Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Smartphone ખરીદો અને મેળવો Smartwatch ફ્રી, કિંમત પણ છે સાવ ઓછી
આઈટેલે ભારતીય ગ્રાહકો માટે પોતાનો નવો સ્માર્ટફોન itel S24 લોન્ચ કર્યો છે. આ ફોનમા કંપની 108 મેગાપિક્સલનો કેમેરા અને 5000 mAh બેટરી આપી રહી છે. ખાસ વાત એ છે કે આ સ્માર્ટફોનની કિંમત 10,999 રૂપિયા જ છે, અને આ ફોન ખરીદવા પર તમને આ જ કંપનીની એક સ્માર્ટ વૉચ ફ્રી મળે છે.
પહેલા 500 ગ્રાહકોને મળશે લાભ
કંપની itel S24 સ્માર્ટફોનની સાથે 999 રૂપિયાની કિંમત ધરાવતી અદ્યતન સ્માર્ટ વૉચ ફ્રી આપી રહી છે. એટલે કે માત્ર સ્માર્ટફોનની કિંમતમાં તમને વધુ એક ગેજેટ ફ્રી મળી રહ્યું છે. જો કે, કંપની આ ઓફર માત્ર લિમિટેડ ગ્રાહકોને જ આપી રહી છે. itel S24 સ્માર્ટફોન ખરીદનાર પહેલા 500 ગ્રાહકોને જ આ સ્માર્ટવૉચનો લાભ મળવાનો છે. એટલું જ નહીં જો તમે આ ફોન ખરીદતા સમયે બેન્ક ઓફરનો લાભ લો છો, તો તમને 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.

ક્યાંથી ખરીદશો ફોન?
આઈટેલનો આ નવો સ્માર્ટફોન તમે એમેઝોન પરથી ખરીદી શકો છો. કંપનીએ આ ફોન માત્ર 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટ સાથે જ લોન્ચ કર્યો છે. આ સ્માર્ટ ફોન તમે Dawn White અને Starry Black એમ બે કલરમાં મેળવી શકો છો.
Itel s24 સ્માર્ટફોનના ફીચર્સ
પ્રોસેસર
આ ફોનમાં કંપનીએ Mediatek Helio G91 ચિપસેટ આપ્યો છે.
ડિસ્પ્લે
આઈટેલના આ લેટેસ્ટ ફોનમાં 6.6 ઈંચની HD+ 720*1612 પિક્સલ રિઝોલ્યુશન ધરાવતી ડિસ્પ્લે મળે છે. જેનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે.
રેમ અને સ્ટોરેજ
આઈટેલનો ફોન 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ધરાવે છે. સાથે જ તેમાં 8 જીબી વર્ચ્યુઅલ રેમની પણ સુવિધા છે.
કેમેરા
આ ફોનમાં 108 મેગાપિક્સલનું સેમસંગનું HM6 ISOCELL સેન્સર મળે છે. સાથે જ ફોનમાં ઈલેક્ટ્રોનિક ઈમેજ સ્ટેબિલાઈઝેશનની પણ સુવિધા છે. આ ફોનમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ છે.
બેટરી
આઈટેલનો આ ફોન ફાસ્ટ ચાર્જિંગ ધરાવતી 5000 mAhની બેટરી ધરાવે છે. જેનાથઈ સતત 5 કલાક ગેમ રમી શકાય છે, જ્યારે 7.5 કલાક સુધઈ વીડિયો જોઈ શકાય છે.
આ ઉપરાં આ સ્માર્ટફોનમાં DTS સ્પીકર્સ, સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેસર અને કનેક્ટિવિટી માટે વાઈ ફાઈ, બ્લૂટૂથ, જીપીએસ, 4જી અને યુએસબી ટાઈપ સી પોર્ટ મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
