Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone 16 સાત જુદા જુદા કલર્સમાં લોન્ચ થાય તેવી શક્યતા, તમે કયો લેશો?
નવા iPhone 16ની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. એક રિપોર્ટ મુજબ Appleના iPhone 16 અને iPhone 16 Plus આ વર્ષના અંત સુધીમાં નવી ડિઝાઈન સાથે લોન્ચ થવાની શક્યતા છે. છેલ્લે આવેલો iPhone 15 Pro વર્ટિકલ કેમેરા લેઆઉટ અ એક્શન બટન સાથે ગત વર્ષે લોન્ચ થયો હતો. હવે એક ટિપ્સ્ટરનો દાવો છે કે એપલ ચાલુ વર્ષે પોતાના નવા આઈફોન મોડેલમાં બે એડિશનલ કલર ઓપ્શન્સ રજૂ કરી શકે છે. આ પહેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે iPhone 16 Pro મોડેલ iPhone 15 Pro મોડેલના કલર્સ ઉપરાંત વધુ બે નવા કલર્સ સાથે લોન્ચ થવાનો છે.

આ કલર્સમાં લોન્ચ થશે iPhone 16 અને 16 Plus
ચાઈનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર ટિપ્સ્ટર ફિક્સ્ડ ફોકસ ડિજિટલની એક પોસ્ટ મુજબ અપકમિંગ આઈફોન 16 પ્લસની સાથે રેગ્યુલર આઈફોન 16 બ્લેક, બ્લૂ, ગ્રીન, પિંક, પર્પલ, વ્હાઈટ અને યલો એમ જુદા જુદા કલર્સમાં ઉપલબ્ધ થશે. આમાં પર્પલ અને વ્હાઈડ કલર નવા એડ થવાના છે, જ્યારે બાકીના કલર્સ સ્ટાન્ડર્ડ આઈફોન 15 મોડેલ પ્રમાણે જ હશે.
વધુ વાઈબ્રન્ટ કલર્સમાં લોન્ચ થઈ શકે છે આઈફોન
હાલ ચાલી રહેલી ચર્ચા મુજબ આઈફોન 16 સાત જુદા જુદા કલ્રસમાં લોન્ચ થવાનો છે. વર્તમાન જનરેશનના આઈફોન 15 અને આઈફોન 15 પ્લસ કલર ઓપ્શન પોતાના પાછલા મોડેલની સરખામણીએ રિયર પેનલ પર મેટ ફિનિશ સાથે લોન્ચ થયા હતા. ત્યારે આગામી આઈફોન એટલે કે આઈફોન 16 ખાસ કરીને બ્લૂ વેરિયંટ વધારે વાઈબ્રન્ટ કલર્સ સાથે લોન્ચ થઈ શકે છે.
બે નવા કલરમાં લોન્ચ થશે iPhone 16 Pro
ચાલુ વર્ષની શરૂઆતમાં આવેલા સમાચાર મુજબ iPhone 16 Pro અને iPhone 16 Pro Max બંને નવા ગ્રે અને ગોલ્ડ ફિનિશમાં લોન્ચ થઈ શકે છે. આ બંને આઈફોન 15 પ્રોની લાઈનઅપમાં બે મોડેલ્સની જગ્યા લઈ શકે છે. એપલ દર વર્ષે પોતાના પ્રો મોડેલ્સને માત્ર ચાર કલરમાં જ લોન્ચ કરે છે. પરંતુ આ વર્ષે iPhone 16 Pro મોડેલ નવા ડેઝર્ટ ટાઈટેનિયમ અને ટાઈટેનિયમ ગ્રે કલરમાં પણ લોન્ચ થઈ શકે છે.
ક્યારે લોન્ચ થશે નવો iPhone 16
એપલનો ઈતિહાસ જોઈએ તો નવા iPhone 16 સિરીઝ 2026ના અંત ભાગમાં લોન્ચ થઈ શકે છે. આ ફોનના લોન્ચ પહેલા એપલ 10 જૂનથી શરૂ થનારી પોતાની WDC 2024 ઈવેન્ટમાં iOS 18, macOS 15 સહિત અન્ય સોફ્ટવેર અપડેટ લોન્ચ કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications