જયારે તમારા ક્રોમકાસ્ટ પર બ્રાવઝર દ્વારા વિડિઓ પ્લે થતો હોઈ ત્યારે તેની ગુણવત્તા ને કઈ રીતે વધારવી.

By: Keval Vachharajani

ગુગલ ક્રોમ ની ટિમ અત્યારે આજ વિષય પર કામ કરી રહી છે કે જયારે તમે તમારા બ્રાવઝર દ્વારા ક્રોમકાસ્ટ ની મારફતે વિડિઓ પ્લે કરતા હો ત્યારે તે વિડિઓ ની ગુણવત્તા ને વધારે સારી બનાવવા પર જ અત્યારે ગુગલ ક્રોમ ની ટિમ કામ કરી રહી છે. અને તેઓ એ આ વિષય પર કામ કરવા નું ત્યાર થી જ શરુ કરી દીઠું હતું કે જયારે થી તેમાં લેગ, ફ્રેમ ડ્રોપ, ખરાબ વિડિઓ ની ક્વોલિટી જેવી ફરિયાદો સામે આવતી હતી ત્યાર થી જ તેઓ એ આ વિષય પર કામ કરવા નું શરુ કરી લીધું હતું.

ક્રોમકાસ્ટ પર બ્રાઝર મારફતે પ્લે થતા વિડિઓ ની ગુણવત્તા સુધારો

આવનારા અપડેટ ની સાથે કે જે અત્યારે માત્ર ડેવલોપર્સ સુધી જ સીમિત રાખવા માં આવ્યું છે, બેટરી પણ ઘણી બચશે અને માત્ર તેટલું જ નહિ પરંતુ જયારે તમે "કાસ્ટઅ ટેબ" ઓપ્શન ને પસન્દ કરશો ત્યારે પણ તમારા વિડિઓ ની ક્વોલિટી માં ઘણો બધો સુધારો જોવા મળશે.

ક્રોમકાસ્ટ પર બ્રાઝર મારફતે પ્લે થતા વિડિઓ ની ગુણવત્તા સુધારો

ફ્રાન્સિસ બીયુફોર્ટે પોતાના લેટેસ્ટ બ્લોગ ની અંદર એવું જણાવ્યું હતું કે, "ક્રોમ ટિમ દેવ ચેનલ બધા નવા નવા પ્રયોગો "કાસ્ટ અ ટેબ" ના અનુભવ ને વધારે સારો બનાવવ નો પ્રયત્ન કરી રહ્યા છે જેની અંદર તેલોકો, જયારે વિડિઓ ને ફૂલ સ્ક્રીન કરવા માં આવે ત્યારે તે વિડિઓ કન્ટેન્ટ ને બીટસ્ટ્રીમ દ્વારા સીધો ક્રોમકાસ્ટ ને મોકલી દેવા માં આવે છે. અને આ નાનકડા અને સરળ ફીચર દ્વારા બેટરી પણ બચે અને વિડિઓ ની ક્વોલિટી માં પણ ઘણો બધો સુધારો જોવા મળે છે.

#કાસ્ટ ટેબ

આ મેથડ દ્વારા, જયારે પણ યુઝર વિડિઓ ને ફૂલ સ્ક્રીન માં જોવા નું નક્કી કરે છે ત્યારે સોફ્ટવેર બીટસ્ટ્રીમ દ્વારા તે કન્ટેન્ટ ને ટેલિવિઝન ની પહેલા તે વિડિઓ ને ક્રોમકાસ્ટ સુધી પહોંચાડી આપે છે.

અને તેમણે આ રસ્તા ને જો રીતે ચકાસી જોવો હોઈ તો તેના માટે ની રીત પણ જણાવી છે.

#સ્ટેપ-1: સૌથી પહેલા Chrome://flags/# media-remoting માં જાવ.

#સ્ટેપ-2: હાઈલાઈટ કરેલા ફ્લેગ ને ચાલુ કરો, ક્રોમ ને રિસ્ટાર્ટ કરો.

#સ્ટેપ-3: ત્યાર બાદ https://vimeo.com, પર જાવ, કોઈ પણ વિડિઓ ને પ્લે કરો અને ત્યાર બાદ ક્રોમ મેનુ અંદર આપેલા "કાસ્ટ" પર ક્લિક કરો, અને ત્યાર બાદ તે અનુભવ ની મજા લેવા માટે તે વિડિઓ ને ફૂલ સ્ક્રીન પર કરો.

English summary
The Google Chrome team is reportedly working on improving the video quality when casting from the browser's tab to the Chromecast.
Please Wait while comments are loading...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot