Redmi A2ના સ્પેસિફિકેશન્સ, ફીચર્સ લોન્ચ, આટલી હશે કિંમત

By Gizbot Bureau
|
Redmi A2ના સ્પેસિફિકેશન્સ, ફીચર્સ લોન્ચ, આટલી હશે કિંમત

Redmi A1 સ્માર્ટફોન સક્સેસ ગયા બાદ હવે કંપની Redmi A2 લોન્ચ કરે તેવી ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. આ દરમિયાન અપકમિંગ સ્માર્ટફોનને લઈ એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં Redmi A2ની કિંમત અને ફીચર્સની માહિતી મળી છે. સાથે જ Redmi A2ની ડિઝાઈન પણ જોવા મળી રહી છે. જો કે, આ રિપોર્ટમાં Redmi A2ની લોન્ચ ડેટનો કોઈ ઉલ્લેખ નથી.

કેટલી હશે સ્માર્ટફોન Redmi A2ની કિંમત?

WinFutureના રિપોર્ટ મુજબ ટિપસ્ટર Ronald Quandtનું કહેવું છે કે શાઓમીનો આગામી સ્માર્ટફોન Redmi A2નો લૂક ગત વર્ષે લોન્ચ થયેલા Redmi A1 જેવો જ હશે. આ ફોન બ્લેક, બ્લૂ અને ગ્રીન એમ ત્રણ કલરમાં લોન્ચ થઈ શકે છે.

Redmi A2ની કિંમત 97 યુરો એટલે કે 8,600 રૂપિયા હોઈ શકે છે. આ કિંમત Redmi A2ના 2 જીબી રેમ અને 32 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ વેરિયંટની છે, જેમાં માઈક્રો એસડી કાર્ડની મદદથી એક્સટર્નલ સ્ટોરેજ કેપેસિટી વધારે શકાશે.

Redmi A2ની બોડી

Redmi A2 સ્માર્ટફોનની બોડી પ્લાસ્ટિકમાંથી બનેલી છે. Redmi A2ની પાછળની બાજુ ચોરસ શેપમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જ્યારે ફ્રંટ સાઈટ વૉટર ડ્રોપ નોચ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનના બેઝલ થિક છે, અને તેની ફ્રેમ ફ્લેટ છે. સાથે જ આ ડિવાઈસની જમણી બાજુમાં પાવર અને વોલ્યુમનું બટન આપવામાં આવ્યુ છે, જ્યારે ડાબી બાજુ સિમકાર્ડનો સ્લોટ છે.

પ્રોસેસર અને કેમેરા

Redmi A2માં કંપની મીડિયાટેક હેલિયો જી36 ઓક્ટાકોર પ્રોસેસર આપી શકે છે. જેની ક્લોક સ્પીડ 2.2Ghz છે. આ ઉપરાંત Redmi A2માં 50 મેગાપિક્સલનો કેમેરા હોઈ શકે છે. આસ્માર્ટફોન લેટેસ્ટ એન્ડ્રોઈડ 13 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.

ડિસ્પ્લે

Redmi A2 અંગે સામે આવેલા રિપોર્ટમાં ઉલ્લેખ છે કે Redmi A2માં 6.52 ઈંચની IPS LCD ડિસ્પ્લે મળી શકે છે. જેનું રિઝોલ્યુશન 1600*720 પિક્સલ હશે. આ સ્માર્ટફોનમાં ફ્રંટ સાઈડ 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા હશે, જેના દ્વારા 1080p વીડિયો રેકોર્ડ પણ કરી શકાશે.

બેટરી

Redmi A2માં 5000 mAhની બેટરી મળી શકે છે, જેને 10 વોલ્ટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે. આ ફોનમાં સિંગલ સ્પીકર આપવામાં આવશે. આ ઉપરાંત ડિવાઈસમાં વાઈ-ફાઈ, જીપીએસ, બ્લૂટૂથ, 3.5mm હેડફોન જેક અને માઈક્રો યુએસબી પોર્ટ મળશે.

ફોનની લોન્ચ ડેટ

કંપનીએ હજી સુધી Redmi A2ની લોન્ચ ડેટ, ફીચર્સ અને કિંમત અંગે કોઈ ઓફિશિયલ અપડેટ નથી આપી. લિક્સની વાત માનીએ તો આ સ્માર્ટફોન માર્ચ મહિનામાં લોન્ચ થઈ શકે છે.

Redmi A1ની ડિટેઈલ્સ

તમને જણાવી દઈએ કે કે Redmi A1 સ્માર્ટફોન ગત વર્ષે લોન્ચ થયો હતો. આ ફોનની ભારતીય માર્કેટમાં 6,499 રૂપિયા છે. જેમાં મીડિયાટેક હેલિયો એ22 પ્રોસેસર સાથે 2 જીબી રેમ અને 32 જીબી રેમ ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.

6.52 ઈંચના HD+ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોનમાં 10 વોલ્ટના ફાસ્ટ ચાર્જ સપોર્ટ કરનારી 5000 mAhની બેટરી મળે છે. આ ઉપરાંત મોબાઈલ ફોનમાં 8 મેગાપિક્સલનો ડ્યુઅલ AI કેમેરા સેટઅપ અને 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.

Best Mobiles in India

English summary
Redmi A2 Specifications and Features Launched Know Price

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X