Just In
- 584 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 585 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 586 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ રીતે મોકલો Disappearing SMS, વાંચવાની સાથે જ થઈ જશે ગાયબ
વ્હોટ્સ એપમાં તમે ડિસઅપીયરિંગ મેસેજ મોકલી શકો છો, વ્યુ વન્સ મેસેજિસ મોકલી શકો છો. તો ઈન્સ્ટાગ્રામમાં પણ વેનિશ મોડમાં ચેટ થઈ શકે છે. આ બધા એવા ફોર્મેટ છે, જેમાં તમારા મેસેજ યુઝર વાંચી લે તેના થોડા સમયમાં ડિલીટ થઈ જાય છે. પરંતુ SMSનું શું? તમે કોઈને મેસેજ કરો અને તે પણ તમારે સિક્રેટ રાખવો હોય તો? તો ગૂગલ મેસેજ પાસે તેનો પણ ઉપાય છે. તમે ગૂગલ મેસેજ દ્વારા એટલે કે તમારા એન્ડ્રોઈડ ફોનમાં એવા એસએમએસ કરી શકો છો, જે સામેના યુઝરના વાંચી લીધા બાદ ડિલીટ થઈ શક્શે.

ડિસઅપીયરિંગ મેસેજ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
- સૌથી પહેલા તમારા ફોનમાં ગૂગલ મેસેજિસ એપ ઓપન કરો અને તમારે જે પણ વ્યક્તિને મેસેજ કરવો છે, તેની સાથેનું કન્વર્ઝેશન ઓપન કરો.
- હવે + આઈકન પર ક્લિક કરો. ડાબી બાજુ નીચેની તરફ તમને ચેટ સ્ક્રીનમાં + આઈકન જોવા મળશે.
- હવે અહીં તને ડિસઅપિયરિંગ મેસેજ ઓફ રાખવા છે કે ઓન તેનો વિકલ્પ મળશે. જેમાંથી તમારે Turn On Disappearing Messages વિકલ્પ પસંદ કરવાનો છે.
- આટલું કર્યા બાદ હવે તમારે સમય મર્યાદા સિલેક્ટ કરવાની છે. એટલે કે કયો મેસેજ કેટલા સમયમાં ગાયબ થઈ જશે. તમે ઈચ્છો તે પ્રમાણે સમય મર્યાદા સિલેક્ટ કરી શકો છો.
- હવે તમારે સામેના વ્યક્તિ સાથે જે વાત કરવી છે, તે મેસેજ ટાઈપ કરો અને બસ સેન્ડનું બટન દબાવી દો.
- આ મેસેજ તમારા ચેટમાં સામાન્ય મેસેજની જેમ જ દેખાશે. સાથે જ રિસીવરના મોબાઈલમાં પણ આ મેસેજ સામાન્યની જેમ જ દેખાશે. પરંતુ આ મેસેજની સાથે એક ટાઈમર પણ જોવા મળશે. જે દર્શાવશે કે તમારો મેસેજ કેટલા સમય બાદ ડિલીટ થઈ જવાનો છે.
- આ નક્કી કરેલી સમય મર્યાદા પૂરી થશે કે તરત જ સેન્ડર અને રિસીવર બંનેના ડિવાઈસમાંથી મેસેજ વેનિશ થઈ જશે. બાદમાં તમે કોઈ પણ રીતે આ મેસેજને પાછો નહીં મેળવી શકો. હા જો કોઈ વ્યક્તિ તેનો સ્ક્રીનશોટ લે છે, તો સ્ક્રીનશોટમાં આ મેસેજ સ્ટોર થશે.
આટલું ધ્યાન રાખો.
જો તમે આ ડિસઅપીયરિંગ મેસેજ સેટિંગ બંધ કરવા ઈચ્છો છો, તો તમારે બસ ઉપર આપ્યા તે જ સ્ટેપ્સ ફોલો કરીને માત્ર Turn Off Disappearing messages ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તમે સેટિંગ્સમાં જનરલમાં જઈને અહીં આપેલા ડિસઅપિયરિંગ મેસેજિસમાં જઈને દરેક કન્વર્ઝેશન માટે બાયડિફોલ્ટ ડિસઅપિયરિંગ મેસેજ પણ સેટ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications