Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Chromeનો ગુજરાતી ભાષામાં કરો ઉપયોગ, આટલું કરો
Google Chrome હાલ સૌથી વધુ વપરાતું વેબ બ્રાઉઝર છે. ભારત હોય કે વિદેશમાં, ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝર સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. એટલે કે રોજિંદા જીવનમાં કરોડો લોકો ગૂગલ ક્રોમનો ઉપયોગ કરે છે. કોઈ પણ વેબસાઈટ ઓપન કરવી હોય તો લોકો ગૂગલ ક્રોમનો જ ઉપયોગ કરે છે. પરંતુ શક્ય છે કે દરેક યુઝર અંગ્રેજી ભાષા ન જાણતો હોય, અથવા તો અંગ્રેજી ભાષામાં કમ્ફર્ટેબલ ન હોય. તો આવી સ્થિતિમાં ગૂગલ ક્રોમનો ઉપયોગ કરવો અઘરો બની શકે છે.

પરંતુ ગૂગલ પહેલાથી જ આ સમસ્યાનો વિકલ્પ આપી રહ્યું છે. ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝર હિન્દી, ગુજરાતી સહિત સંખ્યાબંધ પ્રાદેશિક ભાષાને સપોર્ટ કરે છે. જો તમે પણ ગૂગલ ક્રોમનો ગુજરાતીમાં ઉપયોગ કરવા ઈચ્છો છો, તો તમારે બસ સેટિંગમાં જઈને કટેલાક ફેરફાર કરવાના છે. ગૂગલ ક્રોમને ગુજરાતીમાં વાપરવા માટે તમારે શું કરવાનું છે, તે અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું. વળી સારી વાત એ છે કે આ સેટિંગ ગૂગલ ક્રોમના એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને વર્ઝનમાં અવેલેબલ છે.
ગૂગલ ક્રોમની વેબ વર્ઝનમાં ભાષા બદલવા નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
1. સૌથી પહેલા તમારા કમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ ઓપન કરો.
2. હવે જમણી બાજુ ખૂણામાં ઉપરની તરફ દેખાતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.
3. હવે અહીં સેટિંગ્સ વિકલ્પ પર ક્લિક કરો.
4. અહીં તમને ડાબી તરફ લેંગ્વેજિસ ઓપ્શનનો મળશે. જ્યાં તમે પ્રિફર્ડ લેંગ્વેજ ઓપ્શન જોઈ શકો છો.
5. જો અહીં તમારે જોઈતી લેંગ્વેજ એટલે કે ગુજરાતી ભાષા ન હોય તો તમે Add Languagesમાં જઈને એડ કરી શકો છો.
6. આ માટે એડ લેંગ્વેજમાં જઈને તમારે જોઈતી ભાષા પસંદ કરો અને સેવ પર ક્લિક કરો.
7. બસ આટલું કર્યા બાદ તમારું ગૂગલ ક્રોમ બંધ કરીને ફરીવાર ચાલુ કરો.
એન્ડ્રોઈડ ડિવાઈસમાં ક્રોમની ભાષા બદલવા આટલું કરો.
1. સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ ડિવાઈસમાં ગૂગલ ક્રોમ ઓપન કરો.
2. હવે એડ્રેસ બારની બરાબર જમણી તરફ દેખાતા ત્રણ ડોટ્સ અથવા મોર ઓપ્શન પર ટેપ કરો.
3. બાદમાં સેટિંગ્સમાં જઈને લેંગ્વેજિસ ઓપ્શન પર જાવ.
4. અહીં Chrome’s Language અંતર્ગત તમને કરંટ લેંગ્વેજનો વિકલ્પ મળશે. તેના પર ટેપ કરો.
5. હવે અહીંથી તમારે જોઈતી ભાષા એટલે કે ગુજરાતી સિલેક્ટ કરો.
6. એકવાર ભાષા ડાઉનલોડ થઈ જશે, પછી ટૂલબારમાં જઈને રિસ્ટાર્ટ બટન પર ટેપ કરો.
7. એકવાર તમારા ફોનમાં ભાષા ડાઉનલોડ થયા પછી તમને ફોનમાં લેન્ગવેજ રેડી લખેલું જોવા મળશે. બાદમાં તમે ક્રોમને ગુજરાતીમાં પણ વાપરી શક્શો.
Mac, iPhone
તમે Mac, iPhone અને આઈપેડમાં પણ ગૂગલ ક્રોમની ડિફોલ્ટ લેંગ્વેજ ચેન્જ કરી શકો છો. પરંતુ આ માટે તમારે તમારા ફોનની લેંગ્વેજ ચેન્જ કરવી પડશે. એટલે કે જો તમે ફોન ગુજરાતી, હિન્દીમાં વાપરી રહ્યા છો, તો તમારા ક્રોમની ભાષા પણ બદલાઈ જશે. કારણ કે એપલની ડિવાઈસમાં ક્રોમ એ જ લેંગ્વેજમાં કામ કરે છે, જે ભાષામાં ફોન કામ કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications