Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
હવે ગુજરાતના આ શહેરની પોલીસે પણ લોન્ચ કર્યો AI Chatbot, સાઈબર ક્રિમિનલ્સથી બચાવશે
સાઈબર ફ્રોડના કિસ્સા રોજેરોજ વધી રહ્યા છે. જેમ જેમ ટેક્નોલોજી વિક્સી રહી છે, તેમ તેમ સાઈબર ગઠિયાઓ નવી નવી રીત અપનાવીને લોકોને ઠગી રહ્યા છે. હવે પોલીસે આવા સાઈબર ગઠિયાઓને પહોંચી વળવા માટે એક ખાસ AI Powered Chatbot લોન્ચ કર્યો છે. ગુજરાતના સુરત શહેરની પોલીસે આવો ચેટબોટ લોન્ચ કર્યો છે, જેનું નામ Surat Cyber Mitra છે. આ ચેટબોટ વિશે આગળ જણાવતા પહેલા અમે તમને એ જણાવી દઈએ કે ભારતના જુદા જુદા વિસ્તારોમાં સાઈબર ફ્રોડના કેસ રોજેરોજ વધી રહ્યા છે. સાઈબર ક્રિમિનલ્સ ખુલ્લેઆમ લોકોની મહેનતની કમાણી ઠગી રહ્યા છે.

સુરત પોલીસે તૈયાર કર્યો ખાસ ચેટબોટ
લોકોને આ પ્રકારના સાઈબર ક્રિમિનલ્સથી બચાવવા માટે ખાસ સુરત પોલિસે Surat Cyber Mitra ચેટબોટની શરૂઆત કરાવી છે, જેનો ઉદ્દેશ્ય લોકોને સુરક્ષિત રાખવાનો છે. આ ચેટબોટ નાગરિકોને સાઈબર ફ્રોડથી બચાવે છે, અને બચવા માટે ખાસ ગાઈડલાઈન્સ પણ આપે છે. જો તમારી સાથે કોઈ સસ્પિસિયસ એક્ટિવિટી થઈ રહી છે, તો તેને રિપોર્ટ કરવાની પણ તક આ ચેટબોટ આપે છે.
માત્ર Hi લખીને આ નંબર પર મોકલો
Surat Cyber Mitra લોન્ચ કરતા સમયે સુરત સાઈબર ક્રાઈમના ACP AP Gohilના જણાવ્યા પ્રમાણે આ AI Chatbotનો ઉદ્દેશ્ય સુરતને સાઈબર સેફ સિટી બનાવવાનું છે. આખા ભારતમાંથી કોઈ પણ વ્યક્તિ આ ચેટબોટ સાથે કનેક્ટ થઈને ચેટબોટનો ઉપયોગ કરી શકે છે. આ ચેટબોટનો ઉપયોગ કરવા માટે તમારે માત્ર સિમ્પલ Hi લખીને 93285-23417 વ્હોટ્સ એપ નંબર પર મોકલી આપવાનું છે.
ચેટબોટ તાત્કાલિક કરશે મદદ
જો કોઈ વ્યક્તિ સાઈબર ફ્રોડનો ભોગ બને છે, અથવા તો આવી શંકાસ્પદ સ્થિતિમાં ફસાય છે, તો આ ચેટબોટ તરત જ તમને એક્શન લેવામાં મદદ કરે છે. સાથે જ યુઝર્સને કમ્પલિટ રજિસ્ટ્રેશન પ્રોસેસને લઈને ગાઈડ કરે છે.
એડવાન્સ સ્ટેજમાં વિક્સાવાશે ચેટબોટ
સુરત પોલીસ હજી પણ Surat Cyber Mitraની કેપેબિલિટીઝને વધુ વિક્સાવવા માટે કામ કરી રહી છે. આ સાઈબર ચેટબોટની મદદથી સ્પામ કોલ્સ, ઈમેઈલ અને લિંક્સ, સોશિયલ મીડિયા ફ્રોડ, ફાઈનાન્શિયલ ફ્રોડને પણ રિપોર્ટ કરી શકાશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications