 પર અત્યાર સુધીનું સૌથી મોટું, સૌથી જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એપલના લેટેસ્ટ iPhone મોડેલની કિંમત આ ડિસ્કાઉન્ટ સાથે અત્યાર સુધીની સૌથી ઓછી થઈ ગઈ છે. iPhone 15ના 128 જીબી વેરિયંટ પર ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ મોટું ડિસ્કાઉન્ટ અને બેન્ક ઓફર્સ લઈને આવ્યું છે.

સૌથી ઓછી કિંમતે ખરીદો iPhone 15

એપલ iPhone 15 ફ્લિપકાર્ટ પરથી અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે ખરીદી શકાય છે. iPhone 15ના 128 GB વેરિયંટ પર સીધું જ 13,991 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એટલે 79,990 રૂપિયાની કિંમત ધરાવતો આઈફોન તમે માત્ર 65,999 રૂપિયામાં ઘરે લઈ જઈ શકો છો.

iPhone 15 મળી રહ્યો છે સસ્તો, પહેલીવાર આટલું મોટું ડિસ્કાઉન્ટ આવ્યું

હજી બેન્ક ડિસ્કાઉન્ટ પણ છે

આ ઉપરાંત iPhone 15 પર બેન્ક ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. જો તમે બેન્ક ઓફ બરોડાના કાર્ડથી ખરીદી કરો છો તો 3,500 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. એટલે કે આઈફોનની કિંમત ઘટીને 62,999 રૂપિયા થઈ જાય છે. આ ઉપરાંત અન્ય બેન્ક કાર્ડ્સ દ્વારા ખરીદી પર પણ જુદા જુદા ડિસ્કાઉન્ટ મળી રહ્યા છે.

એક્સચેન્જ ડિસ્કાઉન્ટ

જો તમારી પાસે જૂનો આઈફોન છે, તો તમે તેને એક્સચેન્જ કરીને એડિશનલ ડિસ્કાઉન્ટનો ફાયદો પણ મેળવી શકો છો. ધારો કે તમારી પાસે જૂનો iPhone 12 છે, તો ફ્લિપકાર્ટ પર તેને એક્સચેન્જ કરીને તમે 20,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ મેળવી શકો છો, જો કે આ બોનસ કેટલું હશે, તે તમારા ફોનની કંડિશન પર આધાર રાખે છે.

iPhone 15માં iPhone 14 કરતા ઘણા ફીચર્સ એડવાન્સ છે. જેમ કે iPhone 15માં ડાયનેમિક આઈલેન્ડ મળે છે. તો ચાર્જિંગ પોર્ટમાં USB-C ટાઈપ પોર્ટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ફોન 6.1 ઈંચની XDR OLED સ્ક્રીન ધરાવે છે. iPhone 15 એપલની એ16 બાયોનિક ચિપસેટ પર કામ કરે છે. આ ફોનમાં 12 મેગાપિક્સલના અલ્ટ્રાવાઈડ લેન્સની સાતે 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા મળે છે. આ ફોનમાં 3349 mAhની બેટરી છે, જે 20 વૉટના વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Best Mobiles in India

English summary
iPhone 15 buy at its lowest price with discount on flipkart

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X