Google Pixel 8a ફોનમાં ડિસ્પ્લેથી લઈ કેમેરા હશે જબરજસ્ત, જાણો સ્પેસિફિકેશન્સ

By Gizbot Bureau
|

ગૂગલ ટૂંક સમયમાં જ પોતાનો નવો સ્માર્ટફોન Google Pixel 8a લોન્ચ કરવા જઈ રહ્યો છે. ગૂગલના ફેન્સ આ નવા અપકમિંગ સ્માર્ટફોનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ ફોન અંગે જુદી જુદી માહિતી સામે આવી છે. લેટેસ્ટ રિપોર્ટમાં ફોનના સ્પેસિફઇકેશન્સનો કુલાસો થયો છે.

Google Pixel 8a ફોનમાં ડિસ્પ્લેથી લઈ કેમેરા હશે જબરજસ્ત

એન્ડ્રોઈડ ઓથોરિટીએ ગૂગલના ઈનસાઈડ સોર્સની મદદથી આ અપકમિંગ સ્માર્ટફોનના કેટલાક ખાસ સ્પેસિફિકેશન્સનો પ્રિવ્યુ કર્યો છે. જે બાદ સામે આવેલા રિપોર્ટ મુજબ Google Pixel 8a ના કેટલાક ફીચર્સ શાનદાર હશે.

ગૂગલ પોતાના આ નવા હેન્ડસેટ Google Pixel 8a માં 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ ધરાવતી સ્ક્રીન આપી શકે છે. આ ફોનની સ્ક્રીન OLED અને 2400*1080 રિઝોલ્યુશન સાથે આવી શકે છે. આ ઉપરાંત આ ફોનની સ્ક્રીનમાં DisplayPort આઉટપુટ સપોર્ટ પણ મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ગૂગલે પિક્સલની A સિરીઝ એટલે કે Pixel 7a, 6aમાં હાઈ રિફ્રેશ રેટ નહોતો આપ્યો. માત્ર Google Pixel 7aમાં 90 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવતી સ્ક્રીન હતી.

પ્રોસેસરની વાત કરીએ તો આ ફોનમાં Google Tensor G3 ચિપસેટ મળી શકે છે. જે ગ્રાફિક્સ માટે Mali-G715 GPU નો ઉપયોગ કરે છે.

બદલાઈ શકે છે કેમેરા

આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ફોનનો કેમેરા સેટઅપ પણ અલગ હશે. કંપની આમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપી શકે છે. જેમાં પહેલો કેમેરા 64 મેગાપિક્સલનો Sony IMS787 સેન્સર હશે, જ્યારે સેકન્ડરી કેમેરા 13 મેગાપિક્સલનો Sony IMX712 અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સથી સજ્જ હોઈ શકે છે. આ ઉપરાંત સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં 13 મેગાપિક્સલનો Sony IMX712 સેન્સર હોઈ શકે છે.

Best Mobiles in India

English summary
Google Pixel 8a specifications leaked know about camera and display

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X