Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Redmi Buds 5 ભારતમાં આ તારીખે થશે લોન્ચ, જાણો કિંમત
ચાઈનીઝ ટેક કંપની Xiaomi ભારતમાં પોતાના વધુ એક વાયરલેસ ઈયરબડ્ઝ લોન્ચ કરવા જઈ રહી છે. સ્માર્ટફોન બનાવવા માટે જાણીતી કંપનીએ એક્સ એટલે કે ટ્વિટર પર સત્તાવાર રીતે પોતાના Redmi Buds 5ની લોન્ચ ડેટ અંગે જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે Redmi Buds 5 વૈશ્વિક સ્તરે ગત મહિને જ લોન્ચ થઈ ચૂક્યા છે. કંપનીએ ગત મહિને Redmi Note 13 5G Series ફોનની સાથે સાથે Redmi Buds 5 પણ લોન્ચ કર્યા હતા. જેને કારણે Redmi Buds 5ના બધા જ ફીચર્સ વિશે પહેલેથી જ માહિતી ઉપલબ્ધ છે.

Redmi Buds 5 ભારતમાં ક્યારે લોન્ચ થશે.
કંપનીએ કરેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે Redmi Buds 5 ભારતમાં 12 ફેબ્રુઆરી 2024ના રોજ લોન્ચ થશે. ચાઈનામાં કંપની દ્વારા આ પ્રોડક્ટની કિંમત 199 CNY રાખવામાં આવી છે, જે ભારતીય રૂપિયામાં 2,300 જેટલી થવા જાય છે. Redmi Buds 5 આ લેટેસ્ટ વાયરલેસ બડ્ઝ ટેરો પર્પલ, ક્લિયર સ્નો વ્હાઈટ, મિડનાઈટ ડાર્ક એમ ત્રણ કલર ઓપ્શનમાં અવેલેબલ છે. ભારતમાં કંપની આ બડ્ઝને 3 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં લોન્ચ કરે તેવી શક્યતા છે.
Redmi Buds 5ના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
Redmi Buds 5માં ઓટોનોમસ એકોસ્ટિક રગિયર કેવિટી છે. આ ઈયરડ્ઝમાં 1.6m ડાયનામિક કોઈલ, એક રોબસ્ટ નીયોડાયમિયમ મેગ્નેટ અને એક સબસ્ટેન્શિયલ 12.4mm ડાયનેમિક કોઈલ આપવામાં આવી છે, જે ટાઈટેનિયમ પ્લેટેડ પોલિમરથી બનેલી છે. આ હાર્ડવેર ક્વોલિટી નેટ ઈઝ ક્લાઉડ સાઉન્ડ સર્ટિફિકેશન મેળવી ચૂકી છે.
શાઓમીની ગોલ્ડન ઈયર્સ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા Redmi Buds 5 એક્સેપ્શનલ ઓડિયો પ્રોવાઈડ કરે છે, સાથે જ તેમાં બોસ્ટિંગ ઈક્યુ ઈફેક્ટ, વોકલ એન્હાન્સમેન્ટ અને ટ્રેબલ તેમજ બાસ એન્હાન્સમેન્ટ જેવી સુવિધા છે. આ ઉપરાંત આ બડ્ઝમાં ડ્યુઅલ માઈક્રોફોન તેમજ AI નોઈઝ રિડક્શન ફીચર આપવામાં આવ્યું છે, જેને કારણે તમને વાહન ચલાવતા સમયે પણ સરખી રીતે વાત કરી શક્શો.
Redmi Buds 5 46dB નોઈઝ રિડક્શન ફીચરથી સજ્જ છે. આ બડ્ઝમાં ત્રણ નોઈઝ રિડક્શન લેવલ આપવામાં આવ્યા છે, સાથે જ ત્રણ ટ્રાન્સપરન્સી મોડ્ઝ પણ છે. જેને કારણે વધુ સારો લિસનિંગ એક્સપીરિયન્સ મળે છે.
બેટરીની વાત કરીએ તો આ ઈયરબડ્ઝ એક વખત ચાર્જમાં 10 કલાક સુધી ચાલી શકે છે. અને કવરની સાતે તે 40 કલાક સુધી એક્ટિવ રહી શકે છે. જો તમે નોઈઝ રિડક્શન ફીચરનો પણ ઉપયોગ કરો છો તો સિંગલ ચાર્જમાં આ બડ્ઝ 8 કલાક સુધી કામ કરી શકે છે. આ ઈયરબડ્ઝ ટાઈપ સી રેપિડ ચાર્જિંગને સપોર્ટ કરે છે, જે માત્ર 5 મિનિટના ચાર્જમાં 2 કલાક સુધી પ્લે થઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications