Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Redmi Note 12 Pro+ 5G આ તારીખે થશે લોન્ચ, જાણો ફીચર્સ
Redmi Note 12 Pro+ 5G ભારતમાં કઈ તારીખે લોન્ચ થશે, તે તારીખ નક્કી થઈ ચૂકી છે. આ સ્માર્ટફોન ઓક્ટોબર મહિનામાં Redmi Note 12 સિરીઝના ભાગ તરીકે ચીનમાં લોન્ચ કરાયો હતો. આ સિરીઝમાં Redmi Note 12, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro+ અને Redmi Note 12 Pro Explorer Edition સ્માર્ટફોન લોન્ચ થયા હતા. જો કે, ભારતમાં કંપનીએ Redmi Note 12 Pro+ 5G લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

Xiaomiની માલિકીવાળી કંપની Redmiએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા ભારતમાં Redmi Note 12 Pro+ 5Gની લોન્ચ ડેટ જાહેર કરી છે. આ ફોન ભારતમાં 5 જાન્યુઆરી, 2023ના રોજ લોન્ચ કરવામાં આવશે. Redmi Note 12 Pro+ 5G ભારતમાં આ સિરીઝનો સૌથી પ્રીમિયમ સ્માર્ટફોન હશે. આ સ્માર્ટફોનનું સૌથી મોટુ આકર્ષણ 200 મેગાપિક્સલ કેમેરા છે.
ચર્ચા મુજબ Redmi Note 12 Pro+ 5G સ્માર્ટફોનની સાથે ભારતમાં કંપની બીજા હેન્ડસેટ પણ લોન્ચ કરી શકે છે. જો કે આ લોન્ચ ઈવેન્ટને લઈને કંપનીએ બીજી કોઈ માહિતી જાહેર નથી કરી.
Redmi Note 12 Pro+ 5Gના સ્પેસિફિકેશન્સ
Redmi Note 12 Pro+ 5G ચીનમાં લોન્ચ થઈ ચૂક્યો છે, પરિણામે તેના સ્પેસિફિકેશન્સ પણ જાહેર થઈ ચૂક્યા છે. આ સ્માર્ટફોનમાં 6.67 ઈંચની Full HD+ OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જ્યારે આ સ્માર્ટફોન MediaTek Dimensity 1080 પ્રોસેસર પર કામકરે છે. રેડમીના આ પ્રીમિયમ સ્માર્ટફોનમાં 12 જીબી LPDDR4X RAM મળે છે. સાથે જ 5000 mAh બેટરી ધરાવતા આ સ્માર્ટફોનમાં 200 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટ ફોન 120 વોલ્ટના ફાસ્ટ બેટરી ચાર્જિંગને સપોર્ટ કરે છે.
જાણો કેમેરા ડિપાર્ટમેન્ટ વિશે
ફોટોગ્રાફી માટે Redmi Note 12 Pro+ 5Gમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે. આ કેમેરા સેટઅપમાં 200 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા OIS સપોર્ટ સાથે મળે છે. આ ઉપરાંત ફોનમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ એન્ગલ લેન્સ અ 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. તો સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રંટ સાઈડ 16 મેગાપિક્સલનો કેમેરા મળશે.
Redmi Note 12 Pro+ 5Gમાં ડાયમેન્સિટી 1080 ચીપસેટ આપવામાં આવી છે, જે MIUI 13 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં સ્ટીરિયો સ્પીકર્સ છે, સાથે જ કનેક્ટિવિટી માટે 3.5 mm ઓડિયો જેક, ઈનડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ રીડર અને 5જી કનેક્ટવિટી મળે છે.
આટલી હોઈ શકે છે કિંમત
જો કે હજી સુધી પ્રીમિયમ ગણવામાં આવતા આ સ્માર્ટફોનની કિંમત જાહેર કરવામાં નથી આવી. કંપની Redmi Note 12 Pro+ 5Gની કિંમત લોન્ચના દિવસે જ જાહેર કરે તેવી શક્યતા છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં આ સ્માર્ટ ફોન 23,000ની આસપાસની કિંમતે વેચાણ માટે મૂકી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications