Apple hacks: iPhoneમાં આવી ગયેલા malwareને આ રીતે હટાવો

By Gizbot Bureau
|

એપલના સ્માર્ટ ફોન અને ડિવાઈસ સિક્યોરિટી માટે સૌથી સ્ટ્રોંગ ગણાય છે. એપલ ડિવાઈસ વાપરતા યુઝર્સના ફોન હેક ન થાય, તેમાં માલવેર ન આવે તે માટે કંપની અદ્યતન સેફ્ટી ફઈચર્સ યુઝ કરે છે. આ ઉપરાંત કંપની સમયાંતરે બગ્સ અને ઈસ્યુઝને ફિક્સ કરવા માટે અપડેટ પણ આપતી રહે છે, જેથી હેકર્સ તેનો ફાયદો ન ઉઠાવી શકે. જો કે, એપલ ગમે તેટલા સ્ટ્રોંગ સેફ્ટી ફીચર્સ આપે, તેમ છતાંય માલવેર સામે આઈફોન 100 ટકા સેફ નથી. તમારા આઈફોનમાં શંકાસ્પદ એપ્સ, લિંક્સવાળા મેસેજ અથવા તો ફ્રોડ મેઈલ્સ કે વેબસાઈટમાંથી પણ માલવેર આવી શકે છે. જો તમને પણ એવું લાગતું હોય કે તમારા આઈફોનમાં માલવેર આવી ચૂક્યા છે, તો અમે તમને પાંચ ટિપ્સ આપીશું, જેનાથી તમે માલવેર દૂર કરીને તમારી સેફ્ટી રાખી શકશો. પરંતુ એ પહેલા એ જાણી લઈએ કે તમારા ફોનમાં માલવેર છે કે નહીં તે કેવી રીતે ચેક કરશો?

Apple hacks: iPhoneમાં આવી ગયેલા malwareને આ રીતે હટાવો

તમારા iPhoneમાં Malware છે કે નહીં તે ચેક કરો.

અહીં નીચે અમે તમને એવી 7 ઘટનાઓ જણાવી રહ્યા છીએ, જો તે તમારા ફોનમાં થતી હોય, તો તમારા આઈફોનમાં માલવેર હોઈ શકે છે.

1. જો તમારા આઈફોનની બેટરી વધારે પડતી ઝડપથી ઉતરી જાય છે.

2. જો તમારા ફોનમાં વધારે પડતી પોપ અપ એડ્સ જોવા મળે છે.

3. કોઈ કારણ વગર વારંવાર તમારા ફોનમાં રહેલી એપ્સ ક્રેશ થઈ જાય છે.

4. તમે ઈન્સ્ટોલ ન કરી હોય, એવી એપ તમારા જાણ બહાર તમારા ફોનમાં છે.

5. જો તમારો ઈન્ટરનેટનો ડેટા વધુ પડતો વપરાતો હોય.

6. તમારો આઈફોન વધારે પડતો ધીમો ચાલતો હોય.

7. તમારો આઈફોન ઓવરહિટ થઈ રહ્યો હોય.

તમારા iPhoneમાંથી માલવેર કેવી રીતે રીમૂવ કરશો?

Update your iOS

એપલ સમયાંતરે નવી સિક્યોરિટી અપડેટ્સ લોન્ચ કરતી રહે છે, જેને કારણે ઓપરેટિંગ સિસ્ટમમાં રહેલા બગ્સ કે લૂપ હોલ્સ ઓછા થઈ જાય છે. જો તમે ઓએસ અપડેટ નથી કરી, તો સૌથી પહેલા લેટેસ્ટ ઓએસ પર સ્વિચ થઈ જાવ.

Clean your iPhone’s browsing data

ઘણીવાર બ્રાઉઝિંગ ડેટામાંથી પણ તમારા ફોનમાં માલવેર આવી શકે છે, એટલે દર 2-3 દિવસે તમારો બ્રાઉઝિંગ ડેટા ક્લિયર કરતા રહો. તમે જે પણ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, તે બધામાંથી હિસ્ટ્રી હટાવતા રહો.

Remove suspicious apps

ઘણીવાર કેટલીક એપ્સ તમારા ફોનમાં માલવેર લઈને આવે છે. એટલે જો તમારા ફોનમાં કોઈ શંકાસ્પદ અથવા તો એવી એપ છે, જે તમે ઈન્સ્ટોલ નથી કરી, તો તેને તાત્કાલિક અનઈન્સ્ટોલ કરો.

Restore your iPhone

જો ઉપર જણાવેલા બધા જ ઉપાયો કામ ન કરે, અને હજીય તમારા ફોનમાં માલવેર હોવાની શંકા છે, તો તમે ફોનને રિસ્ટોર કરી શકો છો. આ માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.

1. સૌથી પહેલા સેટિંગ્સમાં જઈને જનરલ સેટિંગ્સ ઓપન કરો.

2. હવે ટ્રાન્સફર અથવા રિસેટ આઈફોન પર ટેપ કરો.

3. અહીં તમારે Erase All Content and Settings. પર ક્લિક કરવાનું છે.

4. હવે iCloud Backupમાંથી Restore બટન પર ટેપ કરો.

Factory reset your iPhone

જો ફોન રિસ્ટોર થવાથી પણ માલવેર દૂર નથી થતા તો તમે આખા આઈફોનને ફેક્ટરી સેટિંગ્સમાં રિસ્ટોર કરી શકો છો અને ફરી તમારા સેટિંગ્સ કરી શકો છો.

1. સૌથી પહેલા સેટિંગ્સમાં જઈને જનરલ સેટિંગ્સ ઓપન કરો.

2. હવે ટ્રાન્સફર અથવા રિસેટ આઈફોન પર ટેપ કરો.

3. અહીં તમારે Erase All Content and Settings. પર ક્લિક કરવાનું છે.

4. હવે Set Up as New iPhone ઓપ્શન સિલેક્ટ કરો.

Best Mobiles in India

English summary
Apple hacks how to remove malware from iPhone tips

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X