Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Redmi Smart Fire TV 32 ભારતમાં લોન્ચ, કિંમત છે માત્ર આટલી
Redmi Smart Fire TV 32 ફાઈનલી ભારતમાં લોન્ચ થઈ ચૂક્યુ છે. Redmi Smart ટીવીમાં સોફ્ટવેર ડિપાર્ટમેન્ટમાં ઘણા પરિવર્તન કરવામાં આવ્યા છે. Redmiનું આ પહેલું એવું ટીવી છે જે નોન એન્ડ્રોઈડ ટીવી છે. આ સ્માર્ટ ટીવી ફાયર ટીવી સોફ્ટવેર સાથે લોન્ચ થયું છે. Redmi Smart Fire TV 32ના નામ પ્રમાણે આ ટીવીમાં 32 ઈંચની સ્ક્રીન મળશે, જે ગ્રાહકો માટે કિંમતની દ્રષ્ટિએ ખૂબ જ વ્યાજબી વિકલ્પ સાબિત થઈ શકે છે. બજેટ રેન્જ હોવા છતાંય આ ટીવી યુઝર્સને ઘણાં પ્રીમિયમ ફીચર્સ પ્રોવાઈડ કરી રહ્યું છે. ચાલો જાણીએ કે Redmi Smart Fire TV 32ની કિંમત, ફીચર્સ શું છે.

Redmi Smart Fire TV 32ની કિંમત છે ખૂબ જ ઓછી
Redmi Smart Fire TV 32ની કિંમત કંપનીએ ભારતમાં માત્ર 13,999 રૂપિયા નક્કી કરી છે. આ ટીવી 21 માર્ચના રોજ બપોરે 12 વાગ્યાથી એમેઝોન અને Mi Online સ્ટોર્સ પરથી ખરીદી શકાશે. શરૂઆતના સે ઓફર્સમાં ગ્રાહકો આ બજેટ ફ્રેન્ડલી ટીવીને માત્ર 11,999 રૂપિયામાં જ ખરીદી શક્શે.
Redmi Smart Fire TV 32ના સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ
ફીચર્સની વાત કરીએ તો Redmi Smart Fire TV 32 વેરિયંટમાં સિંગર 32 ઈંચની HD ડિસ્પ્લે સાઈઝમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 1366*768 પિક્સલ છે. આગળ જણાવ્યું તેમ આ સ્માર્ટ ટીવીની સૌથી મોટી ખૂબી તેની સોફ્ટવેર અપડેટ છે. આ ટીવી એન્ડ્રોઈડની જગ્યાએ Fire OS 7 પર કામ કરે છે. આ ઓપરેટિંગ સિસ્ટમ સ્માર્ટ ટીવી એપ્સ અ સ્ટ્રીમિંગ સર્વિસિઝને સપોર્ટ કરે છે. જેમાં નેટફ્લિક્સ, ડિઝની હોટસ્ટાર અને એપલ ટીવી જેવી 12,000 જેટલી જુદી જુદી એપ્લીકેશન્સ સામેલ છે. આ બધાની સાથે સાથે એમેઝોનની પોતાની પ્રાઈમ વીડિયો અને એમેઝોન મ્યુઝિક એપ્સનો પણ સપોર્ટ તો મળી જ રહ્યો છે. આ સ્માર્ટ ટીવી 1 જીબી રેમ અને 8 જીબી સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે.
શાનદાર ઓડિયો ફેસિલીટી આપવા માટે Redmi Smart Fire TV 32માં 20Wની સ્પીકર સિસ્ટમ આપવામાં આવી છે, જે ડોલ્બી ઓડિયોને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે આ સ્માર્ટ ટીવીમાં બ્લૂટૂથ 5, ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ, 2 HDMI પોર્ટ, 2 USB PORT, AV ઈનપુટ સોકેટ, 3.5mm સોકેટ સહિતનો સપોર્ટ મળી રહ્યો છે.
Redmi Smart Fire TV 32માં સ્માર્ટ કંટ્રોલ હબ પણ આપવામાં આવ્યું છે, જે જુદી જુદી સ્માર્ટ ડિવાઈસને પણ કંટ્રોલ કરી શકે છે. ટીવીની સાથે એક રિમોટ પણ મળશે, જેને ફાયર ટીવી ઈન્ટરફેસ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ રિમોટમાં એલેક્સા બટન પણ મળશે, જે એલેક્સા વોઈસ આસિસ્ટન્ટને સપોર્ટ કરશે. આ ઉપરાંત આ ટીવીમાં પ્રાઈમ વીડિયો, નેટફ્લિક્સ અને એમેઝોન મ્યુઝિક માટે અલગથી બટન આપવામાં આવ્યું છે. Redmi Smart Fire TV 32નું વજન માત્ર 3.9 કિલોગ્રામ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications