Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple Watch Series 9ની કિંમતમાં થયો મોટો ઘટાડો, હવે આટલી સસ્તી થઈ વૉચ
જ્યારે જ્યારે વાત પ્રીમિયમ સ્માર્ટવૉચની આવે ત્યારે ત્યારે એપલ વૉચનો ઉલ્લેખ જરૂર થાય છે. કંપનીએ પોતાની લેટેસ્ટ Apple Watch Series 9 ભારતીય માર્કેટમાં લોન્ચ કર્યાને વધારે સમય નથી થયો, ત્યાં જ હવે આ વૉચ પર બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ નવી સ્માર્ટવૉચમાં કંપનીએ ડબલ ટેપ જેસ્ચરની સુવિધા આપી છે અને આ વૉચ 41mm, 45mm એમ બે સ્ક્રીન સાઈઝમાં ખરીદી શકાય છે.

ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર આ વૉચ પર ખાસ ડીલ મળી રહી છે, જો કે આ સ્કીમ લિમિટેડ ટાઈમ માટે જ છે. જે અંતર્ગત યુઝર્સ Apple Watch Series 9 સસ્તામાં ખરીદી શકે છે. એલ્યુમિનિયમ અને સ્ટીલ ફિનિશમાં મળતી આ સ્માર્ટ વૉચમાં બિલ્ટ ઈન જીપીએસ ઉપરાંત સેલ્યુલર કનેક્ટિવિટીનો ઓપ્શન પણ મળે છે. આ ઉપરાંત આ વૉચમાં હેલ્થ મોનિટરિંગ ફીચર્સ મળે છે.
Apple Watch Series 9 પર ડિસ્કાઉન્ટ ઓફર
ભારતમાં એપલ વૉચ સિરીઝ 9ની કિંમત 41mmના જીપીએસ મોડેલ માટે 41,900 રૂપિયા રાખવામાં આવી હતી. હવે આ જ મોડેલ 32,999 રૂપિયામાં મળી રહ્યું છે. આ ઉપરાંત આ જ સિરીઝની 45mm મોડેલ વૉચ 44,900માં લોન્ચ થઈ હતી, જે હવે 35,999 રૂપિયામાં મળી રહી છે. આ ઉપરાંત ફ્લિપકાર્ટ બેન્ક અને એક્સચેન્જ ઓફર્સનો લાભ પણ આપી રહી છે.
જો તમે ICICI Bank, Axis Bank, Citi Bankના ક્રેડિટ કાર્ડ દ્વારા આ વૉચ ખરીદો છો, તો તમને 2,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ડિસ્કાઉન્ટ બાદ આ બંને વેરિયંટની કિંમત 30,499 રૂપિયા અને 33,499 રૂપિયા થઈ જશે.
Apple Watch Series 9ના ફીચર્સ
નવી વૉચ લાઈનઅપમાં એપલની સેકન્ડ જનરેશન Ultra Wideband ચિપસેટ આપવામાં આવી છે, આ વૉચમાં WatchOS 10 આઉટ ઓફ ધી બોક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. કંપનીનો દાવો છે કે આ વૉચ 36 કલાકની નોનસ્ટોપ બેટરી લાઈફ ધરાવે છે. આ ઉપરાંત તેમાં ડબલ ટેપ જેસ્ચરની સાથે કોલ એન્ડ કરવાથી લઈને મ્યુઝિક કંટ્રોલ કરવાની કે પછી એલાર્મ બંધ કરવા જેવા ઓપ્શન પણ મળે છે. આ બધા જ ઓપ્શન પાછલા મોડેલ્સમાં નહોતા આપવામાં આવ્યા.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications