Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ દેશમાં iPhone પર મૂકવામાં આવ્યો પ્રતિબંધ, જાણો શું છે ડિટેઈલ્સ
સાઉથ કોરિયામાંથી એપલ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સાઉથ કોરિયાએ સુરક્ષાનું કારણ આપીને પોતાની સૈન્ય ઈમારતોમાં iPhone સાથે લઈને આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ 1 જૂનથી લાગુ થવાનો છે, જેનાથી સાઉથ કોરિયાના 5 લાખ જેટલા સૈન્ય કર્મચારીઓને અસર થવાની છે.
સુરક્ષાનું કારણ આપ્યું
સાઉથ કોરિયાના સૈન્યએ આ નિર્ણય એપલના કડક પ્રાઈવસી કંટ્રોલને કારણે લીધો છે. સૈન્યનની નેશનલ ડિફેન્સ મોબાઈલ સિક્યોરિટી એપ એપલની શરતો પ્રમાણે નથી. એપલની પ્રાઈવસી કંટ્રોલ પોલિસી, થર્ડ પાર્ટી એપ્સને આઈફોનમાં માઈક્રોફોન અ યુએસબી એક્સેસ જેવા ફંક્શન કંટ્રોલ કરવાની પરવાનગી નથી આપતી. જેની સામે સાઉથ કોરિયાના સૈનયને વાંધો છે.

સાઉથ કોરિયાએ એપલ પર લગાવેલા પ્રતિબંધનું કારણ તરીકે National Defense Mobile Security એપ છે. આ એપ નાગરિકોના ડિવાઈસમાંથઈ ડેટા લીક રોકવા માટે તેમના કેમેરા, વાઈ ફાઈ, ટેધરીંગ અને માઈક્રોફોન જેવા ફીચર્સ બ્લોક કરવા માટે સક્ષમ છે. પરંતુ એપલના પ્રાઈસી રુલ્સ પ્રમાણે આ એપ આઈફોનના કોઈ પણ હાર્ડવેરને બ્લોક નથી કરી શક્તું. બીજી તરફ એન્ડ્રોઈડમાં આવી કોઈ સમસ્યા આવતી નથી.
સાઉથ કોરિયાના મુખ્ય ન્યૂઝ પ્લેટફોર્મ The Korean Heralએ એરફોર્સના ડોક્યુમેન્ટના હવાલાથી માહિતી આપતા કહ્યું છે કે 1 જૂનથી સૈન્યની ઈમારતોમાં આઈફોન લઈને જવું સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. જો કે સૈન્યના કર્મચારીઓ સેમસંગ ગેલેક્સી જેવા એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝ કરી શકે છે, સાથે રાખી શકે છે. કારણ કે આ ડિવાઈસિઝમાં સેનાની એપના બધા જ ફંક્શન બરાબર રીતે કામ કરે છે.
લાખો કર્મચારીઓને અસર
આ રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે આ નવા પ્રતિબંધથી આર્મી, નેવી અને એરફોર્સના લગભગ 5 લાખથી વધુ સૈન્ય કર્મચારીઓને અસર થવાની છે. માત્ર સૈન્યની હેડઓફિસમાં જ કામ કરતા 10 હજાર કર્મચારીઓને આ નિર્ણયની સીધી અસર થવાની છે.
ઉલ્લેખનીય છે કે એપલના આઈફોન તેના સિક્યોરિટી માટે જ ફેમસ છે. આજના સમયે જ્યાં તમારે એન્ડ્રોઈડ ફોન્સમાં એપ્સને કેમેરા, કોન્ટેક્ટ્સ, માઈક્રોફોન વગેરેની પરમિશન આપવી પડે છે, ત્યાં એપલ તમારી પ્રાઈવસીને સાચવવા માટે બધી એપ્સને આ ફીચર્સ અને હાર્ડવેરનું એક્સેસ કરતા રોકે છે. જો કે કોરિયામાં સૈન્યને એપલની આ જ પ્રાઈવસી પોલિસી સામે વાંધો પડ્યો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications