Redmi Note 13 Pro Plus, 31999 રૂપિયાનો ફોન ખરીદો 27000થી ઓછી કિંમતમાં

By Gizbot Bureau
|

શાઓમીની સબ બ્રાન્ડ રેડમીના લેટેસ્ટ સ્માર્ટફોન પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોન તેની માર્કેટ પ્રાઈસથી 5 હજાર ઓછી કિંમતમાં મળે છે. કંપનીએ હજી કેટલાક સપ્તાહ પહેલા જ Redmi Note 13 સિરીઝ લોન્ચ કરી છે. મિડ રેન્જ સેગમેન્ટમાં રેડમીની આ સિરીઝ ખૂબ જ જાણીતી છે. જો તમે 30 હજાર રૂપિયા કરતા ઓછી કિંમતમાં એક સ્માર્ટફોન ખરીદવા ઈચ્છી રહ્યા છો તો કિંમત અને ફીચર બંને પ્રમાણે Redmi Note 13 Pro Plus બેસ્ટ ઓપ્શન બની શકે છે. અહીં અમે તમને ફોનના ફીચર્સની સાથે સાથે તેની કિંમત કયા ડિસ્કાઉન્ટથી ઓછી થઈ જશે, તે પણ જણાવીશું.

Redmi Note 13 Pro Plus, 31999 રૂપિયાનો ફોન ખરીદો 27000થી ઓછી કિંમતમાં

Redmi Note 13 Pro Plus પર ઓફર્સ

Redmi Note 13 Pro Plus સ્માર્ટફોનનું બેઝ વેરિયંટ 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે. આ ફોનની મૂળ કિંમત તો 31,999 રૂપિયા છે. જો તમે HDFC, SBI, Axis, ICICI સહિત અન્ય કોઈ પણ બેન્કના ક્રેડિટ કાર્ડથી આ ફોનની ખરીદી કરશો, તો તમને 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

જો તમે જૂનો ફોન એક્સચેન્જ કરાવીને આ ફોન ખરીદશો, તો તમને 3000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ મળી શકે છે. એટલે કે 31,999ની કિંમતનો સ્માર્ટફોન તમે માત્ર 26,999 રૂપિયામાં જ ખરીદી શકો છો. તમને સીધો જ 5 હજારનો ફાયદો થશે. સારી વાત એ છે કે આ ઓફર Redmi Note 13ના બધા જ વેરિયંટ પર ઉપલબ્ધ છે.

Redmi Note 13 Pro Plusની ખાસ વાતો

Redmi Note 13 Pro Plusમાં 129 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવતી 6.67 ઈંચની 1.5K AMOLED ડિસ્પ્લે મળે છે. આ ફોન Gorilla Glass Victus પ્રોટેક્શન અને 1800 નીટ્સની બ્રાઈટનેસને પણ સપોર્ટ કરે છે.

પ્રોસેસરની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં મીડિયાટેકનું Dimensity 7200 Ultra ચિપસેટ આપવામાં આવ્યું છે. સાથે જ ફોનમાં ગ્રાફિક્સના સપોર્ટ માટે ARM G610 MC4 GPU આપવામાં આવ્યું છે. આ ફોનમાં 12 જીબી રેમ અને 512 જીબી સુધીનું સ્ટોરેજ સપોર્ટ મળે છે.

રેડમીનો આ ફોન એન્ડ્રોઈડ 13 પર આધારિત MIUI 14 પર કામ કરે છે. જો કે આ ફોન માટે એન્ડ્રોઈડ 14 પર આધારિત HyperOSની અપડેટ્સ પણ રોલઆઉટ થઈ ચૂકી છે. આ ફોનમાં 5000 mAhની બેટરી અને 120 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

કેમેરા સેટઅપ જોઈએ તો તેમાં 200 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા મળશે, સાથે જ 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ મળે છે. સેલ્ફી માટે આ ફોનમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.

Best Mobiles in India

English summary
Buy Redmi Note 13 Pro Plus and Enjoy a 5000 Rupees Discount

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X