Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Apple Vision Pro કેમ પાછા આપી રહ્યા છે યુઝર્સ, ગણાવ્યા આટલા કારણો
Apple Vision Pro ખરીદ્યાના ગણતરીના દિવસોની અંદર જ યુઝર્સ આ ડિવાઈસને રિટર્ન કરી રહ્યા છે. એપલ પોતાની પ્રોડક્ટ્સ માટે 14 દિવસની રિટર્ન પોલિસી આપે છે, જે અતંર્ગત જો યુઝરને પ્રોડક્ટ પસંદ ન આવે તો, તેઓ પરત કરી શકે છે. એપલ વિઝન પ્રોને ઘણા ગ્રાહકો રિટર્ન કરી રહ્યા છે. જેની પાછળ એક નહીં પરંતુ ઘણા કારણ જવાબદાર છે. તો સવાલ એ છે કે શું એપલ પોતાની આ પ્રોડક્ટમાં નિષ્ફળ ગયું છે?

Appleનું મિક્સ્ટ રિઆલિટી હેડસેટ Apple Vision Pro તાજેતરમાં જ લોન્ચ થયું છે. 3,500 ડૉલર એટલે ભારતીય રૂપિયામાં 2,90,000 રાખવામાં આવી છે. હેડસેટની આ કિંમત પણ યુઝર્સ માટે માથાનો દુખાવો બની રહી છે. ધ વર્જના રિપોર્ટ મુજબ મોટી સંખ્યામાં યુઝર્સ આ ડિવાઈસ પરત કરી રહ્યા છે. રિટર્ન કરવાના ઘણા જુદા જુદા કારણ યુઝર્સ ગણાવી રહ્યા છે. જેમાં એક દાવો એવો પણ છે કે આ ડિવાઈસ કમ્ફર્ટેબલ નથી. જે યુઝર્સ આ ડિવાઈસનો ઉપયોગ કરી રહ્યા છે, તેમનું કહેવું છે કે Apple Vision Pro પહેરવાની મજા નથી આવતી. તેની ડિઝાઈન એવી છે કે આ ડિવાઈસમાં વધારે પડતું વજન આગળની તરફ છે, એટલે આંખો પર વજન ફીલ થાય છે.
બીજું કારણ છે કે આ ડિવાઈસ પહેર્યા બાદ યુઝર્સને માથાનો દુખાવો થઈ રહ્યો છે. ઘણા યુઝર્સે Apple Vision Pro પહેર્યાના થોડા સમયમાં જ માથાના દુખાવાની ફરિયાદ કરી છે. ઘણા યુઝર્સ આ કારણોને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શૅર પણ કરી ચૂક્યા છે.
Apple Vision Pro યુઝ કરનાર ઘણા ગ્રાહકોએ મોશન સિકનેસની ફરિયાદ પણ કરી છે. તો કેટલાક યુઝર્સને લાગે છે કે ડેયલી લાઈફમાં આ ડિવાઈસ જરા પણ કામનું નથી. એટલે કે રોજિંદા જીવનમાં આ ડિવાઈસ ઉપયોગી નથી થતું. ગેમ્સ રમવામાં પણ આ ડિવાઈસમાં ખાસ મજા નથી આવી રહી. સરવાળે કહીએ તો આ ડિવાઈસની કિંમત જેટલી છે, તેની સામે તેની ઉપયોગીતા કે તેને યુઝ કરવાનો અનુભવ એટલો સારો નથી રહ્યો.
Apple Vision Pro મિક્સ્ટ રિઆલિટી હેડસેટના 256 જીબી સ્ટોરેજ ધરાવતા બેઝ વેરિયંટની કિંમત 3,499 ડૉલર એટલે કે લગબગ 2,90,000 રૂપિયાથી શરૂ થાય છે. આ ડિવાઈસ 512 જીબી વેરિયંટની કિંમત 3,699 ડૉલર એટલે કે લગભગ 3,07,000 રૂપિયા છે. જ્યારે 1 ટીબી વેરિયંટની કિંમત 3,899 ડૉલર એટલે કે 3,23,000 રૂપિયા છે. આ ડિવાઈસનું વેચાણ અમેરિકામાં એપલ સ્ટોર્સ પર શરૂ થઈ ચૂક્યુ છે. આ ડિવાઈસમાં એક એક્સટર્નલ બેટરી પેક છે, જે કેબલ સાથે કનેક્ટેડ હોય છે. Apple Vision Proમાં છ માઈક્રોફોન, બે પ્રાઈમરી કેમેરા, છ સેકન્ડરી ટ્રેકિંગ કેમેરા, આઈ ટ્રેકિંગ માટે ચાર કેમેરા, એક LiDAR સ્કેનર અને છ અન્ય સેન્સર આપવામાં આવ્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications