Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 588 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone 16 સિરીઝની સાથે લોન્ચ થશે એપલના નવા Air Pods, મળશે અપગ્રેડેડ ફીચર્સ
Apple કંપની બે નવા એરપોડ્સ મોડેલ પર કામ કરી રહી છે. આ નવા એરપોડ્સ અપકમિંગ iPhone 16 સિરીઝના સ્માર્ટફોન સાથે લોન્ચ થવાની શક્યતા છે. આ નવા આઈફોન 2024માં સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ થવાની શક્યતા છે. આ લોન્ચ માટે એપલ દ્વારા દર વર્ષની જેમ એક ખાસ ભવ્ય ઈવેન્ટનું પણ આયોજન કરાશે. આ ઈવેન્ટ દરમિયાન જ એપલ દ્વારા નવા એરપોડ્સ લોન્ચ થવાની શક્યતા છે. આ નવા એરપોડ્સમાં ઘણા નવા અપગ્રેડેડ ફીચર્સ જોવા મળશે.

કેટલી હશે કિંમત?
એપલની સપ્લાય ચેન અંગે સમાચાર આપતા રહેલા Jeff Puનું કહેવું છે કે એરપોડ્સ આ વર્ષના પાછળના છ મહિના દરમિયાન વેચાણ માટે ઉપલબ્ધ થઈ શકે છે. આ નવા એરપોડ્સનો ભાવ કંપની 99 ડૉલરની આજુબાજુ રાખી શકે છે. આ ઉપરાંત અન્ય એક રિપોર્ટમાં એમ પણ દાવો કરવામાં આવ્યો છે કે કંપની એરપોડ્સના બે જુદા જુદા મોડેલ લોન્ચ કરી શકે છે. એક મોડેલ સ્ટાન્ડર્ડ હશે, જે થર્ડ જેન એરપોડ્સના બદલે લોન્ચ થશે અને બીજું મોડેલ હાઈ મોડેલ એરપોડ્સના અવેજમાં લોન્ચ કરવામાં આવશે.
મળી શકે છે અપગ્રેડેડ ફીચર્સ
આ નવા એરપોડ્સમાં ANC અને ચાર્જિંગ કેસમાં સ્પીકરની સુવિધા મળી શકે છે, જેને કારણે ફાઈન્ડ માય લોકેશન ટ્રેકિંગ ફીચરનો ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત બંને મોડેલ્સમાં ચાર્જિંગ માટે યુએસબી પોર્ટ મળશે. એક રિપોર્ટ મુજબ એપલ હિયરિંગ એડ જેવા નવા સોફ્ટવેર પર પણ કામ કરી રહ્યું છે, જે iOS 18ની સાથે રિલીઝ થઈ શકે છે. આ ઉપારંત એપલ દ્વારા વર્ષના અંતે અપડેટેડ એરપોડ્સ મેક્સ લોન્ચ થવાની પણ શક્યતા છે, જેમાં યુઝર્સને ચાર્જિંગ માટે યુએસબી સી પોર્ટ મળશે.
ભારતમાં થશે પ્રોડક્શન?
બીજી તરફ એવી પણ ચર્ચા છે કે કંપની 2024ના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતમાં પોતાના કારખાનામાં એસેમ્બલિંગ વધારી શકે છે. એટલે શક્યતા છે કે આ અપકમિંગ એરપોડ્સનું મોટા ભાગનું પ્રોડક્શન આપણે ત્યાં ભારતમાં થઈ શકે છે. ચોથી જનરેશનના આ એરપોડ્સ લોન્ચ થયા બાદ એપલ પોતાની સિસ્ટમ પ્રમાણે સેકન્ડ જેન અને થર્ડ જેન એરપોડ્સ મોડેલનું પ્રોડક્શન બંધ કરી શકે છે. જો કે, માર્કેટમાં જ્યાં સુધઈ આ ડિવાઈસ અવેલેબલ હશે, ત્યાં સુધી ખરીદી શકાશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications