Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એન્ડ્રોઈડ યુઝર્સ માટે બેસ્ટ છે આ ફોટો એડિટિંગ એપ, ફોટોને બનાવશે એકદમ ચકાચક
છેલ્લા કેટલાક વર્ષોમાં સમાર્ટપોન કંપનીઓએ સ્માર્ટફોનમાં ઘણી બધી અપડેટ્સ આપી છે. આ અપડેટ્સમાં ઘણા નવા એડિટિંગ ઓપ્શન પણ મળે છે. આવી સ્થિતિમાં જો હજી તમારે તમારા ફોટોઝને વધારે સારી રીતે, પ્રોફેશનલ રીતે એડિટ કરવાછે, તો તમે કેટલાક ટૂલ્સનો ઉપયોગ કરી શકો છો. તમારા ફોટોને ખાસ અને અલગ બનાવવા માટે અમે તમને કેટલીક એવી એપ્સ વિશે જણાવીશું, જે તમારા ફોટોને પ્રોફેશનલી એડિટ કરી આપશે.

એડોબ એપ્સ
એડોબ એપ્સ એક બેસ્ટ અને ટ્રસ્ટવર્ધી ઓપ્શન છે, જે લાંબા સમયથી ઉપયોગમાં છે. એડોબે છેલ્લા કેટલાક વર્ષોમાં સંખ્યાબંધ એડિટિંગ ટૂલ લોન્ચ કર્યા છે, જેમાં શાનદાર ફોટો એડિટિંગ એપ્સ પણ સામેલ છે. જેમાં Adobe Photoshop Express, Adobe Photoshop Mix અને Adobe Lightroom એપ્સ સામેલ છે. આ બધી જ એપ્સ જુદા જુદા ફીચર્સને કારણે જાણીતી છે. એડોબ લાઈટરૂમ નવા ફીચર્સની સાથે સમયાંતરે અપડેટ થયા રાખે છે. જેમાંથી કેટલાક ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે ક્રિએટિવ ક્લાઉડનું સબસ્ક્રીપ્શન લેવું જરૂરી છે.
એરબ્રશ
એરબ્રશ એપ ફોટોને વધુ સારો બનાવવા માટે અને ડિજિટલ આર્ટ બનાવવા માટેનું એક શક્તિશાળી ટૂલ છે. તેનાથી તમે ફોટો એડિટ કરવાની સાથે સાથે કસ્ટમાઈઝ બ્રશ, ફોટોને સ્મૂથ કરવો, ડાઘ હટાવવા અને ફિલ્ટરનો ઉપયોગ પણ કરી શકો છો. આ એપ યુઝ કરવામાં ઈઝી છે, સાથે જ તેમાં બ્રાઈટનેસ, કોન્ટ્રાસ્ટ અને સેચ્યુરેશન જેવા ઘણા એડિટિંગ ઓપ્શન પણ મળે છે. આ ઉપરાંત તેમાં બેકગ્રાઉન્ડ બ્લર અને ઓબ્જેક્ટ રિમૂવલ જેવા એડવાન્સ ફીચર મળે છે, જેને કારણે બિગિનર્સ અને અનુભવી બંને પ્રકારના યુઝર્સ તેનો ઉપયોગ કરી શકે છે. આ એપ દ્વારા તમે સેલ્ફી પણ એડિટ કરીને વધુ ક્રિએટિવિટી દર્શાવી શકો છો.
બઝાર્ટ
આમ તો આ એપ આઈઓએસ યુઝર્સમાં ઓલરેડી લોકપ્રિય છે, પરંતુ હવે એન્ડ્રોઈડ યુઝર્સ પણ તેનો લાભ લઈ શકે છે. આ એપમાં એવા ઘણા ફીચર્સ છે, જેમાં બેકગ્રાઉન્ડ ઈરેઝર ટૂલ, સેચ્યુરેશન, એક્સપોઝર, કોન્ટ્રાસ્ટ, ટિંટની અસર મળે છે. આ ઉપરાંત તેમાં ફિલ્ટર, ટેક્સ્ટ, બેકગ્રાઉન્ટ, સ્ટિકરના ફીચર્સ પણ અવેલેબલ છે. આ એપનો ઉપયોગ સાવ ફ્રીમાં કરી શકાય છે.
ઈન શોટ ફોટો એડિટર પ્રો
ઈન શોટ ફોટો એડિટર પ્રો એક એવી એપ છે, જેમાં તમને સારા ફોટો એડિટિંગ ફીચર્સ મળે છે. જેમાં ફિલ્ટર, સ્ટિકર જેવા ઘણા ફીચર્સ છે. આ તમામ ઈફેક્ટને સ્ટોર સ્ટાઈલ લેઆઉટમાં ઉપયોગમાં જોઈ શકાય છે, જેને તમે ડાઉનલોડ કરીને સિલેક્ટ કરી શકો છો. આ એપનો ઉપયોગ તમે કોઈ પણ ફોટોને એડિટ કરીને વધુ સારો બનાવવા માટે કરી શકો છો. જો તમે સતત આ એપનો ઉપયોગ કરો છો, તો તેને સબસ્ક્રાઈબ કરવું વધારે ફાયદાકારક રહેશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications