Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Facebookમાં જો ભૂલથી પોસ્ટ ડિલીટ થઈ જાય, તો આ સ્ટેપ્સથી કરો રિકવર
ફેસબુક જાણીતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંથી એક છે. ફેસબુક પર યુઝર્સ ફોટો અને વીડિયો શૅર કરવાની સાથે સાથે ટેક્સ્ટ પોસ્ટ શૅર કરવાની પણ સુવિધા મળે છે. જો કે ફેસબુકમાં યુઝર્સની મદદ માટે ઘણા હિટન ફીચર્સ છે, જેની માહિતી દરેક યુઝર પાસે નથી હોતી. આજે અમે તમને ફેસબુક પર રહેલા આવા જ એક કામના ફીચર અંગે માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ ફીચરની મદદથી તમે ભૂલથી ડિલીટ થઈ ગયેલી ફેસબુક પોસ્ટને ફરી પાછી મેળવી શકો છો.
ફેસબુકમાં ઘણી વખત આપણે કોઈ બીજી પોસ્ટ ડિલીટ કરવા ઈચ્છીએ છીએ અને બીજી પોસ્ટ ડિલીટ થઈ જાય છે. આવી ભૂલથી ડિલીટ થઈ ગયેલી પોસ્ટ પાછી મેળવવા માટે તમે તેને રિસ્ટોર કરી શકો છો. મેટાની માલિકીનું પ્લેટફોર્મ ફેસબુક આ સમસ્યા સમજે છે. એટલે ભૂલ સુધારવા માટે ફેસબુકમાં એક ખાસ ફીચર મળે છે. જાણો ડિલીટ થયેલી પોસ્ટને તમે કેવી રીતે રિસ્ટોર કરી શકો છો.

ભૂલથી ડિલીટ થયેલી ફેસબુક પોસ્ટને રિસ્ટોર કરવાની પ્રોસેસ
1. ફેસબુક પર ડિલીટ થઈ ગયેલી પોસ્ટને રિકવર કરવા માટે સૌથી પહેલા તમારે ફેસબુક અકાઉન્ટ ઓપન કરવાનું છે.
2. બાદમાં તમારા પ્રોફાઈલ આઈકન પર ટેપ કરો.
3. હવે પ્રોફાઈલમાં જઈને ત્રણ ડોટ મેન્યુ પર ક્લિક કરો.
4. હવે સેટિંગ્સ એન્ડ પ્રાઈવસી પર ટેપ કરો.
5 સેટિંગ્સ અને પ્રાઈવસીમાં જઈને ફરી એકવાર સેટિંગ્સ પર જાવ.
6. હવે તમારી સામે ઘણા ઓપ્શન દેખાશે, જેમાં નીચે સ્ક્રોલ કરીને યોર એક્ટિવિટી સેક્શન પર જાવ.
7. યોર એક્ટિવિટીમાં તમને એક્ટિવિટી લોગ ઓપ્શન પર ટેપ કરો.
8. બાદમાં ટ્રેશ ઓપ્શન પર ક્લિક કરો.
9. હવે આ સેક્શનમાં તમને સામે એ બધી જ પોસ્ટ દેખાશે, જે તમે તાજેતરમાં ડિલીટ કરી છે.
10. હવે તમારે જે પોસ્ટ ડિલીટ કરવી છે, તેના પર ટેપ કરો અને રિસ્ટોર ઓપ્શન પર ક્લિક કરો. તમારી ડિલીટ થયેલી પોસ્ટ વૉલ પર પાછી દેખાવા લાગશે.
આ રીતે તમે ફેસબુક પર ડિલીટ થયેલી પોસ્ટને પાછી મેળવી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications