Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Meta CEO ઝુકરબર્ગને ન ગમ્યા Apple Vision Pro, કહ્યું આવું
મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગને Apple Vision Pro નથી ગમ્યુ. ઝુકરબર્ગે વિઝન પ્રોને ટેસ્ટ કર્યું અને પછી પોતાનો રિવ્યુ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. તેમના કહેવા પ્રમાણે ક્વેસ્ટ Apple Vision Pro કરતા વધારે સારી પ્રોડક્ટ છે, અને તેના કરતા સસ્તી પણ છે. ઉલ્લેખનીય છે કે Apple Vision Pro એક વીઆર હેડસેટ ડિવાઈસ છે, જેને તાજેતરમાં જ એપલ દ્વારા અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યું છે.

મેટાના ફાઉન્ડર અને સીઈઓ માર્ક ઝુકરબર્ગે Appleના મિક્સ્ડ રિયાલિટી હેડસેટ વિઝન પ્રોને અજમાવ્યા અને પછી કહ્યું કે તેમની કંપનીના ક્વેસ્ટ 3 AR/VR હેડસેટ વધુ સારી પ્રોડક્ટ છે. જે સસ્તા પણ છે અને વધુ ઈમર્સિવ છે. ઝકરબર્ગે કહ્યું કે ક્વેસ્ટ કરતા એપલના વિઝન પ્રો સાત ગણા મોંઘા છે.
ઝકરબર્ગે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લખ્યું છે કે ક્વેસ્ટ વધારે સારો એક્સપીરિયન્સ આપે છે, અને વધારે સારી પ્રોડક્ટ છે. ક્વેસ્ટ એ બધી પ્રોડક્ટ કરતા સારી છે, જેના માટે લોકો મિક્સ્ડ રિયાલિટીનો ઉપયોગ કરે છે. તેમના કહેવા પ્રમાણે ક્વેસ્ટ 3નું વજન 120 ગ્રામ છે, જેને કારણે તેને લાંબા સમય સુધી પહેરવું સરળ છે. ઝકરબર્કે એમ પણ કહ્યું છે કે વાયર્ડ બેટરી પેક ન હોવાને કારણે અને Apple Vision Proની સરખામણીએ વધુ વ્યુઈંગ ક્ષેત્ર આપવાને કારણે તે વધારે સારી સ્પીડ પૂરી પાડે છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે Apple Vision Pro પહેરીને જ્યારે તમે ફરો છો, ત્યારે તેનું મોશન બ્લર થઈ જાય છે, જેની સામે ક્વેસ્ટ ક્રિસ્પ છે.
રિઝોલ્યુશનના વખાણ કર્યા
જો કે માર્ક ઝકરબર્ગે Apple Vision Proની સ્ક્રીનના રિઝોલ્યુશનના વખાણ કર્યા છે. પરંતુ તેઓ એ વાતથી ચોંકી ગયા કે એપલે ઈનપુટ માટે ડિવાઈસની ક્વોલિટી, કમ્ફર્ટ, એર્ગોનોમિક્સ અને ડિસ્પ્લેની અન્ય બાબતોમાં ફેરફાર કરવા પડ્યા છે. ઝુકરબર્ગે કહ્યું કે ક્વેસ્ટ કંટ્રોલર્સને સપોર્ટ કરે છે, જે ગેમ માટે સારા છે. બંને હેડસેટ હેન્ડ ટ્રેકિંગને સપોર્ટ કરે છે. એપલનું આઈ ટ્રેકિંગ ખરેખર સારુ છે. ક્વેસ્ટ પ્રોમાં પણ આ સેન્સર હતા પરંતુ મેટાએ ક્વેસ્ટ 3માંથી તેને હટાવી દીધા છે અને ભવઇષ્યમાં તેને પાછા મૂકીશું.
મેટા ક્વેસ્ટ 3 કરતા સાત ગણા મોંઘા છે Apple Vision Pro
જો કે ઝકરબર્ગે કહ્યું છે કે,'પ્રામાણિક્તાપૂર્વક કહું તો ને આશ્ચર્ય છે કે ક્વેસ્ટ Apple Vision Pro કરતા વધારે સારા છે, જેમાં તેની કિંમત પણ સામેલ છે.' Apple Vision Proની કિંમત 3,499 ડૉલર છે, જ્યારે મેટા ક્વેસ્ટનું 128 જીબી મોડેલ 499.99 ડૉલરમાં જ મળે છે.
તાજેતરમાં જ વેચાણ માટે મુકાયું Apple Vision Pro
તમને એ પણ જણાવી દઈએ કે એપલ વિઝન પ્રો લગભગ બે સપ્તા પહેલા જ અમેરિકામાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ઘણા યુઝર્સ તેનો રિવ્યુ કરી રહ્યા છે. કેટલાકને આ ગેજેટ પસંદ આવ્યું છે, તો કેટલાક તેની ખામીઓ ગણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં હજી સુધી આ ગેજેટ લોન્ચ નથી થયું.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications