Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp પર AIનો ઉપયોગ કરીને જનરેટ કરો ઈમેજ, બસ આટલું કરો
Metaએ પોતાના AI ચેટબોટ જેનું નામ Meta AI રાખ્યું છે, તેનું ટેસ્ટિંગ શરૂ આ મહિનાની શરૂઆતમાં જ કરી દીધું હતું. આ ફીચર મેટાની બે સૌથી વધુ જાણીતી એપ્સ વ્હોટ્સ એપ અને ઈન્સ્ટાગ્રામ પર જોવા પણ મળી રહ્યું છે. ગત અઠવાડિયે બારતીય યુઝર્સ માટે જુદા જુદા તબક્કાવાર આ ફીચર રોલઆઉટ પણ કરી દેવામાં આવ્યું છે. હવે મોટા ભાગના યુઝર્સ પાસે આ ફીચરનું એક્સેસ છે. Meta AI એ માત્ર ચેટબોટ નથી, પરંતુ જનરેટિવ એઆઈ ટૂલ છે. એટલે કે આ ટૂલનો ઉપયોગ કરીને યુઝર્સ ગણતરીની સેકન્ડ્સમાં ઈમેજ પણ જનરેટ કરી શકે છે. આ આર્ટિકલમાં અમે તમને એ જ શીખવીશું કે કેવી રીતે તમે માત્ર 10 સેકન્ડસની અંદર ઈમેજ જનરેટ કરી શકો છો.

Meta AIનો WhatsApp પર કેવી રીતે ઉપયોગ કરશો?
જો તમને હજી પણ વ્હોટ્સ એપ પર મેટા આઈના ઉપયોગ વિશે ખ્યાલ નથી, તો નીચેના સ્ટેપ્સ ધ્યાનથી વાંચજો. એકવાર તમે આ એઆઈ ટૂલનો ઉપયોગ કરતા શીખી જશો, તો તમે તેની મદદતી જનરેટિવ એઆઈ ઈમેજ તૈયાર કરી શક્શો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ અથવા તો iOSમાં વ્હોટ્સ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે ચેક કરો કે તમને એપની હોમ સ્ક્રીન પર ક્યાંય ગોળ રિંગ જેવું બટન દેખાય છે કે નહીં. iOS ડિવાઈસમાં તમને ઉપરની બાજુ બ્લૂ રંગનું + બટનની બાજુમાં આ બટન જોવા મળશે. એન્ડ્રોઈડમાં પણ આ બટન ઉપરની તરફ જ દેખાય છે. જો તમને આ બટન દેખાઈ રહ્યું છે, તો તમારી પાસે Meta AIનું એક્સેસ આવી ગયું છે. જો નથી દેખાતું, તો આગળના સ્ટેપ્સ પોલો કરો.
સ્ટેપ 3: તમારું વ્હોટ્સ એપ બંધ કરો અને ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરો.
સ્ટેપ 4: હવે વ્હોટ્સ એપ સર્ચ કરો અને પરિણામ મલી જાય એટલે અપડેટ ચેક કરો. જો અપડેટ હોય તો તેના પર ક્લિક કરીને અપ઼ડેટ ઈન્સ્ટોલ કરો. બાદમાં એપ ઓપન કરો.
સ્ટેપ 5: હવે તમને વ્હોટ્સ એપના હોમ સ્ક્રીન પર Meta AI બટન જોવા મળશે. તેના પર ક્લિક કરો. અહીં તમે જુદા જુદા સવાલ કરી શકો છો, સાથે જ ઈમેજ પણ જનરેટ કરી શકો છો.
WhatsApp પર Meta AIનો ઉપયોગ કરીને ઈમેજ બનાવવા નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા વ્હોટ્સ એપમાં Meta AI ચેટબોટ ઓપન કરો.
સ્ટેપ 2: હવે જનરેટિવ મોડ ઓન કરવા માટે “/imagine” કમાન્ડનો ઉપયોગ કરો.
સ્ટેપ 3: બાદમાં તમારે જે પ્રકારની ઈમેજ જોઈએ છીએ, તે માટેનું પ્રોમ્પ્ટ એડ કરો. દાખલા તરીકે Cats and dogs in a space rocket to Mars.
સ્ટેપ 4: એકવાર તમે પ્રોમ્પ્ટ એન્ટર કરશો, બાદમાં એરો જેવા દેખાતા સેન્ડ બટન પર ટેપ કરો. હવે માત્ર ગણતરીની સેકન્ડ્સમાં AI ઈમેજ તૈયાર થઈને તમારી સ્ક્રીન પર જોવા મળશે. જો તમને ઈમેજ ગમે તો ડાઉનલોડ કરો નહીં તો બીજો પ્રોમ્પ્ટ એન્ટર કરો.
તો બસ આ રીતે તમે માત્ર સેકન્ડ્સમાં મેટા એઆઈના ઉપયોગથી ઈમેજ જનરેટ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications