Redmi K60 સિરીઝ આ તારીખે થશે લોન્ચ, જાણો ફીચર્સ-સ્પેસિફિકેશન્સ

By Gizbot Bureau
|

ચાઈનીઝ ટેક જાયન્ટ કંપની રેડમીના નવા સ્માર્ટફોન ટૂંક સમયમાં જ લોન્ચ થવાના છે. Redmi K60 સિરીઝના નવા સ્માર્ટફોન અંગે ઘણા બધા લીક્સ પાછલા કેટલાક દિવસમાં સામે આવી ચૂક્યા છે. હવે ફાઈનલી કંપનીએ આ નવા સ્માર્ટફોન સિરીઝની લોન્ચ ડેટ સત્તાવાર રીતે જાહેર કરી છે. એટલું જ નહીં કંપનીએ લોન્ચ ડેટની સાથે સાથે એક ટીઝર પોસ્ટર પણ શૅર કર્યું છે. આ ટીઝર પોસ્ટર પર ફોનની સત્તાવાર ડિઝાઈન પણ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે Redmi K સિરીઝમાં Redmi K60, Redmi K60 Pro અને Redmi K60E સ્માર્ટફોન લોન્ચ થઈ શકે છે. જો કે, આ ટીઝર પોસ્ટરમાં દર્શાવવામાં આવેલી ડિઝાઈન સિરીઝના કયા ફોનની છે, તે અંગે હજી પણ સસ્પેન્સ યથાવત્ છે.

Redmi K60 સિરીઝ આ તારીખે થશે લોન્ચ, જાણો ફીચર્સ-સ્પેસિફિકેશન્સ

27 ડિસેમ્બરે લોન્ચ થશે રેડમીના નવા સ્માર્ટફોન

શાઓમીએ પોતાની ચીની માઈક્રો બ્લોગિંગ સાઈટ વીબો દ્વારા Redmi K60 સિરીઝની લોન્ચ ડેટ જાહેર કરી છે. જે મુજબ આ સિરીઝના સ્માર્ટફોન ચીનમાં 27 ડિસેમ્બરના રોજ લોન્ચ થશે. અગાઉ જણાવ્યા પ્રમાણે કંપનીએ લોન્ચ ડેટની સાથે સાથે આ ફ્લેગશિપ સ્માર્ટફોનનું ટીઝર પોસ્ટર પણ શૅર કર્યું છે. આ ટીઝર પોસ્ટર દ્વારા Redmi K60 સિરીઝની પહેલી ઓફિશિયલ ઝલક જોવા મળી છે.

Redmi K60 સિરીઝમાં જોવા મળશે કર્વ્ડ ડિઝાઈન

ડિઝાઈનની વાત કરીએ તો આ ફોનમાં કર્વ્ડ બેક પેનલ જોવા મળી રહી છે, જેમાં ટેક્સચર ગ્રિપ દેખાઈ રહી છે. આ ઉપરાંત ફોનના બેક પેનલમાં ગ્રે કલરનો ઓપ્શન અપાયો છે. આ ઉપરાંત ફોનના બેકમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ જોવા મળી રહ્યો છે, જેમાં બે સર્ક્યુલર કટઆઉટ આપવામાં આવ્યા છે. કેમેરા સેન્સરની સાથે સાથે કેમેરા મોડ્યુલમાં LED ફ્લેશ પણ આપવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ફોનમાં ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન સપોર્ટ પણ મળશે. ફોનમાં ઉપરની તરફ સેકેન્ડરી સ્પીકર ગ્રીલ અને માઈક્રોફોન આપવામાં આવ્યું છે.

આ પ્રોસેસરથી સજ્જ હશે Redmi K60 સિરીઝના ફોન

અત્યાર સુધી સામે આવેલા લીક્સની વાત માનીએ તો Redmi K60માં 6.67 ઈંચની AMOLED ડિસ્પ્લે મળી શકે છે. Redmi K60 અને Redmi K60 Proમાં 2K ડિસ્પ્લે મળી શકે છે, જ્યારે 60Eમાં Full HD+ ડિસ્પ્લે મળી શકે છે. ત્રણેય ફોનમાં 120Hzનો રિફ્રેશ રેટ હશે. આ ઉપરાંત ફોનમાં Snapdragon 8 Gen 2 પ્રોસેસર મળશે. Redmi K60E ફોનમાં MediaTek Dimensity 8200 પ્રોસેસર પણ મળી શકે છે.

જાણો Redmi K60ના કેમેરા ડિપાર્ટમેન્ટ વિશે

તો ફોટોગ્રાફી માટે આ ડિવાઈસમાં 64 MPનો મુખ્ય કેમેરા, 8 MPનો અલ્ટ્રાવાઈડ કેમેરા અને 2 MPનો મેક્રો લેન્સ મળી શકે છે. જ્યારે ફ્રંટ સાઈડ સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરા મળી શકે છે. આ સ્માર્ટફોનની સિરીઝમાં 67 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતી 5,500 mAhની બેટરી મળવાની શક્યતા છે.

આટલી હોઈ શકે છે કિંમત

Redmi K60 સિરીઝના સ્માર્ટફોન મિડ રેન્જ સ્માર્ટફોન હોઈ શકે છે. એટલે કે બજેટ સ્માર્ટફોન ઈચ્છતા યુઝર્સને વધુ એક વિકલ્પ મળવાનો છે.

Best Mobiles in India

Read more about:
English summary
Redmi K60 Series Smartphone Will Launch on 27th December

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X