એવી 10 કંપનીઓ, જેમના સ્માર્ટફોન ભારતમાં ફેઈલ થઈ ગયા

By Gizbot Bureau
|

ભારતમાં સ્માર્ટફોન માર્કેટમાં હરિફાઈ ગળાકાપ ચાલી રહી છે. જો તમે ધ્યાન આપ્યું હોય, તો છેલ્લા એક દાયકામાં સંખ્યાબંધ નવી બ્રાન્ડ્ઝ ભારતમાં લોન્ચ થઈ છે, જ્યારે કેટલીક જૂની બ્રાન્ડઝ બંધ થઈ ચૂકી છે. આજે આ આર્ટિકલમાં અમે તમને એવી 10 બ્રાન્ડઝ વિશે વાત કરીશું, જેમણે ભારતીય માર્કેટમાં હરિફાઈ સામે હાર માની લીધી કે પછી તેમણે મજબૂરીમાં ભારત છોડી દેવું પડ્યું.

એવી 10 કંપનીઓ, જેમના સ્માર્ટફોન ભારતમાં ફેઈલ થઈ ગયા

સોની

સોની પોતાના શાનદાર સ્માર્ટ ટીવી અને ઓડિયો ઈક્વિપમેન્ટ્સ માટે જાણીતી છે. પરંતુ 2019માં સોનીએ ભારતમાં સ્માર્ટફોન માર્કેટમાંથી પાછી પાની કરી લીધી. ભારત ઉપરાંત સોનીએ સેન્ટ્રલ અને સાઉથ અમેરિકા, વેસ્ટ એશિયા અને સાઉથ એશિયામાંથી પણ પોતાના સ્માર્ટફોન સેગમેન્ટ બંધ કરી દીધા છે.

જિયોની

ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ જિયોનીએ ભારતમાં કેટલાક વર્ષો સુધી સારું પર્પોમ કર્યું, પરંતુ 2019માં તેમણે પણ ભારતમાં ફોન વેચવાનું બંધ કરી દીધું. આ કંપનીના ફોન્સ ભારતમાં ખાસ ચાલ્યા નહોતા

લીનોવો

લીનોવો આખા વિશ્વની સૌથી લોકપ્રિય લેપટોપ બ્રાન્ડ્ઝમાંની એક છે અને કંપની ભારતમાં પોતાના નવા નવા લેપટોપ લોન્ચ કરી રહી છે. પરંતુ લીનોવો સ્માર્ટફોન ક્ષેત્રે ભારતમાં ખાસ સફળ નથી થઈ શકી. 2017માં કંપનીએ પોતાના સ્માર્ટફોન સેગમેન્ટને બંધ કરી દીધું હતું.

એચટીસી

HTC એક એવી બ્રાન્ડ હતી, જેના સ્માર્ટફોન ભારતમાં ખૂબ જ લોકપ્રિય થયા હતા. અલગ ડિઝાઈન અને ઈન્ટરફેસને કારણે એચટીસીના ફેન્સ પણ ઘણા હતા, પરંતુ કોમ્પિટિશનને કારણે 2018માં એચટીસીએ પણ ભારતમાં પોતાના ફોનનું વેચાણ બંધ કરી દીધું.

પેનાસોનિક

પેનાસોનિક જાપાનીઝ ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કંપની છે, પરંતુ તેના સ્માર્ટફોન ભારતમાં સફળ નથી થાય. જો કે પેનાસોનિકે પોતાના સ્માર્ટફોન રેન્જના વધુ મોડેલ્સ લોન્ચ નહોતા કર્યા, એમાંય જે કર્યા તે ભાગ્યે જ ચાલ્યા. એટલે કંપનીએ ભારતમાં સ્માર્ટફોન વેચવાનું બંધ કરી દીધું.

LG

LG હોમ અપ્લાયન્સિસ અને ટેલિવિઝન ક્ષેત્રે જાણીતી બ્રાન્ડ છે, પરંતુ તેનાય સ્માર્ટપોન ભારતમાં લોકપ્રિય નથી થાય. એટલે 2021માં કંપનીએ ભારતમાં પોતના સ્માર્ટફોન બંધ કરી દીધા.

બ્લેકબેરી

પોતાના ક્વર્ટી કીબોર્ડ માટે જાણીતી કંપની બ્લેકબેરી એક સમયે બિઝનેસ અને પ્રોફેશનલ લોકોની ઓળક હતો. પરંતુ એન્ડ્રોઈડ અને આઈઓએસની વધતી લોકપ્રિયતાએ ભારતમાંથી બ્લેકબેરીના સૂપડા સાફ કરી દીધા. આખરે ઓગસ્ટ 2020માં કંપનીએ ભારતમાં મોબાઈલ સેગમેન્ટ બંધ કરી દીધું

LeEco

એક સમયે ભારતમાં લી ઈકો સ્માર્ટફોનની સાથે સ્માર્ટ ટીવી પણ વેચતી હતી. પરંતુ નફાના બદલે નુક્સાન થવાને કારણે કંપનીએ 2017માં ભારતીય માર્કેટમાંથી બિસ્ત્રા પોટલા સંકેલી લીધા.

સ્પાઈસ

સ્પાઈસ મોબાઈલ કોલેજ જતા યંગસ્ટર્સની પસંદગીની બ્રાન્ડ હતો. બજેટ સેગમેન્ટમાં આ કંપનીના ઘણા મોડેલ્સ સારા ચાલ્યા હતા. પરંતુ વધતી હરિફાઈ વચ્ચે કંપની પોતાની લોકપ્રિયતા ગુમાવતી ગઈ અને તેમણે ભારતીય માર્કેટને અલવિદા કહેવું પડ્યું.

iBall

જો એક્સેસરીઝની વાત કરીએ તો આ બ્રાન્ડને બધા ઓળખે જ છે. પરંતુ સ્માર્ટફોન માર્કેટમાં કંપની સફલ નહોતી થઈ. કંપનીએ શરૂઆતમાં રૂરલ માર્કેટમાં પોતાની પકડ જમાવી, જો કે ઓપ્પો, વીવો, શાઓમી જેવી કંપનીઓની સામે તે ટકી ન શકી અને સ્માર્ટફોન સેગમેન્ટ બંધ કરવું પડ્યું.

Best Mobiles in India

English summary
HTC to Spice 10 smartphone companies who closed business in India

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X