Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple લોન્ચ કરશે Smart Ring, Samsung Galaxy Ringને આપશે ટક્કર
Apple દુનિયભરમાં પોતાના iPhones, ટેબ્લેટ્સ અને સ્માર્ટવૉચ માટે પ્રખ્યાત છે. હવે આ અમેરિક બ્રાન્ડ પોતાના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સ્માર્ટ રિંગ ઉમેવારની પણ તૈયારીમાં છે. આ સ્માર્ટ રિંગ યુઝર્સના આરોગ્યનું ધ્યાન રાખશે. જે યુઝર્સ આ સ્માર્ટ રિંગ પહેરશે, તે પોતાની ફિટનેસને ટ્રેક કરી શક્શે. આ રિંગના લોન્ચ થવાથી ગ્લોબલ માર્કેટમાં સેમસંગ ગેલેક્સી રિંગની સાથે સાથે બોટ અને નોઈઝની સ્માર્ટ રિંગ સામે પણ નવી કોમ્પિટિશન ઉભી થશે.

Appleની રિંગ કેવી હશે?
ETNewsના લેટેસ્ટ રિપોર્ટ મુજબ એપલે પોતાની પહેલી સ્માર્ટ રિંગ માટે પેટન્ટ ફાઈલ કરી છે. જેના પરથી ખ્યાલ આવે છે કે એપલની પહેલી સ્માર્ટ રિંગમાં ટચ અનેબલ્ડ ડિસ્પ્લે, એક્સેલેરોમીટર્સ, ગિરોસ્કોપ અને હાર્ટ રેટ સેન્સર મળશે.આ ઉપરાંત આ વૉચમાં શોર્ટ રેન્જ વાયરલેસ કમ્યુનિકેશન સપોર્ટ પણ મળશે, જેને કારણે યુઝર્સ પોતાના આઈફોનને રિંગ સાથે કનેક્ટ કરી શક્શે.
આ પહેલા પણ કંપનીએ સ્માર્ટ રિંગમાં વપરાતી ઈલેક્ટ્રોનિક સિસ્ટમ માટે નવેમ્બર 2023માં યુએસ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસમાં પેટન્ટ ફાઈલ કરી હતી.
ક્યારે લોન્ચ થશે સ્માર્ટ રિંગ?
એપલે હજી સુધી પોતાની રિંગના લોન્ચિંગ અંગે કોઈ માહિતી નથી આપી. પરંતુ લિક્સમાં દાવો કરવામાં આવ્યો છે કે એપલ પોતાની પહેલી સ્માર્ટ રિંગને 2024ના અંત સુધીમાં ગમે ત્યારે લોન્ચ કરી શકે છે. જો કે, આ રિંગની કિંમત કેટલી હશે, તે અંગે હજી સુધી કોઈ માહિતી સામે નથી આવી.
પ્રીમિયમ મટિરિયલમાંથી બનેલી હશે સ્માર્ટ રિંગ
ડિઝાઈનની વાત કરીએ તો આ સ્માર્ટ રિંગ પ્રીમિયમ મટિરિયલમાંથી બનેલી હશે, જેમ કે ટાઈટેનિયમ અથવા તો સિરામિક. એવી પણ ચર્ચા છે કે એપલની આ સ્માર્ટ રિંગ વૉટર રેઝિસ્ટન્સ અને ડસ્ટ પ્રૂફ હશે.
જેસ્ચરથી કરી શકાશે કંટ્રોલ
કંપનીએ ભલે ઓફિશિયલી પોતાની રિંગ અંગે માહિતી ન આપી હોય, પરંતુ ચર્ચા છે કે આ રિંગ જેસ્ચર દ્વારા કંટ્રોલ કરી સકાશે. ટચ સેન્સિટિવ સરફેસથી સજ્જ આ રિંગને એપલની બીજી પ્રોડક્ટ્સની જેમ જેસ્ચરથી કંટ્રોલ કરી શકાશે, સાથે જ તેમાં હેપ્ટિક ફીડબેક પણ હશે.
Samsung, Noiseની રિંગ ઓલરેડી માર્કેટમાં
ઉલ્લેખનીય છે કે સ્માર્ટ રિંગ સેગમેન્ટ હજી યુઝર્સ માટે નવું છે. પરંતુ માર્કેટમાં સેમસંગ, નોઈઝ અને બોટ જેવી કંપનીઓ પહેલા જ પોતાની રિંગ લોન્ચ કરી ચૂકી છે. જો એપલ પણ નવી સ્માર્ટરિંગ લોન્ચ કરશે, તો આ કંપનીઓએ ગળાકાપ હરિફાઈ નો સામનો કરવો પડશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
