Appleની યુઝર્સને સરપ્રાઈઝ, MacBookના ભાવમાં 20 હજારનો કર્યો ઘટાડો

By Gizbot Bureau
|

એપલના ગેજેટ્સ લેવા એ ઘણા બધાનું સપનું હોય છે. ઘણા લોકો એપલના ડિવાઈસીસ પાછળ ઘેલા હોય છે. જો તમે પણ એપલની પ્રોડક્ટ્સ વાપરવા ઈચ્છો છો, પરંતુ બજેટના ઈસ્યુ થાય છે, તો હાલ એપલે એક ઓફર લોન્ચ કરી છે. આ ઓફર અંતર્ગત એપલનું મેકબુક 20 હજાર રૂપિયા સસ્તું મળી રહ્યું છે. એપલે પોતાના યુઝર્સને એક સરપ્રાઈઝ ઓફર આપી છે. કંપનીએ તાજેતરમાં જ M3 ચિપવાળું નવા MacBook Air લેપટોપ લોન્ચ કર્યું છે. સાથે જ કંપનીએ જૂના 13 ઈંચની સાઈઝ વાળા MacBook Air M2 (2022)ની કિંમતમાં 20 હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે આ મેકબૂક તમે એપલ સ્ટોર પરથી માત્ર 99,900 રૂપિયામાં ખરીદી શકો છો. ઉલ્લેખનીય છે કે આ મેકબૂકની મૂળ કિંમત 1,19,900 રૂપિયા છે. જો તમે સ્ટુડન્ટ છો કે પછી ટીચર છો, તો આ મેકબૂક તમે માત્ર 89,900 રૂપિયામાં ખરીદી શકો છો.

Appleની યુઝર્સને સરપ્રાઈઝ, MacBookના ભાવમાં 20 હજારનો કર્યો ઘટાડો

આ તારીખથઈ મળશે નવું મેકબૂક

એપલે પોતાનું નવું મોડેલ MacBook Air with M3 લોન્ચ કર્યું છે. 13 ઈંચના MacBook Air with M3ની કિંમત 1,14,900 રૂપિયાથી શરૂ થાય છે અને જો તમે તેને એજ્યુકેશન પર્પઝ માટે વાપરો છો તો તેની કિંમત 1,04,900 રૂપિયા છે. તમે ચાર માર્ચથી MacBook Air with M3ને ઓનલાઈન એપલ સ્ટોર અથવા ઓફલાઈન સ્ટોર પરથી ખરીદી શકો છો. 8 માર્ચથી આ મેકબૂક યુઝર્સને મળવા લાગશે અને એપલ સ્ટોર કે એપલા ઓથોરાઈઝ્ડ સેલર પાસેથી તમને મળશે.

MacBook Air with M2ની કિંમતમાં ઘટાડો.

એપલ જ્યારે પણ નવી પ્રોડક્ટ લોન્ચ કરે, ત્યારે તેના જૂના મોડેલની કિંમત ઘટાડી દે છે. આ એપલની સ્ટાઈલ છે. એટલે જો તમે મેકબૂક ખરીદવા ઈચ્છો છો, પરંતુ તમારું બજેટ ઓછું છે તો તમે MacBook Air with M2 ખરીદી શકો છો. પરંતુ જો તમારી પાસે બજેટમાં છૂટ છે, તો લેટેસ્ટ ફંક્શન્સ ધરાવતું MacBook Air with M3 તમારા મટે બેસ્ટ રહેશે. એમાંય સ્ટુડન્ટ અને ટીચર માટે તો તેની કિંમત 10 હજાર હજી ઘટી જાય છે. જો કે આ ડિસ્કાઉન્ટ લેવા માટે તમારે સ્ટુન્ડ્ટ આઈડી અથવા અન્ય ડોક્યુમેન્ટ્સ દેખાડવા જરૂરી છે.

MacBook Air with M2ના ફીચર્સ

2022ના MacBook Air with M2માં 1080p કેમેરા છે, એટલે વીડિયો કોલિંગ માટે સારુ રિઝલ્ટ મળે છે. આ મોડેલમાં સ્પીકર નેટ નથી. કંપનીએ કીબોર્ડ અને ડિસ્પ્લેની વચ્ચે જ બે નાના અને બે મોટા સ્પીકર્સ આપ્યા છે. ખાસ વાત એ છે કે આમાં ડૉલ્બી એટમોસની સાથે સાથે એપલની પોતાની ઓડિયો ટેક્નોલોજી પણ સપોર્ટ કરે છે.

Best Mobiles in India

English summary
Massive MacBook Air with M2 Discount Unveiled by Apple

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X