Redmi Note 12 સિરીઝના ફોન થયા લોન્ચ, શાનદાર ફીચર્સ અને કિંમત આટલી

By Gizbot Bureau
|

Redmi Note 12, Redmi Note 12 Pro અને Redmi Note 12 Pro+ 5G ભારતમાં લોન્ચ થઈ ચૂક્યા છે. રેડમીના આ બજેટ 5જી સ્માર્ટફોન નવેમ્બર 2022માં ચીનમાં લોન્ચ થયા હતા. Redmi Note 12 સિરીઝના ફોન મીડિયાટેક ડાયમેન્સિટી 1080 ચીપસેટ ધરાવે છે. ગત મહિને રિયમીએ પણ પોતાના રિયમી 10 પ્રો સિરીઝના સ્માર્ટફોન આ જ પ્રોસેસર સાથે ભારતમાં લોન્ચ કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે રેડમીના 12 સિરીઝના ફોનમાં 200 મેગાપિક્સલ કેમેરા મળશે.

Redmi Note 12 સિરીઝના ફોન થયા લોન્ચ, શાનદાર ફીચર્સ અને કિંમત આટલી

Redmi Note 12 સિરીઝના ફીચર્સ

Redmi Note 12 5G સિરીઝના બધા જ ફોન 6.67 ઈંચના FHD+ Supre AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. આ ત્રણેય ફોનની ડિસ્પ્લે 240Hz ટચ સેમ્પલિંગ રેટ, DCI-P3 કલર પેલેટ, HDR10+ જેવા ફીચર્સ સપોર્ટ કરે છે. આ ત્રણેય ફોનની ડિસ્પ્લેમાં ડોલ્બી વિઝનનો પણ સપોર્ટ મળે છે, અને તેમાં Corning Gorilla Glass 5 પ્રોટેક્શન મળે છે.

Redmi Note 12માં ક્વાલકોમ સ્નેપડ્રેગન 4 જેન 1 ચીપસેટ મળે છે. તો Redmi Note 12 Pro અને Pro+ 5Gમાં મીડિયાટેક ડાયમેન્સિટી 1080 ચીપસેટ આપવામાં આવે છે. રેડમી નોટ 12 સિરીઝના બધા જ ડિવાઈસ Android 12 પર બેઝ્ડ MIUI 13 પર કામ કરે છે. Redmi Note 12 સિરીઝના બધા જ ડિવાઈઝ 5000 mAh બેટરી સાથે આવે છે. આ સિરીઝના બેઝ મોડેલમાં 33 વોલ્ટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. તો પ્રો મોડેલમાં 67 વોલ્ટ અને Pro+માં 120 વોલ્ટ ફાસ્ટ ચાર્જિંગ ફીચર આપવામાં આવ્યું છે. આ બધા જ ફોન 3.5 mm ઓડિયો જેક, IP53 રેટિંગ સાથે આવે છે.

જાણો કેમેરા વિશે

Redmi Note 12 સિરીઝના કેમેરા ફીચર્સની વાત કરીએ તો ત્રણેય સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. Redmi Note 12માં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ એન્ગલ કેમેરા અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા આપવામાં આવશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં ફ્રંટ સાઈડ 13 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવે છે.

બીજી તરફ Redmi Note 12 Proમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો કેમેરા મળશે. જ્યારે Redmi Note 12 Pro +માં 200 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે બાકીના કેમેરા ફીચર્સ Redmi Note 12 Pro જેવા જ છે. આ બંને ફોનમાં પ્રાઈમરી કેમેરા OIS એટલે કે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન ફીચરને સપોર્ટ કરે છે.

Redmi Note 12 5Gની કિંમત

Redmi Note 12 5G બે સ્ટોરેજ ઓપ્શન સાથે આવે છે. જેમાંથી 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ધરાવતા બેઝ વેરિયંટની કિંમત 17,999 રૂપિયા છે. જ્યારે 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ધરાવતા વેરિયંટની કિંમત 19,999 રૂપિયા છે. આ ફોન 11 જાન્યુઆરીના રોજ 12 વાગે એમેઝોન ઈડિયા અને Mi.com પર વેચાણ માટે મૂકાશે. પહેલા સેલ દરમિયાન ફોન ખરીદવા પર 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

Redmi Note 12 Proના ત્રણ સ્ટોરેજ વેરિયંટ 6 GB RAM + 128 GB, 8 GB RAM + 128 GB, 8 GB RAM + 256 GB લોન્ચ કર્યા છે. જેમાંથી બેઝ વેરિયંટની કિંમત 24,999 રૂપિયા છે. જ્યારે બાકીના બે વેરિયંટની કિંમત અનુક્રમે 26,999 અને 27,999 રૂપિયા છે. આ ફોન 11 જાન્યુઆરીના રોજ 12 વાગે એમેઝોન ઈડિયા અને Mi.com પર વેચાણ માટે મૂકાશે. પહેલા સેલ દરમિયાન ICICI બેન્કના કાર્ડ દ્વારા ફોન ખરીદવા પર 3,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

આ સિરીઝનું સૌથી ટોપ મોડેલ Redmi Note 12 Pro+ 8 GB RAM + 256 GB અને 12 GB RAM + 256 GB લોન્ચ કરવામાં આયા છે. જેમાંથી બેઝ વેરિયંટની કિંમત 29,999 રૂપિયા છે. જ્યારે ટોપ વેરિયંટની કિંમત 32,999 રૂપિયા છે.

Best Mobiles in India

Read more about:
English summary
Redmi Note 12 Series Smartphone Launched Know Price

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X