Just In
- 627 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 628 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 629 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 630 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Photosમાંથી ડિલીટ થઈ ગયેલા ફોટોઝ મળશે પાછા, આટલું કરો
ઘણી વખત આપણાથી કામના ફોટોઝ ડિલીટ થઈ જાય છે. આમ તો ગૂગલ ફોટોઝની સુવિધા છે, પરંતુ કેટલીકવાર ભૂલથી તેમાંથી પણ ફોટોઝ ડિલીટ થઈ જાય છે. કેટલાક ફોટોઝ આપણા માટે ખૂબ મહત્વના હોય છે, આવા ફોટોઝ ડિલીટ થઈ જાય તો દુઃખ થાય છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી, જો તમે કેટલાક સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરશો, તો ડિલીટ થયેલા ફોટોઝને તરત જ પાછા મેળવી શક્શો.

સૌથી પહેલા ટ્રેશ બિન ચેક કરો
જ્યારે આપણે ગૂગલ ફોટોજની વાત કરીએ છીએ, ત્યારે તેમાં ટ્રેશ બિન અવેલેબલ હોય છે. આ ટ્રેશ બિન કમ્પ્યુટરના રિસાઈકલ બિન જેવું છે. જ્યારે કોઈ ફોટો કે વીડિયો ડિલીટ થઈ જાય છે, ત્યારે તે થોડા સમય માટે 60 દિવસ માટે ટ્રેશ બિનમાં પડ્યા રહે છે. ટ્રેશ બિનને એક્સેસ કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
1. સૌથી પહેલા તમારા ફોન કે ટેબલેટમાંથી ગૂગલ ફોટોઝ એપ ઓપન કરો.
2. હવે અહીં તમને નીચેની તરફ લાઈબ્રેરી નામનો વિકલ્પ દેખાશે, તેના પર ટેપ કરો.
3. અહીંથી ટ્રેશ નામના વિકલ્પ પર ટેપ કરો.
4. હવે અહીં તમને ડિલીટ થઈ ગયેલા બધા જ ફોટોઝ અને વીડિયોઝ જોવા મળશે. તમારે જે ફોટો કે વીડિયો પાછો મેળવવો છે, તેના પર ટેપ કરીને હોલ્ડ કરો. બાદમાં રિસ્ટોર ઓપ્શન પર ક્લિક કરો. આ ફોટો પાછો તમારી ફોટો લાઈબ્રેરી કે ફોટો ગેલેરીમાં આવી જશે.
જો ફોટો ટ્રેશ બિનમાં નથી તો શું કરશો?
તમે ટ્રેશ બિનમાંથી ફોટો રિસ્ટોર કરી શકો છો, પરંતુ જો તમારો ફોટો ત્યાંથી પણ ડિલીટ થઈ ગયો છે તો? તમે જાતે જ ટ્રેશ બિન ખાલી કર્યું છે, અથવા 60 દિવસ બાદ તેમાંથી જાતે જ ફોટો ડિલીટ થઈ ગયો છે, તો આવી સ્થિતિમાં ફોટો પાછો મેળવવો થોડો અઘરો છે. પરંતુ તેનો પણ ઉપાય અમે તમને જણાવીએ છીએ.
ગૂગલ ડ્રાઈવમાં સર્ચ કરો. ઘણીવાર ગૂગલ ફોટોઝ ગૂગલ ડ્રાઈવમાં પડ્યા રહે છે. તમારા ફોટાના ફાઈલ નેમ કે પછી કી વર્ડ સાથે તેને ગૂગલ ડ્રાઈવમાં સર્ચ કરો.
ફોનની ગેલેરી ચેક કરો. જો તમે ઓટોમેટિક બેકઅપ અનેબલ નથી કર્યું તો ગૂગલ ફોટોઝમાંથી ડિલીટ થઈ ગયેલો ફોટો તમારા ફોનની લોકલ ગેલેરીમાં હોઈ શકે છે. હવે ગેલેરી એપ ઓપન કરો અને તેમાંથી ફોટો શોધી લો.
થર્ડ પાર્ટી ડેટા રિકવરી ટૂલ્સ પણ મદદ કરી શકે છે. આ ઉપાય 100 ટકા સેફ નથી, પરંતુ ઘણી વાર આવી થર્ડ પાર્ટી એપ્સ ફોનના સ્ટોરેજમાંથી ડિલીટ થયેલી ફાઈલ્સ પાછી લાવી શકે છે. પરંતુ કોઈ પણ થર્ડ પાર્ટી એપ્સ વાપરતા પહેલા તેની તપાસ કરવી જરૂરી છે.
ભવિષ્યમાં કોઈ પણ ફોટો ખોવાઈ ન જાય તે માટે ધ્યાન રાખો.
- ઓટોમેટિક બેકઅપ ઓન રાખો. જેથી તમારા ફોટોઝ હંમેશા ક્લાઉડમાં સ્ટોર થયા કરે. જો તમે ફોનમાંથી ડિલીટ કરી દો તો પણ ગૂગલ ફોટોઝમાં તે સ્ટોર હોય.
- સમયાંતરે ફોટોઝને એક્સપોર્ટ કરો. તમારા ફોટોઝને ડાઉનલોડ કરતા રહો અથવા તો સમયાંતરે કોઈ હાર્ડ ડ્રાઈવમાં તેનો બેકઅપ લેતા રહો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications