Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફોન ચોરાઈ જાય તો PhonePe, Google Pay, PayTM જેવી એપ્સ કરો બ્લોક
ઓનલાઈન પેમેન્ટ અને યુપીઆઈ એપ્સ આપણે બધા જ યુઝ કરી છીએ. એટલે દરેક ફોન યુઝરના ફોનમાં ગૂગલ પે, ફોન પે અને પેટીએમ જેવી યુપીઆઈ પેમેન્ટ એપ્સ હોય છે. આ યુપીઆઈ એપ્સ ખૂબ સરળ અને ઈન્સ્ટન્ટ પ્લેટફોર્મ હોય છે, જેનાથી તમે ફટાફટ પેમેન્ટ કરી શકો છો. પરંતુ તેની સામે કેટલાક જોખમ પણ છે. જેમ કે જો તમારો સ્માર્ટફોન ખોવાઈ કે ચોરાઈ જાય તો કોઈ વ્યક્તિ તમારા ફોનમાં રહેલી આ એપ્સનો ઉપયોગ કરી શકે છે. તમારી સાથે બેન્કિંગ ફ્રોડ જેવી ઘટનાઓ પણ બની શકે છે. જો તમારો ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો તમારે યુપીઆઈ આઈડી બ્લોક કરી દેવા જોઈએ.

PayTM UPI આઈડી બ્લોક કરવા આટલું કરો.
- સૌથી પહેલા પેટીએમ બેન્કના હેલ્પલાઈન નંબર 01204456456 પર કોલ કરો.
- બાદમાં Lost Phone ઓપ્શન સિલેક્ટ કરો.
- હવે તમારો જે ફોન ખોવાઈ ગયો છે, તેનો નંબર એન્ટર કરો.
- બાદમાં લોગઆઉટ ફ્રોમ ઓલ ડિવાઈસ ઓપ્શન સિલેક્ટ કરો.
- હવે પેટીએમની વેબસાઈટ પર જઈને 24/7 હેલ્પ ઓપ્શન સિલેક્ટ કરો.
- અહી તમે Report a fraud અથવા Message Us ઓપ્શન સિલેક્ટ કરી શકો છો.
- છેલ્લે તમે પોલીસ ફરિયાદ દાખલ કરીને રિપોર્ટ કરી શકો છો. બધી ડિટેઈલ્સ ચેક કર્યા બાદ તમારા પેટીએમ અકાઉન્ટને થોડાક સમય માટે બંધ કરી દેવામાં આવશે.
ગૂગલ પે યુપીઆઈ આઈડી બ્લોક કરવા આટલું કરો.
- સૌથી પહેલા 18004190157 નંબર ડાયલ કરો.
- હવે કસ્ટમર કેરમાં ગૂગલ પે અકાઉન્ટ બ્લોક કરવા માટે જરૂરી માહિતી આપો.
- એન્ડ્રોઈડ યુઝર્સ ગૂગલ ફાઈન્ડ માય ફોનમાં કોઈ પણ કમ્પ્યુટર અથવા ફોન દ્વારા લોગઈન કરીને પણ કામ કરી શકે છે. આવું કરીને તમે ગૂગલ પે પર રહેલો બધો જ ડેટા રિમોટલી ડિલીટ કરી શકો છો. આટલું કર્યા બાદ તમારું ગૂગલ પે અકાઉન્ટ બ્લોક થઈ જશે.
- જો તમે iOS યુઝર છો, તો Find my app અથવા અન્ય એપલ ઓથોરાઈઝ્ડ ટૂલ દ્વારા ગૂગલ પેનો ડેટા ડિલીટ કરીને અકાઉન્ટ બ્લોક કરી શકો છો.
Phone Pe યુપીઆઈ આઈડી આ રીતે બ્લોક કરો.
- સૌથી પહેલા 02268727374 અથવા 08068727374 નંબર પર કૉલ કરો.
- જે નંબર તમારા યુપીઆઈ આઈડી સાથે લિંક છે, તે નંબર નોંધાવીને ફરિયાદ કરો.
- જ્યારે તમારી પાસે ઓટીપી માંગે ત્યારે સિમકાર્ડ અને ડિવાઈસ ખોવાઈ ગયું છે, તે ઓપ્શન સિલેક્ટ કરો.
- હવે તમે કસ્ટમર કેર સાથે કનેક્ટ થઈ જશે. અહીં જરૂરી માહિતી આપીને તમે યુપીઆઈ આઈડી બ્લોક કરાવી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications