Just In
Redmi Note 11 Pro Plus 5Gની કિંમત ઘટી, માત્ર આટલામાં ખરીદો
Xiaomiએ ભારતમાં Redmi Note 12 સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ ચાઈનીઝ ટેક જાયન્ટ કંપની નવા સ્માર્ટફોનમાં 120Hz Super AMOLED ડિસ્પ્લે, 200 MP OIS અનેબલ્ડ પ્રાઈમરી કેમેરા સહિતના અપડેટેડ ફીચર્સ આપવાની છે. આ નવા સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરતા પહેલા શાઓમી અને તેમના ઈ કોમર્સ પાર્ટનર્સે Redmi Note 11 Pro Plus 5Gની કિંમતમાં ઘટાડો કર્યો છે. હવે Redmi Note 11 Pro Plus 5G સ્માર્ટફોન 20,000થી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે.

પહેલા ક્યારેય નથી ઘટી કિંમત
Redmi Note 11 Pro Plus 5G એ રેડમી 11 સિરીઝનું સૌથી ટોપ મોડેલ છે. જ્યારે શાઓમીએ આ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો, ત્યારે તેની રિટેઈલ પ્રાઈઝ 20,999 રૂપિયા રાખવામાં આવી હતી. આ કિંમત ફોનના 6 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ માટે હતી. ફોન લોન્ચ થયા બાદ અત્યાર સુધી તેની કિંમતમાં કોઈ ઘટાડો નહોતો કરાયો.
આ છે Redmi Note 11 Pro Plus 5Gની નવી કિંમત
હાલની સ્થિતિમાં કંપનીએ 6 જીબી રેમ અને 128 જીબી એક્સટર્નલ સ્ટોરેજ વેરિયંટના Redmi Note 11 Pro Plus 5Gની કિંમત ઘટાડીને 19,999 રૂપિયા કરી છે. શાઓમીની પોતાની સેલિંગ વેબસાઈટ અને એમેઝોન ઈન્ડિયાની વેબસાઈટ પર આ કિંમતમાં સ્માર્ટફોન ખરીદી શકાય છે. આ ઉપરાંત જો યુઝર્સ ICICI બેન્કના ક્રેડિટ કાર્ડથી સ્માર્ટ ફોન ખરીદે છે, તો તેમને અલગથી 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે.
જ્યારે ફ્લિપકાર્ટ પર Redmi Note 11 Pro Plus 5G સ્માર્ટ ફોન 19,790 રૂપિયામાં મળી રહ્યો છે. અહીં ફેડરલ બેન્ક અને બેન્ક ઓફ બરોડાના કાર્ડથી ફોન ખરીદવા પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Redmi Note 11 Pro Plus 5Gના 8 જીબી અને 128 જીબી, 8 જીબી અને 256 જીબી બંને મોડેલ્સમાં એકસરખું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
જાણો ફોનના ફીચર્સ
Redmi Note 11 Pro Plus 5G નિસંકોચપણે એક બેલેસન્ડ મિડરેન્જ એન્ડ્રોઈડ સ્માર્ટફોન છે. રેડમીના આ સ્માર્ટફોનમાં તેના પાછલા સ્માર્ટફોન કરતા બધી જ સિસ્ટમ અને ફીચર્સ અપગ્રેડેડ છે. આ સ્માર્ટફોન 120 Hz AMOLED ડિસ્પ્લે, 108 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા 67 W ફાસ્ટ ચાર્જિંગ, ડોલ્બી એટ્મોસ ધરાવતા સ્ટીરિયો સ્પીકર સહિતના ફીચર્સ ધરાવે છે.
Redmi Note 12 Pro Plus 5Gની કિંમત
Redmi Note 12 Pro Plus 5G કંપનીએ ચીનમાં ઓલરેડી લોન્ચ કરી દીધો છે. જે ચીનમાં CNY 2099માં મળી રહ્યો છે, જેની ભારતમાં આશરે કિંમત 24,900 રૂપિયા થાય છે. જો શાઓમી કરન્સી કન્વર્ઝન રેટ પ્રમાણે જ ભારતમાં નવો Note 12 Pro Plus 5G લોન્ચ કરે, તો Redmi Note 11 Pro Plus 5G અને Redmi Note 12 Pro Plus 5Gમાં 5000 રૂપિયા જેટલો ફરક હોઈ શકે છે.
આ ઉપરાંત શાઓમીએ અપકમિંગ સ્માર્ટફોનમાં કેટલાક ફેરફાર કર્યા છે, જે તેની વધારે કિંમતને યોગ્ય ઠેરવે છે. જો તમે નવો સ્માર્ટફોન ખરીદવા ઈચ્છી રહ્યા છો તો કોઈ પણ ઉતાવળ કર્યા વગર Redmi Note 12 Pro Plus 5G લોન્ચ થવાની રાહ જોવી જોઈએ, જેમાં તમને બધા જ અપગ્રેડેડ ફીચર્સ મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470