Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Play Store પરથી હટાવી એપ્સ, તમારા ફોનમાં હોય તો કરો અનઈન્સ્ટોલ
ગૂગલ પોતાની દરેક સર્વિસને પ્રોબ્લેમ ફ્રી રાખવા ઈચ્છે છે. આ માટે ગૂગલ સતત પ્રયત્નશીલ છે. જો યુઝરને ગૂગલને લગતી કોઈ પણ સર્વિસમાં કોઈ સમસ્યા આવે છે, તો ગૂગલ તરત તેના પર કામ કરે છે. સાથે જ યુઝર્સને તરત મેસેજ કરીને માહિતી પણ આપવામાં આવે છે, જેમાં તેમને ડિવાઈસને અપડેટ કરવાનું કહેવામાં આવે છે. તાજેતરમાં ગૂગલે પોતાના યુઝર્સની સિક્યોરિટીને લગતા પગલાં લેતા કેટલીક લોન એપ્સને લઈને ચેતવણી જાહેર કરી છે.

આજકાલ લોન એપ્સ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે, અને લોકો તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે. પોતાના શોખ અને જવાબદારીઓ પૂરી કરવા માટે યુઝર્સ લોન એપ્સનો સહારો લે છે. પરંતુ આ લોન એપ્સ પૈસા પાછા લેવા માટ યુઝર્સને જુદી જુદી રીતે ખૂબ હેરાન કરે છે. ભારત સરકારે પોતાના નાગરિકોને આવી હેરાનગતિથી બચાવવા માટે લોન એપ્સ પર કડક કાયદા બનાવ્યા છે. પરંતુ તેમ છતાંય કેટલીક એપ્સ હજી કાર્યરત્ છે.
આ એક એવી કેટગરી છે, જેની એપ્સ યુઝર્સને ઠગે છે. પરંતુ આ ઠગાઈ સરળતાથી પકડાતી નથી. એટલે યુઝર્સને જાણ થાય તે પહેલા તો તેમના પૈસા જતા રહ્યા હોય છે. ગૂગલે આપેલી માહિતી પ્રમાણે પ્લે સ્ટોર પર 17 બોગસ લોન એપ્સ છે. જે યુઝર્સને પૈસા ઉધાર આપે છે. સાઈબર સુરક્ષા ફર્મ ESETના સંશોધકોના રિપોર્ટ મુજબ આવી લોન એપ્સ ભારત અને અન્ય દેશોમાં એન્ડ્રોઈડ યુઝર્સને શિકાર બનાવે છે
પ્લે સ્ટોર પરથી હટાવાઈ 17 એપ્સ
ટેક જાયન્ટ કંપની ગૂગલે પ્લે સ્ટોર પરથી આવી 17 એપ્સને હટાવી દીધી છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આવી એપ્સને શોધીને હટાવી તે પહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી આખા વિશ્વમાં 12 મિલિયન કરતા વધારે વખત આ એપ્સ ડાઉનલોડ થઈ ચૂકી છે. જરા વિચાર કે કેટલા બદા યુઝર્સ આ એપ્સની છેતરપિંડીનો ભોગ બની રહ્યા હશે
આ એપ્સને તાત્કાલિક કરો અનઈન્સ્ટોલ
ગૂગલે પોતાના આ પગલા વિશે તાજેતરમાં જ જાહેરાત કરી છે. આ બોગસ લોન એપ્સમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. આ એપ્સ લેજિટ પર્નસલ લોન સર્વિસ હોવાનો દાવો કરે છે. તેઓ હાઈ ઈન્ટરેસ્ટ રેટ પર સરળતાથી લોન આપીને યુઝર્સને પોતાની જાળમાં ફસાવે છે. આ ઉપરાંત આવી એપ્સ યુઝર્સની પર્સનલ અને નાણાકીય માહિતી પણ ચોરી કરે છે. જેના આધારે તેઓ યુઝર્સને બ્લેકમેઈલ કરે છે. એટલે જ ગૂગલનું કહેવું છે કે જો આ એપ્સ તમારા ફોનમાં છે, તો તેને તાત્કાલિક અનઈન્સ્ટોલ કરી દો.
ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવેલી એપ્સમાં AA ક્રેડિટ, અમોર કૅશ, ગૌવાયબા કૅશ, ઈઝી ક્રેડિટ, કૅશવાવ, ક્રેડિબ્સ, ફ્લેશ લોન, પ્રેસ્ટામોસક્રેડિટો, પ્રેસ્ટામસ ડે ક્રેડિટો, ઉમીકૅશ, ગો ક્રેડિટો, ઈન્સટેન્ટિયો પ્રેસ્ટામો, કાર્ટેરા ગ્રાંડે, રૅપિડો, ક્રેડિટો, ફિનઅપ લેન્ડિંગ, 4S કૅશ, ટૂ નાયરા, ઈઝીકેસ જેવી એપ્સ સામેલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications