Phoneનું આ સેટિંગ કરો ઓફ, કોઈ નહીં સાંભળી શકે તમારી વાત

By Gizbot Bureau
|

શું તમારી સાથે ક્યારેય એવું થયું છે કે તમે ગૂગલનો ઉપયોગ કરતા હો, ત્યારે એ જ વસ્તુઓની એડ્સ તમને દેખાવા લાગે, જેના અંગે તમે કોઈની સાથે થોડા સમય પહેલા જ વાત કરી હતી. દાખલા તરીકે તમે ફોન કોલ પર કોઈની સાથે ઓફિસ ચેર અંગે વાત કરી અને હવે જ્યારે તમે ગૂગલ ઓપન કરો છો, તો તમને ઓફિસ ચેરની જ એડ દેખાય છે.

Phoneનું આ સેટિંગ કરો ઓફ, કોઈ નહીં સાંભળી શકે તમારી વાત

જો હાં, તો સમજો કે તમારા ફોનમાં થતી બધી જ વાતો તમારા સિવાય કોઈ અન્ય પણ સાંભળી રહ્યું છે. જો તમારી સાથે આવું નથી થયું, તો પણ તમારે આવી ઘટનાથી બચવા માટે આ માહિતી જાણવી જરૂરી છે.

કોઈ સાંભળી રહ્યું છે....

વાત ચોંકાવનારી છે, પરંતુ સંપૂર્ણ સત્ય છે કે તમે સ્માર્ટફોન પર જે પણ વાત કરો છો, તે બધી જ વાતો તમારો સ્માર્ટફોન સાંભળી રહ્યો છે. જ્યારે તમે કોઈ વસ્તુનો કોઈની સાતે વાતચીત દરમિયાન ઉલ્લેખ કરો છો, ત્યારે તમને તરત જ તેની એડ દેખાવા લાગે છે. આ આખા ઘટનાક્રમ પાછળનું કારણ તમારા સ્માર્ટફોનમાં રહેલું એક સેટિંગ છે.

આ સેટિંગને કારણે દેખાય છ એડ્સ

ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતા સમયે જો તમે તેને માઈક્રોફોનનું એક્સેસ આપ્યું છે, તો તમને ફોનમાં આવી એડ્સ દેખાતી રહેશે. માઈક્રોફોન એક્સેસ આપવાની સાથે જ ક્રોમ તમારા રસની વાતો જાણીને તેને તમારા સુધી પહોંચાડવા લાગે છે. એટલે જ તમને એવી વસ્તુઓની એડ્સ દેખાય છે, જેના વિશે તમે વાત કરી છે.

ક્રોમનો હેતુ યુઝરનું કામ સરળ બનાવવાનો છે, જેથી યુઝર જે વસ્તુ ઈચ્છે છે, તે ખરીદી શકે. પરંતુ આ તમારી પ્રાઈવસી પર પણ સવાલ હોઈ શકે છે. જો તમે ક્રોમને આપેલું માઈક્રોફોનનું એક્સેસ બંધ કરી દેશો, તો ક્રોમ પર રહેલી વેબસાઈટ્સ તમારો અવાજ ટ્રેક નહીં કરી શકે.

ક્રોમ પર આ રીતે બંધ કરો માઈક્રોફોન એક્સેસ

સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં ક્રોમ ઓપન કરો.

સ્ટેપ 2: હવે જમણી બાજુ પરની તરફ દેખાતા કોર્નરમાં રહેલા 3 ડોટ્સ પર ક્લિક કરો.

સ્ટેપ 3: હવે સ્ક્રોલ ડાઉન કરીને Settings પર ક્લિક કરો.

સ્ટેપ 4: હવે Site Settings પર ક્લિક કરો.

સ્ટેપ 5: હવે તમને Microphoneનો વિકલ્પ દેખાશે, તેનું ટોગલ ઓફ કરી દો.

બસ, આટલું કરતા જ તમાર માઈક્રોફોનની નીચે બ્લોક્ડ લખેલું જોવા મળસે. કોઈ ખાસ વેબસાઈટ કે પછી ગૂગલને તમે પરમિશન આપી છે, તો માઈક પર લોંગ પ્રેસ કરીને તમે તેનું એક્સેસ બંધ કરી શકો છો.

Best Mobiles in India

English summary
How to Optimize Smartphone Settings for Seamless Integration with Google Chrome and Maximize Ad Exposure

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X