રેડમી નોટ 9 પ્રો આજથી ખરીદી માટે ઉપલબ્ધ થશે

By Gizbot Bureau
|

ચાઈનીઝ સ્માર્ટફોન ઉત્પાદક શાઓમી એ તાજેતરમા રેડમી 9 પ્રો અને રેડમી 9 પ્રો મેક્સ લોન્ચ કર્યા. આજથી ભારતમાં રેડમી નોટ 9 પ્રો ખરીદી માટે ઉપલબ્ધ થશે. આ વેચાણ શાઓમી પોતાની ઓફિશ્યિલ વેબસાઈટ તેમજ ઈ કોમેર્સ સાઈટ એમેઝોન ઇન્ડિયા પર અને એમઆઈ.કોમ પર કરશે.

રેડમી નોટ 9 પ્રો આજથી ખરીદી માટે ઉપલબ્ધ થશે

રેડમી નોટ 9 ઓનલાઇન અને ઓફલાઈન એમ બંને માર્કેટમાં ઉપલબ્ધ થશે. આનો અર્થ એ કે ગ્રાહક એમેઝોન અને એમઆઈ.કોમ ઉપરાંત મી હોમ અને મી સ્ટુડિયો સ્ટોર્સ પરથી નોટ 9 પ્રો ખરીદી શકશે. જ્યારે બીજી તરફ પ્રો મેક્સ 25 માર્ચના રોજ વેચાણ પર મુકવામાં આવશે.

સ્પેસિફિકેશન

રેડમી નોટ 9 પ્રોમાં 6.67 ઇંચની એફએચડી + આઇપીએસ એલસીડી ડિસ્પ્લે છે. તે કોર્નિંગ ગોરીલા ગ્લાસ દ્વારા સુરક્ષિત છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 પર ચાલે છે અને એમઆઇયુઆઈ 11 સાથે આવે છે. આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 720જી સંચાલિત છે. સાથે સાથે આ સ્માર્ટફોન 6 જીબી રેમ સાથે જોડાયેલો છે.

ઓપ્ટિક્સ ની વાત કરીએ તો નોટ 9 પ્રોમાં ક્વાડ રિઅર કેમેરા છે જેમાં 48 મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર શામેલ છે. આની સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ લેન્સ અને 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે. સાથે સાથે સેટઅપ પૂર્ણ કરવા 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર પણ આપવામાં આવેલો છે. જ્યારે ફોન ના આગલા ભાગમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. નોટ 9 પ્રોમાં 5020 એમએએચની બેટરી પણ છે જેને 18 વોલ્ટ ના ફાસ્ટ ચાર્જર દ્વારા સપોર્ટ કરવામાં આવે છે.

કિંમત

રેડમી નોટ 9 પ્રો 4જીબી રેમ + 64જીબી સ્ટોરેજ વેરિએન્ટ ની કિંમત ભારતમાં 12,999 થી શરુ થાય છે. બીજી તરફ 6જીબી રેમ + 128જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 15,999 થી શરુ થાય છે. રેડમી ઇન્ડિયા ઓફિશ્યિલ વેબસાઈટ પરથી જો તમે સ્માર્ટફોનની ખરીદી એચડીએફસી કાર્ડ દ્વારા કરો છો તો તમને વધારાના રૂ.500 બાદ મળે છે. આ સ્માર્ટફોન કેટલાક ઈએમઆઈ વિકલ્પો સાથે પણ ઉપલબ્ધ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Redmi Note 9 Pro Launched In India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X