Just In
- 565 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 566 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 567 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 568 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ચોરી થયેલો ફોન સ્વિચ ઓફ હશે તો પણ મળી જશે, બસ આ સેટિંગ કરો
કોઈ વાર આપણો ફોન ખોવાઈ જાય કે ચોરી થઈ જાય તો તરત જ સ્વિચ ઓફ થઈ જાય છે. જો તમારો ફોન ચાલુ હોય, તો જુદી જુદી ટેક્નોલોજીની મદદથી તેનું લોકેશન ટ્રેક કરી શકાય છે, પરંતુ જ્યારે ફોન સ્વિચ ઓફ થઈ જાય, તો તમે સ્માર્ટફોન કેવી રીતે શોધશો? આ માટે તમે ફાઈન્ડ માય ફોન ફીચરની મદદથી ખોવાયેલા ફોનને સરળતાથી શોધી શકો છો. આ ફીચર આઈફોન અને એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર બંનેમાં મળે છે.
હવે ગૂગલની વાત કરીએ તો કંપને પોતાના Find My Device ફીચરને અપગ્રેડ કરીને નવું વર્ઝન રોલઆઉટ કર્યું છે. આ અપગ્રેડ બાદ તમે સ્વિચ ઓફ થયેલો ફોન પણ શોધી શકો છો. આમ તો કંપનીએ આ ફીચરની જાહેરાત મે 2023ના રોજ કરી હતી, પરંતુ સ્માર્ટ ફોનમાં આ ફીચર હવે રોલઆઉટ કરવામાં આવ્યું છે. જો કે હાલ આ ફીચર બધા જ રિજન માટે રોલઆઉટ કરવામાં નથી આવ્યું.

હાલમાં આ ફીચર માત્ર અમેરિકા અને કેનેડા માટે જ ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં ગૂગલ આ ફીચર બધા જ દેશ માટે રોલઆઉટ કરસે આ ફીચરનો લાભ હાલ Pixel 8 અને Pixel 8 Pro સ્માર્ટફોનના યુઝર્સને મળી રહ્યો છે. આઈફોનમાં તો પહેલેથી જ આફીચર અવેલેબલ છે. ત્યારે ચાલો જાણીએ કે ગૂગલ અને એપલ બંને ફોનમાં આ ફીચર કામ કેવી રીતે કરે છે?
કેવી રીતે શોધશો તમારો iPhone?
જો તમે આઈફોન યુઝર છો, તો સૌથી પહેલા તમારે ડિવાઈસમાં Find My સેટિંગ અબલ કરવાનું છે. આના માટે સૌથી પહેલા તમારા સેટિંગ્સ મેન્યુમાં જાવ, અહીં તમારા નામ પર ટેપ કરો અને પછી Find My ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો.
અહીંથી તમે પરિવાર અને મિત્રો સાથે પોતાનું લોકેશન શૅર કરી શકો છો. બાદમાં તમારે Find My Device પર ક્લિક કરવાનું છે. આ સેટિંગ ઓન કરો. તમારો ફોન ક્યારે ઓફલાઈન થયો, તે જોવા માટે તમારે Find My Networkનો વિકલ્પ ઓન કરવાનો છે. ધ્યાન રાખો કે જો તમે આ ફીચરનો ઉપયોગ કરવા ઈચ્છો છો, તો તમારા ફોનનું લોકેશન ઓન હોવું જરૂરી છે.
હવે ખોવાયેલો ફોન શોધવા માટે તમારે આ જ Find My ફીચરને અન્ય ડિવાઈસમાં ઓપન કરવાનું છે. જેમાં તમારે ખોવાયેલો ફોન સિલેક્ટ કરવાનો છે. બાદમાં તમે મેપ પર તમારા ડિવાઈસને શોધી શક્શો. અહીં તમને જુદા જુદા વિકલ્પ પણ મળશે, જેના દ્વારા તમે ફોન શોધી શકો છો. તમે ઈચ્છો તો ફોનને લોક પણ કરી શકો છો.
એન્ડ્રોઈમાં કેવી રીતે કામ કરે છે આ ફીચર?
એન્ડ્રોઈડ યુઝર્સે પોતાનો ખોવાયેલો ફોન શોધવા માટે Find My Device વેબસાઈટનો ઉપયોગ કરવાનો છે. અહીં તમારે એ જ અકાઉન્ટથી લોગ ઈન કરવાનું છે, જેનાથી તમે તમારા ખોવાયેલા ફોનમાં લો ઈન કરેલું છે. બાદમાં તમને એક લિસ્ટ મળશે, જેમાં બધા જ એ ડિવાઈસ જોવા મળશે, જેમાં તમે આ અકાઉન્ટથી લોગ ઈન કરેલું છે.
અહીં તમે તમારા ફોનનું લાસ્ટ લોકેશન શોધી શકો છો. હાલ ગૂગલે આ અપગ્રેડેડ Find My Device ફીચર બધા માટે રિલીઝ નથી કર્યું, એટલે તેના એક્ઝેટ સ્ટેપ્સ જાણી શકાયા નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications