તમારી પાસે iPhone હોય તો ક્યારેય ન કરતા આ કામ, Apple એ યુઝર્સને આપી ચેતવણી

By Gizbot Bureau
|

જો તમારો આઈફોન પાણીમાં પડી જાય કે પલળી જાય તો ક્યારેય તેને ચોખાની વચ્ચે ન મૂકતા. આવું ખુદ આઈફોન બનાવનાર દિગ્ગજ ટેક કંપની એપલનું કહેવું છે. એપલે તાજેતરમાં જ યુઝર્સને ચેતવણી આપતા કહ્યું છે કે આઈફોનમાં જો લિક્વિડ ડિટેક્શન એલર્ટ આવી રહ્યું છે, તો આવી સ્થિતિમાં યુઝર્સે શું કરવું અને શું ન કરવું.

તમારી પાસે iPhone હોય તો ક્યારેય ન કરતા આ કામ, Apple એ યુઝર્સને આપી

મોટા ભાગે એવું જોવા મળે છે કે જ્યારે કોઈનો ફોન પાણીમાં પડી જાય, અથવા તો ભીનો થઈ જાય કે પછી કોઈ રીતે પાણી ફોનની અંદર જતું રહે તો યુઝર્સ તેને પોતપોતાની રીતે સુકવે છે. કોઈ ડ્રાયર બ્લોઅરથી સુકવે છે, કોઈ રૂ નાખીને સૂકવે છે કે તો કોઈ તેને ચોખાના ડબ્બામાં મૂકી દે છે. પરંતુ એપલે પોતાના સપોર્ટ પેજ પર સ્પષ્ટ રીતે આવું કરવાની ના પાડી છે. એક્સપર્ટ પણ એ વાતની ના પાડે છે કે પલળેલો ફોન ચોખાની અંદર મૂકી દેવાથી ફોન સુકાઈ જાય છે. ઉપરથી જ્યારે તમે ફોન ચોખાની અંદર નાખો છો, ત્યારે તે સૂકાવાની પ્રક્રિયાને ધીમી પાડી દે છે. ચાલો જાણીએ કે એપલનું આ મામલે શું કહેવું છે.

એપલે પોતાના પેજ પર જે દિશાનિર્દેશ આપ્યા છે, તેમાં કહેવામાં આવ્યું છે કે જો તમારા ફોન કે પછી એક્સેસરીઝમાં લિક્વિડ ડિટેક્શન એલર્ટ આવી રહ્યું છે, તો આવી સ્થિતિમાં યુઝરે શું કરવું અને શું ન કરવું.

શું કરશો?

- જો તમારો આઈફોન અથવા કોઈ એક્સેસરીઝ પાણીમાં પડી જાય છે અથવા ભીની થઈ જાય છે, તો સૌથી પહેલા કેબલને પાવર એડપ્ટરથી અનપ્લગ કરી નાખો.

- જ્યાં સુધી ફોન કે એક્સેસરીઝ સુકાઈ ન જાય ત્યાં સુધી કેબલ કનેક્ટ ન કરો.

- જ્યારે ફોન ભીનો તઈ જાય, ત્યારે સૌથી પહેલા નળ ચાલુ કરીને ફોનને તેની નીચે રાખો. આ સમયે ખાસ એ વાતનું ધ્યાન રાખો કે તમારો ચાર્જિંગ પોઈન્ટ નીચેની તરફ રહેવો જોઈએ. તેનાથી ફોનમાં ગયેલું પાણી બહાર નીકળી જશે. બાદમાં ફોનને સૂકી જગ્યામાં રાખો, જેથી તેમાં હવા આવતી જતી રહે.

- ફોનને લગભગ 30 મિનિટ બાદ જ ચાર્જ કરવાનો પ્રયત્ન કરો. જો 30 મિનિટ બાદ પણ એલર્ટ જોવા મળે તો તેનો મતલબ છે કે કનેક્ટરમાં હજી પાણી છે અથવા તો કેબલની પિનમાં પાણી છે. ફોનને ચાર્જ ન કરો.

- આવી સ્થિતિમાં ફોનને એક દિવસ સુધી ખુલ્લામાં રાખો. ફોનને સુકાવામાં 24 કલાકનો સમય લાગી શકે છે. 24 કલાક બાદ જ ફોનને ચાર્જ કરો.

- જો ફોન સુકાઈ ગયો છે, પરંતુ ચાર્જ નથી થતોય, તો કેબલ અને એડપ્ટરને જુદા કરી દો. થોડા સમય પછી કનેક્ટ કરીને ચાર્જ કરો.

શું નથી કરવાનું?

- ફોનને બહારથી કોઈ પણ રીતે ગરમી ન આપો. હેર ડ્રાયર, કમ્પ્રેસ્ડ એરથી સુકાવવાની કોસિશ ન કરો.

- ફોનમાં કોટન, પેપર નેપકીન જેવી અન્ય કોઈ વસ્તુને ન નાખો.

- આઈફોનને ચોખાના ડબ્બામાં ન રાખો, તેનાથી તમારો ફોન બગડી શકે છે.

Best Mobiles in India

English summary
If Your iPhone Gets Wet, Avoid These Actions, Warns Apple

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X