Redmiના આ સ્માર્ટફોનમાં છે 200MPનો કેમેરા, 9 મિનિટમાં થશે ફૂલ ચાર્જ

By Gizbot Bureau
|

સ્માર્ટ ફોન માર્કેટમાં ટેક કંપનીઓ વચ્ચે ગળાકાપ હરિફાઈ ચાલી રહી છે. દરેક મોબાઈલ કંપની રોજેરોજ નવા હેન્ડસેટ નવા અપગ્રેડેડ ફીચર્સ સાથે લોન્ચ કરી રહી છે. Redmi પણ પોતાની Note 12 Seriesના સ્માર્ટ ફોનને અપગ્રેડ કરી રહી છે. આ ટેક કંપની Redmi Note 12, Note 12 Pro, Note 12 Pro+ જેવા નવા મોબાઈલ હેન્ડસેટ વેચી રહી છે. હજી કેટલાક સમય પહેલા જ Redmi Note 12 Trend Edition અને Redmi Note 12 Pro Explorer Edition પણ કંપની લોન્ચ કરી ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ સ્માર્ટ ફોનમાં યુનિક ચાર્જિંગ ટેકનિક છે, જે માત્ર 9 મિનિટમાં ફોનને ફૂલ ચાર્જ કરી દે છે. આ ફોનમાં 200 મેગાપિક્સલના પ્રાઈમરી કેમેરા સેન્સર પણ મળે છે.

Redmiના આ સ્માર્ટફોનમાં છે 200MPનો કેમેરા, 9 મિનિટમાં થશે ફૂલ ચાર્જ

જાણો રેડમીના લેટેસ્ટ સ્માર્ટ ફોનની કિંમત

રેડમી પોતાના હોમ કંટ્રી એટલે કે ચીનમાં આ સિરીઝના સ્માર્ટ ફોન લોન્ચ કરી ચૂકી છે. ચીનમાં Redmi Note 12ની કિંમત 1199 Yuan એટલે કે ₹13,600થી શરૂ થાય છે. જ્યારે Note 12 Proની શરૂઆતની કિંમત 1699 Yuan એટલે કે ₹19,300 છે. જ્યારે ચીનમાં Redmi Note 12 Pro Plus 2099 Yuan એટલે કે ભારતીય ₹23,000માં મળી રહ્યો છે. આ ઉપરાંત Redmi Note 12 Pro Explorer અને end Editionના 8GB RAM અને 256GB internal storage વેરિયંટની કિંમત અનુક્રમે 2399 yuan એટલે કે ₹27,500 અને 2599 yuan એટલે કે ₹29,500 જેટલી થવા જાય છે.

Redmi Note 12 5Gના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

Redmi Note 12 5G 6.67 ઈંચની ફૂલ HD સેમસંગ ડિસ્પ્લે સાથે આવે છે, જેનું સ્ક્રીન રિઝોલ્યુશન1080 x 2400 પિક્સલ છે. સ્માર્ટ ફોનની આ ડિસ્પ્લે 240 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ અને 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવે છે. Redmi Note 12 5Gમાં Snapdragon 4G Gen 1 CPU આપવામાં આવ્યું છે, જેના આધારે ફોનમાં 256 GB ઈન્ટરનલ સ્ટોરેજ છે અને 8GBની RAM આપવામાં આવી છે.

ફોનમાં મળશે આટલા કેમેરા

કેમેરા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો આ ફોનમાં ફોટોગ્રાફી માટે રિયર સાઈડ 2 કેમેરા મળે છે. જેમાંથી મેઈન કેમેરા 8 મેગાપિક્સલનો છે, જ્યારે બીજો કેમેરા 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર ધરાવે છે. સેલ્ફી માટે ફોનમાં ફ્રંટ સાઈડ 8 મેગાપિક્સલનો કેમેરા મૂકવામાં આવ્યો છે. આ સ્માર્ટ ફોનની બેટરી કેપેસિટી 5000 mAhની છે, જે 33 વૉલ્ટના ક્વિક ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનમાં એસડી કાર્ડ દ્વારા 512 જીબી સુધી સ્ટોરેજ એક્સટેન્ડ પણ કરી શકાય છે.

Redmi Note 12 Proના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

રેડમીના આ સ્માર્ટ ફોનમાં 6.67 ઈંચની Full HD Plus OLED સ્ક્રીન મળે છે, જે 1080x2400 પિક્સલનું રિઝોલ્યુશન આપે છે. આ સ્માર્ટ ફોનમાં 120 Hzનો રિફ્રેશ રેટ છે, અને 240 Hzનું ટચ સેમ્પલિંગ રેટ છે. આ સ્માર્ટ ફોનની ડિસ્પ્લે HDR10+ને સપોર્ટ કરે છે. કંપની નોટ 12 પ્રોમાં 256 GBનું UFS 2.2 સ્ટોરેજ આપી રહી છે, જેની સાથે 12 GBની LPDDR4x RAM મળે છે. આ સ્માર્ટ ફોનમાં MediaTek Dimensity 1080નું પ્રોસેસર મૂકવામાં આવ્યું છે.

કેમેરાની વાત કરીએ તો ફોનમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ એન્ગલ કેમેરા છે, સાથે જ 50 મેગાપિક્સલનો મેઈન કેમેરા અને 2 મેગાપિક્સલનું મેક્રો સેન્સર મળે છે. તો સેલ્ફીના શોખીનો માટે ફોનમાં ફ્રંટ સાઈટ 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનમાં 5000mAhની બેટરી છે, જે 67W રેપિડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Redmi New Smartphone Has 200 MP Camera and Full Charging in 9 Minutes

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X