6,000 mAh બેટરી ધરાવતા આ 5 ફોન છે સસ્તા, કિંમત 10,000થી ઓછી

By Gizbot Bureau
|

જો તમે બજેટની અંદર એક જબરજસ્ત બેટરી કેપેસિટીવાળો ફોન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો, તો તમારા માટે કેટલાક બેસ્ટ વિકલ્પ ઉપલબ્ધ છે. આજકાલ સ્માર્ટફોનથી જ બધા કામ થઈ રહ્યા છે, ડગલેને પગલે આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તેની બેટરી પણ ઝડપથી વપરાતી હોય છે. પરિણામે સ્માર્ટફોન કંપનીઝ હવે વધારે બેટરી કેપેસિટી ધરાવતા સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. જો કે વધારે બેટરી કેપેસિટી ધરાવતા સ્માર્ટફોનની કિંમત પણ થોડી વધારે હોય છે. પરંતુ 10,000થી ઓછી કિંમતમાં એવા 5 ફોન છે, જે 6,000 mAh બેટરી કેપેસિટી ધરાવે છે. ચાલો, જાણી લઈએ આ બધા જ ફોન વિશે.

6,000 mAh બેટરી ધરાવતા આ 5 ફોન છે સસ્તા, કિંમત 10,000થી ઓછી

Redmi 10

Redmi 10 સ્માર્ટફોનમાં 6 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મળે છે. સાથે જ આ ફોન 6.7 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે, જે 6000 mAhની બેટરીની સાથે ક્વાલકોમ સ્નેપડ્રેનગ 680 પ્રોસેસર ધરાવે છે. એટલે કે ઓછી કિંમતે લગભગ બધા જ ફીચર્સ તમને આ બજેટ સ્માર્ટફોનમાં મળી રહે છે. ફ્લિપકાર્ટ પર આ ફોનની કિંમત માત્ર 9,299 રૂપિયા છે.

Infinix Smart 7

Infinix Smart 7 સ્માર્ટફોનની કિંમત 7,299 રૂપિયા છે. આટલી ઓછી કિંમતમાં આ ફોનના ફીચર્સ એકદમ પૈસા વસુલ છે. આ ફોન એઝ્યોર બ્લૂ, એમરલ્ડ ગ્રીન અને નાઈટ બ્લેક એમ ત્રણ કલર ઓપ્શનમાં અલેબલ છે. ફીચર્સની વાત કરીએ તો આ ફોનમાં 6.6 ઈંચની HD+ IPS ડિસ્પલે, UNISOC Spreadtrum SC9863A પ્રોસેસર, 4 જીબી રેમ, 64 જીબી સ્ટોરેજ, 13 મેગાપિક્સલનો કેમેરા, 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા અને 6,000 mAh બેટરી ધરાવે છે.

Realme C15

Realme C15 સ્માર્ટફોન 6.52 ઈંચની HD+ ડિસ્પ્લે ધરાવે છે. જો કે તેની ખાસ વાત છે, તેની 6,000 mAh બેટરી કેપેસિટી. આ ઉપરાંત આ સ્માર્ટફોન Mediatek Helio G35 પ્રોસેસર પણ ધરાવે છે. જેની કિંમત ઈ કોમર્સ વેબસાઈટ એમેઝોન પર માત્ર 8,999 રૂપિયા છે.

Itel P40

Itel P40 આ સ્માર્ટફોનની કિંમત માત્ર 6,499 રૂપિયા જ છે. આ ફોનમાં 6.6 ઈંચની HD+ IPS Waterdrop ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે જ આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલનો AI ડ્યુઅલ કેમેરા મળે છે. 6,000 mAh બેટરી કેપેસિટી ધરાવતો આ સ્માર્ટફોન SC9863A પ્રોસેસર પર કામ કરે છે. આ ફોન ફોર્સ બ્લેક, ડ્રીમી બ્લુ અને લક્ઝુરિયસ ગોલ્ડ એમ ત્રણ જુદા જુદા કલર ઓપ્શનમાં પણ અવેલેબલ છે.

Infinix Hot 12 Play

Infinix Hot 12 Play સ્માર્ટફોન 6.82 ઈંચની HD+ ડિસ્પ્લે ધરાવે છે. 6,000 mAhની બેટરી કેપેસિટી ધરાવતો આ સ્માર્ટફોન UniSoc T610 પ્રોસેસર પર કામ કરે છે. આ ફોન રેસિંગ બ્લેક, હોરિઝોન બ્લુ અને શેમ્પેન ગોલ્ડ એમ ત્રણ જુદા જુદા કલર્સમાં ઉપલબ્ધ છે.

Best Mobiles in India

English summary
Top 5 smartphones under Rs 10,000 price range

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X