Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ChatGPT 4નો ફ્રીમાં કરો ઉપયોગ, આ સ્ટેપ્સને કરો ફોલો
OpenAIના લેટેસ્ટ વર્ઝન ChatGPT 4 મોડેલમાં ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. ખાસ કરીને આ વર્ઝન 26 ભાષાને સપોર્ટ કરે છે, ઈમેજને ઓળખી શકે છે. આ ઉપરાંત પણ આ ફીચર ઘણી રીતે ખાસ છે. જો કે આ ફીચર પે વૉલમાં લૉક્ડ છે. એટલે કે જો તમે પૈસા આપો તો જ આ ફીચર્સનો વપરાશ કરી શકો તેમ છો. જેને કારણે યુઝર્સે ફરજિયાત ChatGPT 3.5નો ઉપયોગ કરવો પડે છે, કારણ કે આ વર્ઝન ફ્રી છે. પરંતુ તેમાં ઉપર દર્શાવેલા ફીચર્સ નથી. જો કે, એવી ઘણી રીત છે, જેના દ્વારા તમે તમારા કમ્પ્યુટર, મોબાઈલ ફોન પર ChatGPT 4નો ફ્રીમાં ઉપયોગ કરી શકો છો.

બિંગ ચેટ પર ChatGPT 4નો ફ્રીમાં ઉપયોગ કરો.
ChatGPT 4ને ફ્રીમાં વાપરવા માટે સૌથી સરળ રીતે માઈક્રોસોફ્ટનું બિંગ ચેટ છે. જેને તમે કો પાઈલટ તરીકે ઓળખો છો. ChatGPT 4નો આ રીતે ઉપયોગ કરવા માટે તમારે માત્ર કમ્પ્યુટર પર એક આઉટલૂક અકાઉન્ટ અને ગૂગલ ક્રોમ અથવા એજ બ્રાઉઝર ઓપન કરવાનું છે. આટલું કર્યા બાદ નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
1. સૌથી પહેલા એજ અથવા ક્રોમ બ્રાઉઝર પર જઈને co-pilot.microsoft.com ટાઈપ કરો અને એન્ટર આપો. જો તમે એજ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, તો જમણી તરફ ઉપરની બાજુ દેખાતા આઈકનથી કો પાઈલટ ઓપન કરી શકો છો.
2. હવે તમારા આઉટલૂક અકાઉન્ટમાં લોગઈન કરો. જો તમારી પાસે અકાઉન્ટ નથી તો એક ખાતું બનાવો.
3. બાદમાં, નેક્સ્ત પર ક્લિક કરો અને સર્ચ બોક્સમાં તમારી ક્વેરી ટાઈપ કરો. તમે ક્રિએટિવ, સંતુલિત અને પરફેક્ટ સર્ચ જેવા વિકલ્પ પસંદ કરી શકો છો.
ChatGPT પર જેમ GPT 4 પરફેક્ટ જવાબ આપે છે, તેમ કો પાઈલટ પણ તમને પરફેક્ટ જવાબ આપશે, કારણ કે તે GPT 4 પર જ કામ કરે છે.
મોબાઈલમાં બિંગ ચેટના ChatGPT 4 મોડેલનો ફ્રીમાં ઉપયોગ કરો
માઈક્રોસોફ્ટે એન્ડ્રોઈડ અને iOS માટે કોપાઈલટ એપ લોન્ચ કરી છે. યુઝર્સ તેના દ્વારા ChatGPT 4નો ઉપયોગ કરી શકે છે.
1. સૌથી પહેલા પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પર જઈને કોપાઈલટ એપ ડાઉનલોડ કરો.
2. હવે એપ ઓપન કરો અને Use GPT 4 ઓપ્શન પર ટૉગલ કરો.
3. હવે તમારે જે સર્ચ કરવું છે, તે અંગે સવાલ પૂછો.
અહીં તમારે કોઈ લોગ ઈન કરવું કમ્પલસરી નથી, પરંતુ લોગ ઈન કર્યા વગર ખૂબ ઓછા પ્રશ્નો પૂછી શકાય છે. લોગઈન કરવાથી વધુ પ્રશ્નો પૂછવાની છૂટ મળે છે. એટલે તમારી પાસે એક માઈક્રોસોફ્ટ અકાઉન્ટ હવું જરૂરી છે.
Perplexity AI પર ChatGPT 4નો ઉપયોગ કરો મફતમાં
Perplexity AI અન્ય ચેટબોટની જેવોજ ચેટબોટ છે, જે વધારે અને ઉંડાણપૂર્વકની માહિતી આપવા માટે AI અને NLPનો ઉપયોગ કરે છે. હાલના સમયમાં આ ચેટબોટ કો પાઈટલ ફીચર દ્વારા ChatGPT 4 મોડ્યુલ પર કામ કરી રહ્યો છે. તમારે બસ તેનો ઉપયોગ કરવા માટે એક ટોગલ કરવાનું છે.
1. સૌથી પહેલા પર્પ્લેક્સિટી એઆઈની સત્તાવાર વેબસાઈટ ઓપન કરો.
2. અહીં સવાલ કરતા પહેલા કોપાઈલટ ફીચર ઓન કરો.
3. હવે તમારે લોગ ઈન કરવા માટે ઈમેઈલનો ઉપયોગ કરીને સાઈનઅપ કરવાનું છે.
4. બાદમાં આગળ વધીને ChatGPT 4નો ઉપયોગ કરવા માટે સવાલ પૂછવાનું શરૂ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications