Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
હવે ટ્વિટ કરવા માટે આ યુઝર્સે આપવા પડશે પૈસા, Elon Muskની જાહેરાત
એલન મસ્ક અને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા તાજેતરમાં જ એક મોટા પરિવર્તનની જાહેરાત કરવામાં આવી છે. એલન મસ્કનું કહેવું છે કે કંપની નવા એક્સ યુઝર્સ પાસેથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે નાનકડી ફી વસુલવાનું આયોજન કરી રહી છે. મસ્કનું કહેવું છે કે આ નિર્ણય બોટની સમસ્યા દૂર કરવા માટે લેવામાં આવ્યો છે.
માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ પર આ નિર્ણય અંગે પોસ્ટ કરનાર એક એક્સ અકાઉન્ટને રિપ્લાય આપાત એલન મસ્કે જવાબ આપ્યો કે નવા અકાઉન્ટ્સ પાસેથી નાનકડી ફી લેવી જ બોટ્સનો અટેક રોકવા માટેનો એક માત્ર ઉપાય છે.

આ ટ્વિટની સાથે જ એલન મસ્કે કેપ્ચા જેવા ટૂલ વિશે પણ વાત કરી છે. જેમાં તેમણે કહ્યું કે હાલમાં AI શું તમે એક બોટ છો, એ સવાલને સરળતાથી ક્રોસ કરી શકે છે. સાથે જ અન્ય એક એક્સ યુઝરને રિપ્લાય આપતા તેમણે કહ્યું કે નવું અકાઉન્ટ બનાવવાના ત્રણ મહિના બાદ નવા યુઝર્સ કોઈ પણ પૈસા ચૂકવ્યા વિના મફતમાં પોસ્ટ કરી શક્શે.
એલન મસ્કે કહ્યું કે આ મને પણ નથી ગમતું પરંતુ નવા એક્સ યુઝર્સે રાઈટિંગ એક્સેસ માટે નાનકડી ફી બોટ્સના સતત થતા હુમલાથી બચવા માટે ચૂકવવી પડશે. આ ફી માત્ર નવા યુઝર્સે જ ચૂકવવાની રહેશે અને અકાઉન્ટ બનાવ્યાના ત્રણ મહિના બાદ તેઓ ફ્રીમાં પોસ્ટ કરી શક્શે. ચાલો જાણીએ કે આની સાથે સાથે એક્સ પર શું મોટા ફેરફાર થઈ રહ્યા છે.
એક્સની પોલિસીને એક ઓટોમેટિકલી અકાઉન્ટ દ્વારા આઈડેન્ટિફાય કરવામાં આવી હતી, જે એક્સની વેબસાઈટમાં પરિવર્તનને ટ્રેક કરે છે. અકાઉન્ટની અસર, કંપનીએ ફિલિપાઈન્સ અને ન્યૂઝીલેન્ડમાં યુઝર્સ માટે એક ડૉલર યરલી સબસ્ક્રીપ્શન ફી લેવાનું આયોજન કર્યું છે.
નોટ અ બોટ નિયમ અને શરતોના પેજ પર આ ફેરફાર જાહેર કરી દેવામાં આવ્યા છે, જે મુજબ નવા અકાઉન્ટ પરથી ટ્વિટર પર પોસ્ટ કરવા માટે, લાઈક કરવા માટે બૂક માર્ક કરવા અથવા જવાબ આપતા પહેલા નાનકડી વાર્ષિક ફી આપવી પડશે. જો કે નવા અકાઉન્ટ અન્ય અકાઉન્ટને ફોલો ફ્રી માં કરી શક્શે અને બ્રાઉઝ પણ ફ્રીમાં કરી શક્શે.
તમને જણાવી દઈએ કે જ્યારથી એલન મસ્કે એક્સની કમાન સંભાળી છે, ત્યારથી આ સોશિયલ મીડિયા કંપનીનું મૂલ્ય 71 ટકા જેટલું ઘટ્યું છે. ફિડેલિટીના રિપોર્ટ પ્રમાણે નવેમ્બર 2023માં ઘણા એડવર્ટાઈઝર્સે એક્સ પર પોતાની જાહેરાત આપવાનું બંધ કરી દીધું છે, જેને કારણે એડ્સથી થતી કમામીમાં કંપનીને 1.5 બિલિયન ડૉલરનું નુક્સાન થયું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
