Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone કે Android ફોનમાં વાઈરસ આવી જાય, તો આટલું કરો, ફોન થશે સેફ
ટેક્નોલોજીના વધતા પ્રભાવ વચ્ચે ઘણા નવા રસ્તા અને વિકલ્પો ખુલી ગયા છે. જો કે, ટેક્નોલોજીને લીધે જેમ કામ સરળ બન્યા છે, તેવી જ રીતે તેનાથી થતા નુક્સાન અને ખતરા પણ વધી રહ્યા છે. વારંવાર તમે સમાચારમાં સાઈબર સિક્યોરિટી કે પછી માલવેર એટેક વિશે સાંભળતા વાંચતા હશો. આવી સ્થિતિમાં જો તમારા ફોનમાં વાઈરસ આવી ગયા હોય, તો ચિંતા ન કરો અમે તમારી મદદ કરીશું.
હવે સવાલ એ છે કે તમને ખબર કેવી રીતે પડશે કે તમારા ફોનમાં વાઈરસ છે? સાઈબર સિક્યોરિટી નિષ્ણાતો સામાન્ય રીતે એ વાત પર સહમત છે કે એન્ડ્રોઈડ અને આઈપોનમાં વાઈરસ આવવા થોડા અઘરા છે, પરંતુ જુદા જુદા પ્રકારના માલવેર તમારા ફોનમાં સરળતાથી ઘૂસી શકે છે. એટલે તમે કોઈ પણ એન્ટીવાઈરસ એપનો ઉપયોગ કરીને વાઈરસ અંગે ચેક કરી શકો છો. ચેક કર્યા બાદ તમે મેન્યુઅલી આ વાઈરસથી રાહત મેળવી શકો છો. અહીં અમે તમને તેની રીત જણાવીશું.

એન્ડ્રોઈડ ફોનમાંથી આ રીતે હટાવો વાઈરસ
અમે આ આર્ટિકલમાં તમને કટેલીક રીત જણાવી રહ્યા છીે, જેને ફોલો કરીને તમે સરળતાથી વાઈરસથી રાહત મેળવી શકો છો.
Cache અને Download ક્લિયર કરો
- સૌથી પહેલા તમારા ફોનમાંથી સેટિંગ્સમાં જઈને એપ્સ અને નોટિફિકેશન પર જાવ અને ક્રોમ સિલેક્ટ કરો.
- બાદમાં સ્ટોરેજ અને કેશ મેન્યુમાં જીને કેશ ફાઈલ અને સ્ટોરેજ ક્લીન કરો.
સેફ મોડમાં ડિવાઈસ કરો રિસ્ટાર્ટ
- આના માટે પાવર બટનને કેટલીક સેકન્ડ્સ સુધી દબાવીને રાખો, બાદમાં ફોનને સેફ મોડમાં રિસ્ટાર્ટ કરવાના વિકલ્પ પર ટેપ કરો.
- તમારો ફોન રિબુટ થઈ ગયા બાદ તમારા ફોનની સ્ક્રીન પર ખૂણામાં સેફ મોડ લખેલું દેખાશે.
ફાલતૂ એપ્સ ડિલીટ કરો.
- ઘણીવાર આપણે એવી એપ્સ ડાઉનલોડ કરી લઈએ છીએ, જેમાં વાઈરસ હોઈ શકે છે. આ પ્રકારની એપ્સને ડિલીટ કરો.
- આના માટે સેટિંગ્સમાં જઈને એપ્સ અને નોટિફિકેશન પર ટેપ કરો અને પછી ઓલ એપ્સ પર જઈને ટેપ કરો
- હવે આગળની સ્ક્રીન પર જઈને, ડ્રોપ ડાઉન મેન્યુમાંથી ઈન્સ્ટોલ કરેલી એપ્સમાં જાવ.
- બાદમાં ચેક કરો કે કઈ એપ તમે ડાઉનલોડ નથી કરી, આવી એપને તાત્કાલિક અનઈન્સ્ટોલ કરીને ફોન રિસ્ટાર્ટ કરો.
ગૂગલ પ્લે પ્રોટેક્ટ એક્ટિવ કરો
- ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને પ્લે પ્રોટેક્ટ ફીચર ઓન રાખો. આ ફીચર એપ્સ ચેક કરે છે, અને જો એન્ડ્રોઈડ એપમાં માલવેર હોય તો તમને જાણ કરે છે.
- આ ફીચર ઓન કરવા માટે પ્લે સ્ટોર ઓપન કરો અને જમણી બાજુ દેખાતા તમારા આઈકન કે અવતાર પર ટેપ કરો અને મેન્યુમાં પ્લે પ્રોટેક્ટ એક્ટિવ કરો.
એન્ટી માલવેરનો ઉપયોગ કરો.
- આ પ્રકારની સમસ્યાથી બચવા માટે એક એન્ટીવાઈરસ એપ ફોનમાં રાખો.
- તેનાથી વાઈરસ અને માલવેરને ઓટોમેટિકલી રીમૂવ કરવામાં મદદ મળે છે.
iPhoneમાંથી વાઈરસ કેવી રીતે હટાવશો?
ઘણા બધા આઈફોન માલવેર હેકર્સ તમારા બ્રાઉઝરમાંથી એન્ટ્રી કરીને કરે છે. એટલે તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી અને ડેટા ક્લીન રાખશો, તો આઈફોનમાં મોટા ભાગે વાઈરસ આવશે જ નહીં. પરંતુ આઈફોનમાંથી માલવેર હટાવવા માટે તમારે ફોનને ફેક્ટ્રી રિસ્ટાર્ટ કરવો પડશે. આના માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
હિસ્ટ્રી એન્ડ વેબસાઈટ ડેટાને ક્લીન કરો.
- સૌથી પહેલા સેટિંગ્સમાં જઈને સ્ક્રોલ કરો અને સફારી પર ટેપ કરો.
- બાદમાં ક્લીન હિસ્ટ્રી એન્ડ વેબસાઈટ ડેટા પર ટેપ કરો.
- હવે તમારો ફોન રિસ્ટાર્ટ કરો.
- બાદમાં પાવર બટન દબાવી રાખો અને તમારો ફોન બંધ કરી દો.
- હવે કેટલીક સેકન્ડ્સ રાહ જોઈને ફોન પાછો ચાલુ કરો.
iOS વર્ઝન અપડેટ કરો
- આના માટે સેટિંગ્સમાં જઈને જનરલ પર ક્લિક કરો અને સોફ્ટવેર અપડેટ પર જાવ. બાદમાં સોફ્ટવેર અપડેટ આવી હોય તો તેને ઈન્સ્ટોલ કરો.
આઈફોનને ફેક્ટ્રી રિસેટ કરો.
- જો તમારો આઈફોન હજી કામ નથી કરતો, તો સેટિંગ્સમાં જઈને જનરલ અને પછી રિસેટ પર જાવ. બાદમાં ડિલીટ ઓલ કન્ટેન્ટ એન્ડ સેટિંગ્સ પર ટેપ કરો.
- અહીં પાછલા iCloud બેકઅપમાંથી રિસ્ટોર કરવાના બદલે ફોનને રિસેટ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications