Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Redmiની નવી ટેક્નોલોજી, માત્ર 5 મિનિટમાં ફોન થશે ફૂલ ચાર્જ
સ્માર્ટફોન ચાર્જિંગ ટેક્નોલોજી રોજેરોજ અપગ્રેડ થઈ રહી છે. તાજેતરમાં જ Realmeએ 240 વૉટની ચાર્જિંગ સ્પીડ ટેક્નોલોજી દર્શાવી હતી, જે માત્ર સાડા નવ મિનિટમાં 4,600 mAh કેપેસિટીની બેટરીને ફૂલ ચાર્જ કરી શકે છે. હવે રિયલમીની કોમ્પિટિટર કંપની શાઓમીએ જાહેરાત કરી છે કે તેમની બ્રાન્ડ રેડમી આવી જ એક ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી પર કામ કરી રહી છે. જેના દ્વારા 4,100 mAhની કેપેસિટી ધરાવતી બેટરી માત્ર 5 મિનિટની અંદર ફૂલ ચાર્જ થઈ જશે. આ માટે કંપની ચાર્જિંગ સ્પીડને 300W સુધી લઈ જવા પ્રયાસ કરી રહી છે.

Android Authorityના દાવા મુજબ Redmiએ ચાઈનીઝ સોશિયલ મીડિયા એપ Weibo પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં ચાર્જિંગ ટેક્નોલોજી દર્શાવી છે. આ વીડિયોમાં 300Wની ચાર્જિંગ ટેક્નોલોજીનું ડેમોસ્ટ્રેશન કરવા માટે 4,100 mAhની બેટરી ધરાવતા Redmi Note 12 Discovery એડિશન સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે આ પ્રયોગ માટે ફોનમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, કારણકે મૂળ Redmi Note 12 સ્માર્ટપોનમાં 4,300 mAhની બેટરી આપવામાં આવી છે.
આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે Redmi Note 12 ડિસ્કવરી એડિશનની બેટરી માત્ર 3 મિનિટમાં 50 ટકા અને 5 મિનિટમાં 100 ટકા ચાર્જ થઈ ગઈ હતી. જો કે આ પરીક્ષણ દરમિયાન ચાર્જિંગની સ્પીડ 300Wથી થોડી ઘટીને 290.6W થઈ હતી.
Redmi Note 12 Discovery Editionમાં 210W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ
Redmi આ પહેલા Note 12 Discovery Editionન 210 વોલ્ટના ચાર્જિંગ ફીચર સાથે ગત વર્ષના ઓક્ટોબર મહિનામાં રજૂ કરી ચૂકી છે. આ સ્માર્ટફોનને ભારત સહિત અન્ય ગ્લોબલ માર્કેટમાં POCOના અપકમિંગ ડિવાઈસના નામથી રજૂ કરવામાં આવી શકે છે. રેડમીના આ ફોનની રિયલ ટાઈમ પીક ચાર્જિંગ સ્પીડ 184W સુધીની છે.
Apple અને Samsung આ રેસમાં ખૂબ પાછળ
ચીની સ્માર્ટફોન કંપનીઓ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી પર ફોકસ કરી રહી છે. જ્યારે Apple અને Samsung સ્માર્ટફોનમાં હજી સુધી 65Wનું ચાર્જિંગ પણ નથી મળ્યું. OnePlus, iQOO, Xiaomi અને Realme જેવા બ્રાન્ડ પોતાના મિડ બજેટ સ્માર્ટફોનમાં ઓછામાં ઓછી 80W ચાર્જિંગ સ્પીડ આપી રહ્યા છે. જ્યારે 40,000 રૂપિયાથી વધુની કિંમતના મોટાભાગના પ્રીમિયમ ફોન 100W ચાર્જિંગ કેપેસિટી ધરાવે છે, જે માત્ર 30 મિનિટમાં 4,500 mAhની બેટરીને ફૂલ ચાર્જ કરી શકે છે.
ભારતમાં પણ ટૂંક સમયમાં થશે લોન્ચ
Realmeએ MWC 2023માં 240W ચાર્જિંગ ટેક્નોલોજી દર્શાવી છે. 4,600 mAh બેટરી ધરાવતો Realme GT 3 અલ્ટ્રા ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. રિયલમીનો દાવો છે કે આ ડિવાઈસ માત્ર સાડા નવ મિનિટમાં ફૂલ ચાર્જ થઈ શકે છે. રિયમીની આ ટેક્નોલોજી હાલ માર્કેટમાં ઉપલબ્ધ સૌથી ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી છે. જો કે ભારતમાં આ ટેક્નોલોજી ક્યારે આવશે તે હજી સ્પષ્ટ નથી. તો શાઓમીએ પણ હજી સુધી એ સ્પષ્ટ નથી કર્યું કે આ 300W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી કોઈ પણ સ્માર્ટફોનમાં ક્યારે અવેલેબલ થશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications