Telegramથી Signal સુધી, સોશિયલ મીડિયા પર આ રીતે છુપાવો IP એડ્રેસ

By Gizbot Bureau
|

રોજિંદા મેસેજ અને વીડિયો કૉલ કરવા માટે વિશ્વભરમાં અસંખ્ય લોકો વ્હોટ્સ એપ અને ટેલિગ્રામ કે પછી એના જેવી જ ચેટ અથવા કૉલિંગ એપ્સનો ઉપયોગ કરે છે. આ બધી ઈન્સ્ટન્ટ મેસેજિંગ કે પછી કોલિંગ એપ્સ ભલે આપણા જીવનનો હિસ્સો બની ચૂકી હોય, પરંતુ આ બધી એપ્સ આપણા ડેટાનો ગેરફાયદો ઉઠાવી શકે છે. જેમ કે આ એપ્સ આપણે જાણ કર્યા વગર જ આપણા વિશેની ઘણી બધી માહિતી જેમ કે લોકેશન વગેરે બીજાને શૅર કરી શકે છે.

Telegramથી Signal સુધી, સોશિયલ મીડિયા પર આ રીતે છુપાવો IP એડ્રેસ

બધી જ સોશિયલ મીડિયા કંપનીઓ કે એપ્સ પોતાના યુઝર્સનો ડેટા સુરક્ષિત અને ખાનગી હોવાનો દાવો કરે છે, પરંતુ શક્ય છે કે કોઈ વ્યક્તિઓ ગેરકાયદે કામ કરવા માટે તમારા આઈપી એડ્રેસને ટ્રેક કરી શકે છે. આજના આર્ટિકલમાં અમે તમને કેટલીક એવી રીત જણાવીશું, જેની મદદથી તમે પોતાનું આઈપી એડ્રેસ હાઈડ કરી શકો છો.

સોશિયલ મીડિયા એપ્સમાં આ રીતે છુપાવો આઈપી એડ્રેસ

ટેલિગ્રામ

ટેલિગ્રામ પર આઈપી એડ્રેસ સંતાડવા માટે તમારે કેટલાક સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના છે. આ માટે તમારે સૌથી પહેલા એપ્સનું સેટિંગ્સ મેન્યુ ઓપન કરવાનું છે. આટલું કર્યા બાદ Privacy & Security ઓપ્શન પર ક્લિક કરો. હવે તમારા કોલ્સ માટે Never in the PEER to PEER સેક્શન પર ક્લિક કરો. આમ કરવાથી તમે જ્યારે ટેલિગ્રામ એપ્સ પર બીજા યુઝરને કૉલ કરશો, ત્યારે તમારું આઈપી એડ્રેસ હાઈડ રહેશે.

વ્હોટ્સ એપ

વ્હોટ્સ એપમાં તમને P2P કનેક્શન એક્ટિવ કરવાનો કોઈ ઓપ્શન નથી મળશો. વ્હોટ્સ એપ જાતે જ નક્કી કરશે કે કૉલ ક્યારે P2P હશે અને ક્યારે રિલે કોલ હશે. જો કે વ્હોટ્સ એપ કૉલમાં તમારા આઈપી એડ્રેસની સુરક્ષા માટે રિસર્ચ કરી રહ્યું છે. એકવાર આ સુવિધા ચાલુ થઈ જાય, ત્યારબાદ કૉલ વ્હોટ્સ એપ સર્વર દ્વારા જ રિલે થશે. એટલે તમારું આઈપી એડ્રેસ સુરક્ષિત રહેશે. હાલ આ સુવિધા બીટા વર્ઝનમાં છે, પરંતુ ટૂંક સમયમાં બધા જ યુઝર્સ માટે ઉપલબ્ધ થઈ જશે.

સિગ્નલ

સિગ્નલ એપ પાસે પણ P2P કનેક્શન બંધ કરવાનો કોઈ વિકલ્પ નથી. એપમાં તમને માત્ર ઓલવેઝ રિલે કૉલ્સનો ઓપ્શન જોવા મળશે. આ એપ પણ તમારા આઈપી એડ્રેસને હાઈડ કરી શકે છે, પરંતુ તમારા કૉલની ક્વોલિટી કોમ્પ્રોમાઈઝ થઈ શકે છે. આ ફીચરને ઓન કરવા માટે તમારે Settings > Privacy > Advanced > Always Relay Calls ઓપ્શન પર ક્લિક કરવાનું છે.

મેસેન્જર

ફેસબુક મેસેન્જર એપ્સ પણ ઘણા યુઝર્સ વીડિયો કૉલ કે ઓડિયો કૉલ માટે યુઝ કરે છે. વ્હોટ્સ એપની જેમ જ મેટામાં પણ ફેસબુક મેસેન્જર પર પીટુપી કૉલ બંધ કરવાનો કોઈ ઓપ્શન નથી. એટલે આ એપમાં આઈપી એડ્રેસ હાઈડ કરવા માટે કોઈ ઓપ્શન અવેલેબેલ નથી.

Best Mobiles in India

English summary
How to hide IP address on social media platforms WhatsApp telegram

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X