આ 5 ભૂલ કરી તો બેન થઈ જશે WhatsApp અકાઉન્ટ, નહીં કરી શકો યુઝ

By Gizbot Bureau
|

લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સ એપનો ઉપયોગ વિશ્વમાં કરોડો યુઝર્સ કરે છે. આ પ્લેટફોર્મ પર દરમહિને લાખો અકાઉન્ટ્સ બેન પણ થાય છે. આ પ્રતિબંધના ઘણા કારણો હોઈ શકે છે, અને દર મહિને બહાર પડતા રિપોર્ટમાં વ્હોટ્સ એ જણાવે છે કે કેટલા અકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

વ્હોટ્સ એપ દ્વારા આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 76 લાખથી વધુ અકાઉન્ટ માત્ર ભારતમાં જ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. હવે કેટલીક એવી સામાન્ય ભૂલો છે, જે તમે કરશો, તો તમારું વ્હોટ્સ એપ અકાઉન્ટ બંધ થઈ શકે છે. આ ભૂલો ન કરવા માટે તે કઈ છે તે ધ્યાન રાખવું જરૂરી છે.

આ 5 ભૂલ કરી તો બેન થઈ જશે WhatsApp અકાઉન્ટ, નહીં કરી શકો યુઝ

થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ

ઘણા યુઝર્સ વધારાના ફીચર્સનો લાભ લેવા માટે સત્તાવાર વ્હોટ્સ એપનો ઉપયોગ કરવાને બદલે વૈકલ્પિક થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરતા હોય છે. WhatsApp Delta, GBWhatsapp, WhatsApp Plus જેવા નામોથી ઉપલબ્ધ આ એપ્સનો ઉપયોગ કરવાની વ્હોટ્સ એપ ના પાડે છે. આવી એપ્સનો ઉપયોગ કરવા પર અકાઉન્ટ બેન થઈ શકે છે.

અન્યના નામે ચેટિંગ

જો તમારા વ્હોટ્સ એપ અકાઉન્ટમાં તમે કોઈ અન્ય વ્યક્તિનું નામ, ફોટો કે ઓળક આપીને તમે બીજા લોકો સાથે વાતો કરો છો, તો આ પણ વ્હોટ્સ એપની કમ્યુનિટી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન છે. કોઈ પણ સેલિબ્રિટી, ઓર્ગેનાઈઝેશન અથવા બ્રાન્ડની ઓળખ થઈ જવા પર તમારા અકાઉન્ટ પર પ્રતિબંધ લાગી શકે છે.

અજાણ્યા લોકોને ઢગલાબંધ મેસેજ

જો તમારા નંબર પરથી અજાણ્યા લોકોને સંખ્યાબંધ મેસેજ જઈ રહ્યા છે, જેમના નંબર તમારા ફોનમાં સેવ નથી. તો આવા મેસેજિસ સ્પામ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મેટાનું પ્લેટફોર્મ વ્હોટ્સ એપ તમારું અકાઉન્ટ બેન કરી શકે છે.

વારંવાર અકાઉન્ટ રિપોર્ટ થવું

જો મોટી સંખ્યામાં અથવા વારંવાર યુઝર્સ તમારા અકાઉન્ટને બ્લોક કરે છે કે પછી રિપોર્ટ કરે છે, તો તમારા વિરુદ્ધ વ્હોટ્સ એપ પગલાં લઈને અકાઉન્ટ બેન કરી શકે છે. ભલે પછી તમને રિપોર્ટ કરનાર વ્યક્તિ તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં છે કે નહીં, તેનાથી ફરક નથી પડતો.

ધમકી આપતા મેસેજ

જો તમે કોઈને ધમકાવતા કે પછી પરેશાન કરવા માટે મેસેજ કરો છો, તો તમારું અકાઉન્ટ બેન થઈ શકે છે. આ ઉપરાં ભડકાઉ મેસેજિસ, નકારાત્મક મેસેજિસ કે વીડિયોઝ મોકલવા પર પણ તમારું અકાઉન્ટ બેન થઈ શકે છે.

Best Mobiles in India

English summary
WhatsApp tips dont do this things else your account will be blocked

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X