Samsung, Mi, Redmiના આ ટીવી છે બેસ્ટ, કિંમત 25,000 કરતા ઓછી

By Gizbot Bureau
|

ઈ કોમર્સ વેબસાઈટ એમેઝોન પર ફરી એકવાર સેલ શરૂ થયું છે. આ સેલમાં ફેશન પ્રોડક્ટ્સની સાથે સાથે ઓટો મોબાઈલ એક્સેસરીઝ અને સ્માર્ટ ટીવી પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલમાં 80 સેમી એટલે કે 32 ઈંચ સ્ક્રીન સાઈઝ ધરાવતા સ્માર્ટ ટીવી 25000 કરતા ઓછી કિંમતે ખરીદી શકાય છે. આ સ્માર્ટ ટીવી ખરીદવા પર બેન્ક તરફથી કેટલીક આકર્ષક ઓફર્સ પણ મળી રહી છે. Samsung, Mi, Redmi જેવી બ્રાન્ડ્ઝના આ સ્માર્ટ ટીવી શાનદાર ફીચર્સ પણ ધરાવે છે.

Samsung, Mi, Redmiના આ ટીવી છે બેસ્ટ, કિંમત 25,000 કરતા ઓછી

Mi TV HD

Mi TV HD LED ડિસ્પ્લે પેનલ સાથે આવે છે. આ ટીવી 32 ઈંચ, 40 ઈંચ, 43 ઈંચ, 50 ઈંચ અને 55 ઈંચ એમ જુદી જુદી 5 સ્ક્રીન સાઈઝમાં મળે છે. તેની ડિસ્પ્લે 60 Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ ટીવીમાં એન્ડ્રોઈડ ટીવી 11 પર બેઝ્ડ પેચવોલ ઓપરેટિંગ સિસ્ટમ મળે છે. આ સ્માર્ટ ટીવીમાં એમેઝોન પ્રાઈમ વીડિયો ડિઝની હોટસ્ટાર, નેટફ્લિક્સ જેવી ઓટીટી એપ્સ પ્રી ઈન્સ્ટોલ્ડ છે. આ ટીવીની કિંમત 13,999થી શરૂ થાય છે, જ્યારે 43 ઈંચની સાઈઝ ધરાવતું ટીવી 24,999 રૂપિયામાં મળે છે. આ સ્માર્ટટીવી ખરીદવા પર 1,500 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ અવેલબેલ છે.

Redmi Fire TV

Redmi Smart Fire TV LED ડિસ્પ્લે પેનલ ધરાવે છે. આ ટીવી પણ 32 ઈંચ, 43 ઈંચ, 50 ઈંચ, 55 ઈંચ અને 64 ઈંચની સાઈઝમાં અવેલેબલ છે. આ ટીવી પ 60 Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. Redmi Fire TV Fir OS 7 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ સ્માર્ટ ટીવીમાં Amazon Prime Video, Disney+ Hotstar, Netflix જેવી ઓટીટી એપ્સ પ્રિ ઈન્સ્ટોલ્ડ મળે છે. આ ટીવીની કિંમત 12,999 રૂપિયાથી શરૂ થાય છે, અને 43 ઈંચની સાઈઝ ધરાવતું ટીવી 26,999 રૂપિયામાં મળે છે. આ સ્માર્ટ ટીવી પર પણ 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અવેલેબલ છે.

Samsung HD TV

સેમસંગનું આ સ્માર્ટ ટીવી LED ડિસ્પ્લે પેનલ ધરાવે છે. આ સ્માર્ટ ટીવી બે સ્ક્રીન સાઈઝ 32 ઈંચ અને 43 ઈંચમાં ખરીદી શકાય છે. આ ટીવી ડિસ્પ્લે પણ 60 Hz રિફ્રેશ રેટ પર કામ કરે છે. આગળના બે સ્માર્ટ ટીવીની માફણ સેમસંગ એચડી ટીવીમાં પણ Amazon Prime Video, Disney+ Hotstar, Netflix જેવી ઓટીટી એપ્સ પ્રિ ઈન્સ્ટોલ્ડ મળે છે. આ ટીવીની કિંમત 12,999 રૂપિયાથી શરૂ થાય છે, અને 43 ઈંચની સાઈઝ ધરાવતું ટીવી 28,990 રૂપિયામાં મળે છે. આ સ્માર્ટ ટીવી પર પણ 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અવેલેબલ છે.

એટલે સરવાળે જોવા જઈએ તો ત્રણેય ટીવીના સ્પેસિફિકેશન્સ તો એક સરખા જ છે, બસ કિંમતમાં થોડો ફરક છે. વળી ત્રણેય ટીવી વેલનોન બ્રાન્ડ્ઝના છે. એટલે આ ફેસ્ટિવ સિઝન દરમિયાન જો તમે નવું સ્માર્ટ ટીવી ખરીદવા ઈચ્છી રહ્યા છો, તો આમાંથી એક પસંદ કરી શકો છો.

Best Mobiles in India

English summary
Best smart tv of Samsung Xiaomi Redmi under 25000

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X