Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Map દ્વારા આ રીતે શોધો કે ક્યાં પાર્ક કર્યું છે વાહન
ઘણીવાર એવું બને છે કે વધુ ટ્રાફિક કે ભીડભાડવાળા વિસ્તારમમાં આપણે ક્યાં કાર કે બાઈક કર્યું છે, તે આપણે ભૂલી જઈએ છીએ. જો તમે કાર કે બાઈકની નજીક છો અને તમારી કારમાં સિસ્ટમ છે, તો તમે રિમોટ દબાવીને કાર કે બાઈક શોધી શકો છો. પરંતુ તમારી આ સમસ્યા અટકાવવામાં ગૂગલ મેપ્સ તને મદદ કરી શકે છે.

સામાન્ય રીતે રસ્તો કે ડેસ્ટિનેશન જાણવા માટે આપણે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ગૂગલ બીજી પણ અનેક સુવિધાઓ આપે છે. જેના વિશે યુઝર્સને મોટાભાગે ખ્યાલ નથી હોતો. ગૂગલ મેપ્સ દ્વારા તમે તમારું વાહન ક્યાં પાર્ક કર્યું છે, તે સરળતાથી શોધી શકો છો. એટલું જ નહીં ગૂગલ આસિસ્ટન્ટની મદદથી તેને શોધી પણ શકો છો. આ માટે તમારે બસ કેટલાક સ્ટેપ્સ ફોલો કરવાના છે.
ગૂગલના બ્લોગ પર આપવામાં આવેલી માહિતી મુજબ તમે પાર્ક કરેલી કારનું લોકેશન તમે ગૂગલ મેપ્સમાં સેવ કરી શકો છો. આ માટે નીચે આપેલા સ્ટેપ્સ અનુસરો.
1. એકવાર તમે તમારા પાર્કિંગ સ્પોટ પર પહોંચો, પછી Android અથવા iPhone પર Google Maps ઍપ ખોલો.
2. હવે બ્લૂ એરિયામાં દેખાતા ડોટ આઇકનને ટેપ કરો
3. સ્ક્રીનના તળિયે "સેવ પાર્કિંગ" બટન પર ક્લિક કરો.
ગૂગલની બ્લોગ પોસ્ટ મુજબ આ તમારી કારના પાર્કિંગ પ્લેસને સેવ કરવાનો સૌથી સહેલો રસ્તો છે. જો કે, યુઝર્સ પાર્કિંગ અંગે વધુ માહિતી ઉમેરવા માટે મોર ઈન્ફો બટન પર પણ ટેપ કરી શકે છે. અહીં તમે એ પણ સેવ કરી શકો છો કે કેટલા સમય બાદ તમે પાર્કિંગ પ્લેસ પર પાછા આવવાનો છે. આ ઉપરાંત યુઝર્સ પોતાના પાર્કિંગ સ્પોટને સેવ કર્યા બાદ શૅર પણ કરી શકે છે. તો યુઝર્સ આ જ પાર્કિંગ લોકેશન પોતાના મોબાઈલ પર પણ મોકલી શકે છે, જેથી તેને સરળતાથી શોધી શકાય.
યુઝર્સ પોતાની કાર ક્યાં પાર્ક કરી છે તે લોકેશન શોધવા માટે ગૂગલ મેપ્સમાં નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરી શકે છે.
1. જો તમે તમારું વાહન ક્યાં પાર્ક છે, તે શોધવા ઈચ્છો છો તો iPhone અથવા Android પર Google Maps ફરીથી ખોલો
2. હવે સ્ક્રીન પર દેખાતા You have parked your vehicle here પર અથવા તો તમે પોતાને મોકલેલી લિંક પર ક્લિક કરો.
3. એકવાર તમને સ્થળ મળી જાય તો તેની તરપ ચાલવા લાગો. બાદમાં ફરી " You have parked your vehicle here" આઈકન પર ટેપ કરો અને Google મેપ્સના નેવિગેશનનો ઉપયોગ કરો.
4. હવે મેપ તમને તમારા પાર્કિંગ સ્પોટ સુધી પહોંચવાનો રસ્તો બતાવશે.
આ પરાંત ગૂગલ પોતાના યુઝર્સને પાર્કિંગ સ્પોટ્સ ક્યાં છે, તે શોધવાની પણ સુવિધા આપે છે. એટલે કે તમે એ શોધી શકો છો કે તમારે કાર પાર્ક ક્યાં કરવી?
જો કે ગૂગલ મેપ્સ દ્વારા તમે જો મલ્ટીલેવલ પાર્કિંગમાં કાર પાર્ક કરી છે, તો શોધવામાં મુશ્કેલી પડી શકે છે. કારણ કે ગૂગલ મેપ્સ તમને સ્પોટ બતાવી શકે છે, પરંતુ ફ્લોર તમારે જાતે જ શોધવો પડશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications