મોઝિલા ના નવા ફાયરફોક્સ ફોકસ બ્રાવઝર વિષે 4 એવા મુદ્દા કે જે તમારે જરૂર થી જાણવા જોઈએ

Posted By: Keval Vachharajani

મોઝિલા ડેવલોપર્સએ આઈફોન અને આઇપેડ ના યુઝર્સ માટે એક નવું બ્રાવઝર બહાર પાડ્યું છે જેનું નામ છે, ફાયરફોક્સ ફોકસ આ નવું મોબાઈલ બ્રાવઝર ને એટલા માટે જ બનાવવા માં આવ્યું છે જેથી યુઝર્સ પ્રાઇવેટ બ્રાવઝિંગ નો લાભ કોઈ ચિંતા વગર ખુલી ને લઇ શકે.

મોઝિલા ના નવા ફાયરફોક્સ ફોકસ બ્રાવઝર વિષે 4 એવા મુદ્દા કે જે તમારે

હવે તમારા એન્ડ્રોઇડ ફોન માંથી લ્યો પરફેક્ટ સેલ્ફી માઇક્રોસોફ્ટ સેલ્ફી એપ દ્વારા

જો કે, આ બ્રાવઝર પોતાની મેળેજ જાહેરાતો ને બ્લોક કરી નાખે છે, અને તમારી બ્રાવઝિંગ હિસ્ટ્રી ને પણ જાતેજ ડીલીટ કરી નાખે છે, તેમાં તમારા પાસવર્ડ અને કૂકીઝ નો પણ સમાવેશ થઇ જાય છે એટેલ કે તે પણ તેની મેળેજ ડીલીટ થઇ જાય છે. એટલું જ નહિ આ બ્રાવઝર જાહેરખબર વળી કંપની ઓ ને તમારી કામગિરી પર નજર રાખવા થી પણ અટકાવે છે.

#જાહેરાતકર્તાઓ તમારા વ્યવહાર ને ટ્રેક કરતા હોઈ છે

#જાહેરાતકર્તાઓ તમારા વ્યવહાર ને ટ્રેક કરતા હોઈ છે

સામાન્ય સંજોગો માં આપડે જયારે કોઈ વેબસાઈટ ની મુલાકાત લેતા હોઈએ છીએ ત્યારે, દાખલા તરીકે, જયારે તમે મિન્ત્રા દ્વારા બ્રાવઝિંગ કરો છો ત્યારે, આપડે કોઈ પ્રોડક્ટ પર ક્લિક કરતા હોઈએ છીએ. પરંતુ જયારે તમે કોઈ બીજી પ્રોડક્ટ કોઈ બીજી જગ્યા પર જોવો છો ત્યારે ઘણા બધા જાહેરાતકર્તાઓ તમારી ટેક્સ્ટ ફાઇલ્સ ને તમારા PC અથવા તો ફોન પર સ્ટોર કરી લેતા હોઈ છે.

#કોઈ પણ ટ્રેકર સોફ્ટવેર ને બ્લોક કરે છે

#કોઈ પણ ટ્રેકર સોફ્ટવેર ને બ્લોક કરે છે

જેમ કે, ફાયરફોક્સ ફોકસ કોઈ પણ પ્રકાર ના ટ્રેકર સોફ્ટવેર ને બ્લોક કરે છે અને તેટલું જ નહિ એક્દુમ સરળ બ્રાવઝર હોવા ના લીધે વેબ પેજીઝ પણ એક્દુમ ઝડપ થી લોડ થાય છે. અને આટલું જ નહિ જો યુઝર માત્ર એક વખત તેના સેટિંગ્સ ની મુલાકાત લેશે તો તેઓ ને બીજા ઘણા બધા ઓપ્શન્સ જેમ કે, તેઓ એડ ટ્રેકર્સ ને બ્લોક કરી શકે છે, એનાલિટિક્સ ટ્રેકર્સ ને બ્લોક કરી શકે છે, સોશિઅલ ટ્રેકર્સ ને બ્લોક કરી શકે છે, અને તેના જેવા બીજા ઘણા બધા પ્રકાર ના ટ્રેકર્સ ને તેઓ અલગ અલગ રીતે પણ બ્લોક કરી શકે છે.

#સફારી સાથે સ્પર્ધા

#સફારી સાથે સ્પર્ધા

જોવા ની ખૂબી એ છે કે, આ એપ ને સૌથી પેહલા તો એપસ્ટોર માં લગભગ 1 વર્ષ પેહલા એક એડ બ્લોકીંગ સાધન તરીકે બહાર પાડવા મા આવી હતી કે જે એપલ ના સફારી બ્રાવઝર માંથી જાહેરાતો અને ટ્રેકર્સ ને બહાર કાઢવા નું કામ કરતી હતી.

જો કે, આ ફીચર હજી સુધી નવી સુધારેલી એપ માં આપવા માં આવેલ જ છે. પરંતુ અત્યાર ની હાલત જોઈ ને તો એવું જ લાગી રહ્યું છે કે હવે મોઝિલા સીધું સફારી સાથે સ્પર્ધા કરવા નુ વિચારી રહ્યું હોઈ તેવું જ જોવા મળે છે.

#મોઝિલા દ્વારા એક્દુમ મજબૂત ચાલ

#મોઝિલા દ્વારા એક્દુમ મજબૂત ચાલ

જાહેરાતો ને લીધે આપડી ગોપનીયતા ખોરવાઈ શકે છે, ધીમી કામગિરી આપી શકે છે, તમારા માસિક ડેટા ટ્રાન્સફર ની લિમિટ ને પણ નુકસાન પહૉચી શકે છે, અને તમારી વિગતો એવી કંપનીઓ ને પણ જઈ શકે છે કે જે ઓનલાઇન એટેક કરતી હોઈ. વધુ નોંધપાત્ર રીતે કહીએ તો, મોઝિલા ની આ ચાલ દ્વારા જાહેરાતકર્તાઓ અને વેબ બ્રાવઝર્સ વચ્ચે નું ઘર્ષણ આના લીધે એક્દુમ ઓછું થઇ જશે અથવા તો એક્દુમ સાફ થઇ જશે તેમ કહી શકાય.

આ નવું ફાયરફોક્સ ફોક્સ એ એપલ એપ સ્ટોર પર ફ્રી માં ઉપલબ્ધ કરવા માં આવેલ છે. તેમ છત્તા આ એપ ને એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર ક્યારે અને કઈ રીતે લોન્ચ કરવા માં આવશે તેના પર કોઈ જ પ્રકાર ની માહિતી આપવા માં આવેલ નથી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
Hide from advertisers' eyes using Mozilla Firefox's new iPhone browser.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot