Appleના નવા iphone 14માં હોઈ શકે છે સેટેલાઈટ કનેક્ટિવિટી, ટાવર ન હોય તોય થશે વાત

By Gizbot Bureau
|

Appleનો iPhone 14 લોન્ચ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ટેક શોખીનો લાંબા સમયથી આ ઈવેન્ટની રાહ જોઈને બેઠા છે. કંપની આ લોન્ચ ઈવેન્ટના ઈન્વીટેશન પણ મોકલી ચૂકી છે. ત્યારે રોજે રોજ નવા Apple iPhone 14 સિરીઝ વિશે કંઈને કંઈ ચર્ચાઓ થતી રહે છે. 7 સપ્ટેમ્બરે જ્યારે Apple iPhone 14 લોન્ચ થશે, ત્યાં સુધી આ નવા લોન્ચ થનારા સ્માર્ટ ફોન વિશે આ જ રીતે માહિતી સામે આવ્યા કરશે.

Appleના નવા iphone 14માં હોઈ શકે છે સેટેલાઈટ કનેક્ટિવિટી

સેટેલાઈટ કનેક્ટિવિટી

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ Apple લેટેસ્ટ iPhone 14માં સેટેલાઈટ કનેક્ટિવિટી આપી શકે છે. આ સેટેલાઈટ કનેક્ટિવિટીનો ઉપયોગ યુઝર્સ ઈમરજન્સીમાં કરી શક્શે. આફતવાળી સ્થિતિમાં યુઝર્સ જો મુશ્કેલીમાં હશે અને નેટવર્ક નહીં હોય તો પણ સેટેલાઈટ કનેક્ટિવિટીને કારણે તેઓ SOS ટેક્સ્ટ મેસેજ મોકલી શક્શે.

કેલિફોર્નિયાની રિસર્ચ ફર્મ ટેલિકોમના સેટેલાઈટ કમ્યુનિકેશન કંસલટન્ટ ટીમ ફરારે પણ બ્લૂમબર્ગના આ દાવાને સમર્થન આપ્યું છે. તેમનું કહેવું છે કે Apple iPhone 14માં સેટેલાઈટ કનેક્ટિવિટી માટે કંપનીએ ગ્લોબસ્ટાર સાથે પાર્ટનરશિપ કરી છે. ગ્લોબસ્ટાર અમેરિકન કમ્યુનિકેશન કંપની છે, જે પોતાના સેટેલાઈટ નેટવર્ક દ્વારા વોઈસ અ ડેટા સેટેલાઈટ સર્વિસ પૂરી પાડે છે.

કૂલિંગ સિસ્ટમ

એપલમાં સેટેલાઈટ કનેક્ટિવિટીની સાથે નવી કૂલિંગ સિસ્ટમ પણ આપી શકે છે. એપલ એનાલીસ્ટ મિંગ ચી કુઓના કહેવા પ્રમાણે એપલ નવા આઈફોનમાં વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ આપી શકે છે, જે ફોનમાં થર્મલ મેનેજમેન્ટ કરશે.

MacRumorsના અહેવાલમાં કુઓએ કહ્યું છે કે એપલ એવી સુવિધા શોધી રહ્યું છે, જે આઈફોન માટે એકદમ પર્ફેક્ટ હોય. વેપર ચેમ્બર સિસ્ટમ એ નવો કન્સેપ્ટ નથી, અત્યાર સુધી ઘણા હાઈ એન્ડ એન્ડ્રોઈડ ડિવાઈસમાં વેપર ચેમ્બર સિસ્ટમ આપવામાં આવી ચૂકી છે. પરંતુ એપલ માટે આ પહેલીવાર હશે.

વધુ સ્ટોરેજ

iPhone 13માં એપલે પોતાના યુઝર્સને 1 ટીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવાની શરૂઆત કરી હતી. મળતી માહિતી પ્રમાણે કંપની iPhone 14માં પણ આ જ સ્ટોરેજ કેપેસિટી યથાવત્ રાખી શકે છે. જો કેટલાક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે iPhone 14 Proમાં કંપની 2 ટીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપી શકે છે.

Wi Fi 6E Standard સપોર્ટ

Wi Fi 6E એ લેટેસ્ટ વાયરલેસ ફાઈડેલિટી સ્ટાન્ડર્ડ છે. જે વધારે ફાસ્ટ નેટવર્ક આપે છે, સાથે જ સિંગલ નેટવર્ક પર એક કરતા વધુ ડિવાઈસને સપોર્ટ કરે છે. હાલ ઘણા એન્ડ્રોઈડ ફોનમાં વાઈ ફાઈનું આ લેટેસ્ટ ફીચર આપવામાં આવ્યું છે, પરંતુ એપલે પોતાના iPhone 13માં આ ફીચરનો સમાવેશ નહોતો કર્યો. જો કે હવે કંપની યુઝર્સને આ લેટેસ્ટ ટેક્નોલોજી iPhone 14માં આપવા જઈ રહી છે.

જો કે હજી સુધી એપલે આમાંથી એક પણ ફીચર તેમના ફોનમાં હશે કે નહીં હોય, તે અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું. એપલ iPhone 14 સિરીઝમાં શું હશે, શું નહીં તે તો 7 સપ્ટેમ્બરે થનારી ફાર આઉટ ઈવેન્ટમાં જ જાણવા મળશે.

Best Mobiles in India

Read more about:
English summary
iPhone 14 Series Will Feature Satellite Connectivity: What Is It And How Does It Work

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X